VIDEO: વીજ ચોરીનું પરાક્રમ હટાવવા છત પર પેટથી રગડીને જતો હતો, પછી જે થયું...

વીજ ચોરી - video

વીજ ચોરીની આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

  • Share this:
    ગાઝિયાબાદ : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના મુરાદનગરમાં વીજચોરીનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યારે વીજળી વિભાગની ટીમ ચેકીંગ માટે અહીં એક મકાન પર પહોંચી ત્યારે એક આશ્ચર્યજનક દૃશ્ય જોવા મળ્યું. લાઈનમેને તે વ્યક્તિને વીજળી ચોરી કરનારને રંગે હાથ ઝડપી પાડ્યો છે. વીજ ચોરીની આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

    બત્રીસ સેકન્ડના આ વીડિયોમાં, એવું જોવા મળે છે કે, વીજળી વિભાગની ટીમ ચેકિંગ માટે એક ઘર સુધી પહોંચી જાય છે. તેમને ફરિયાદ મળી હતી કે, અહીં કટિયા ભરાવીને વીજચોરી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ગેરકાયદેસર રીતે વાયરને કનેક્ટ કરીને વીજળીનો ઉપયોગ કરવાને કટિઆ કહેવામાં આવે છે. જ્યારે વિભાગે ઘરનો દરવાજો ખટખટાવ્યો, ત્યારે કોઈએ બારણું ખોલ્યું નહીં.

    આ પણ વાંચોVideo: વરસાદ ન વરસ્યો તો, કાઢવામાં આવી જીવતા વ્યક્તિની અર્થી, જાણો શું છે મામલો...

    જેથી વીજ ચોરીની શંકાના આધારે લાઇનમેનને તેના નજીકના મકાન ઉપર ચઢી વીડિયોગ્રાફી કરવા જણાવ્યું હતું. આ દરમિયાન ઘરનો એક સભ્ય ગુપ્ત રીતે તેના પેટ પર ગસડાઈને બિલાડીની ચાલે ઘરની છત પર કટિયા હટાવવા પહોંચ્યો હતો. પરંતુ આ કરતી વખતે તેણે કદી વિચાર્યું પણ નહીં હોય કે, તે પકડાશે અને તેનું પરાક્રમ કેમેરામાં કેદ થઈ જશે.



    જેવો તે વ્યક્તિ ટેરેસમાં કટિયા હટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે અચાનક તેની નજર બાજુના મકાનની છત પર ઉભેલા વીજ વિભાગના કર્મચારી પર પડી જે તેનો વીડિયો બનાવી રહ્યો હતો. જ્યારે લાઈનમેને તેને અટકાવ્યો ત્યારે તેની ચોરી પકડાઈ જતા તેના ચહેરાનો જાણે રંગ ઉડી ગયો.

    આ પણ વાંચોBusiness Idea: ટૂંકી મૂડીથી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થઈ શકે રૂ. 1 લાખની કમાણી

    ઉલ્લેખનીય છે કે, વીજ વિભાગને લાંબા સમયથી આ વિસ્તારમાં વીજ ચોરી થવાની માહિતી મળી રહી હતી. આ પછી તેમણે આ વિસ્તારના કેટલાક મકાનોની ઓળખ કરી અને દરોડા પાડવાનું નક્કી કર્યું. વીજચોરી પકડાયાનો વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.
    Published by:kiran mehta
    First published: