Home /News /national-international /Success Story : યુવતી કોચિંગ વગર જ બની ગઈ જજ, કહાની સાંભળીને તમારી આંખો પણ ભીની થઇ જશે

Success Story : યુવતી કોચિંગ વગર જ બની ગઈ જજ, કહાની સાંભળીને તમારી આંખો પણ ભીની થઇ જશે

કોંચિગ વગર જ યુવતી બની ગઈ જજ

ગાઝિયાબાદ: જેણે રડતાં રડતાં કંઈક કરવાનો સંકલ્પ કર્યો હોય, તે સફળ થાય ત્યારે તેની સાથે અનેકની આંખોમાં આંસુ આવી જાય તે સ્વાભાવિક છે. ગાઝિયાબાદના લોનીના એક નાનકડા ગામ નિસ્ટોલીમાં રહેતી અનામિકા અને તેના પરિવાર સાથે આવું જ કંઈક થયું. જજ બનવું એ અનામિકાનું સપનું ન હતું પણ એક સંકલ્પ હતો. ઘણા ઉતાર-ચઢાવ પછી જ્યારે તેણે આ સફળતા હાંસલ કરી ત્યારે આખા પરિવારને જ નહીં પરંતુ સમગ્ર લોનીને ગર્વ થયો.

વધુ જુઓ ...
ગાઝિયાબાદ. જેણે રડતાં રડતાં કંઈક કરવાનો સંકલ્પ કર્યો હોય, તે સફળ થાય ત્યારે તેની સાથે અનેકની આંખોમાં આંસુ આવી જાય તે સ્વાભાવિક છે. ગાઝિયાબાદના લોનીના એક નાનકડા ગામ નિસ્ટોલીમાં રહેતી અનામિકા અને તેના પરિવાર સાથે આવું જ કંઈક થયું. જજ બનવું એ અનામિકાનું સપનું ન હતું પણ એક સંકલ્પ હતો. ઘણા ઉતાર-ચઢાવ પછી જ્યારે તેણે આ સફળતા હાંસલ કરી ત્યારે આખા પરિવારને જ નહીં પરંતુ સમગ્ર લોનીને ગર્વ થયો. કેન્દ્રીય મંત્રીએ પણ ફોન પર અભિનંદન પાઠવ્યા હતા. કુમારી અનામિકા ડાગરની કહાની, જે યુવાનો માટે પ્રેરણા રૂપ છે.

28 વર્ષની અનામિકા ડાગરે બિહાર પબ્લિક સર્વિસ કમિશનની 31મી ન્યાયિક સેવા પરીક્ષામાં 16મો રેન્ક મેળવીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. અનામિકાએ કોઈપણ કોચિંગ વિના સેલ્ફ સ્ટડીના દમ પર એક્ઝામ આપી હતી. 2014માં અનામિકાએ LLBમાંથી જજ બનવાની સફર શરૂ કરી હતી. 2017માં, જ્યારે મને એલએલબી પછી કોચિંગ વિશે જાણવા મળ્યું, ત્યારે એક વર્ષની ફી 2 થી 2.5 લાખની વચ્ચે હતી.

આ પણ વાંચોઃ દિવાળી પહેલા કોરોના નવા વેરિઅન્ટે ચિંતા વધારી, એક્સપર્ટ પાસેથી જાણો તમે કેવી રીતે સુરક્ષિત રહી શકો છો

પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી ન હોવાથી હું નિરાશ થઈ ગઈ હતી. તેમ છતાં મુશ્કેલીમાં અનામિકાએ હાર ન માની. એક દિવસ રડતાં રડતાં આ છોકરીએ તેની માતાને કહ્યું, 'હું તને એક દિવસ કોચિંગ વિના જજ બનીને બતાવીશ. ત્યારબાદ અનામિકાએ દરરોજ 8 થી 10 કલાક અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તેણે ફેમિલી ફંક્શનમાં જવાનું પણ બંધ કરી દીધું અને પોતાનો પૂરો સમય તેના હેતુ માટે ફાળવ્યો.

અનામિકાનો હવે શું પ્લાન છે


હવે અનામિકાના ઘરે અભિનંદન પાઠવતા લોકોનો ધસારો છે. ગાઝિયાબાદનાસંસદ સભ્યઅને કેન્દ્રીય રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહે પણ ફોન કરીને દીકરીને અભિનંદન પાઠવ્યા હતા. હવે અનામિકાને તેના ગામ અને સમાજ માટે કામ કરવા માગે છે. હવે તે ગામમાં એક લાઈબ્રેરી બનાવવા માગે છે, જ્યાંથી ગરીબ બાળકો અભ્યાસ કરી શકે જેથી તેમને અનામિકાને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તેનો સામનો ન કરવો પડે. આ સાથે અનામિકા એક અનાથ બાળકને પણ દત્તક લેવા માંગે છે. તે તેને ભણાવી ગણાવી એક સારો વ્યક્તિ બનાવવા માગે છે.
First published:

Tags: Bihar News, Ghaziabad, Judge