ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ધોરણ-5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હિંમત ચર્ચાનો વિષય બની છે. હિંમતવાન વિદ્યાર્થીએ અપહરણકર્તાના હાથને દાંતથી બટકું ભરી અને ચાલતી વાનમાંથી કૂદીને પોતાને છોડાવ્યો હતો. જણાવવામાં આવ્યું હતું કે આ મહિનામાં ગાઝિયાબાદમાં અપહરણની આ ત્રીજી ઘટના છે. છોકરાના પિતા ધર્મેન્દ્ર રાઠીએ સોમવારે જણાવ્યું હતું કે તેમનો 11 વર્ષનો પુત્ર આરવ મુરાદનગરના રાધેશ્યામ વિહાર કોલોનીમાં તેમના ઘર પાસેના બજારમાંથી શાકભાજી ખરીદવા ગયો હતો.

'ટાઈમ્સ ઑફ ઈન્ડિયા' અનુસાર, આરવ સાંજે 6 વાગ્યે સાયકલ ચલાવીને ઘરે પાછો આવી રહ્યો હતો, ત્યારે તે જ વિસ્તારમાં ઓર્ડનન્સ ફેક્ટરી પાસે રસ્તો પૂછવા માટે એક સફેદ વાન છોકરાની નજીક આવીને ઊભી રહી. શહેરમાં કપડાંની દુકાન ચલાવતા છોકરાના પિતાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીને વાહનમાં સવાર લોકો પર શંકા હતી કારણ કે ચારેયના ચહેરા ઢાંકેલા હતા. વિદ્યાર્થી કંઈ સમજે તે પહેલા જ તેઓએ તેના પર ઓચિંતો હુમલો કરી દીધો હતો. અપહરણકારો છોકરાને વાનમાં અંદર લઈ ગયા હતા.
વિદ્યાર્થી વાનમાંથી કૂદીને ભાગી ગયો
વિદ્યાર્થીના પિતા ધર્મેન્દ્રએ જણાવ્યું કે જ્યારે વાન લગભગ 4 કિમી દૂર આવેલા દ્વેધા ગામ પાસે પહોંચી ત્યારે બાળકે જોયું કે તેના અપહરણકર્તાએ કોલ ઉપાડવા માટે વિદ્યાર્થી ઉપરથી એક હાથ હટાવી દીધો હતો. , જે બાદ તક જોઈ આરવએ અપહરણકર્તાનાં કાંડા પર બટકું ભરીને અને દરવાજો ખોલીને ચાલતી વેનમાંથી કૂદી ગયો. આરવ વિસ્તારને ઓળખી ગયો અને જીતપુર કોલોનીમાં તેના દાદાના ઘર તરફ દોડવા લાગ્યો. આ દરમિયાન તે 'અમને બચાવો અમને બચાવો' બૂમો પાડતો રહ્યો, જેના કારણે આરોપીએ વિદ્યાર્થીનો પીછો કરવાનું બંધ કરી દીધું. થોડા સમય પછી વિદ્યાર્થી આરવ તેના દાદાના ઘરે પહોંચ્યો.
જ્યારે આરવ દાદાના ઘરે પહોંચ્યો ત્યારે તેણે આરવના માતા-પિતાને ફોન કરીને જાણ કરી. આરવના પિતાએ જણાવ્યું કે, "અમે પહોંચતાની સાથે જ આરવ તેની માતા પાસે દોડી ગયો અને રડવા લાગ્યો." આરવે પરિવારને જણાવ્યું હતું કે ગેંગના સભ્યો ખંડણીની માંગણી અંગે એકબીજાની વચ્ચે વાત કરતા હતા. આરવે કહ્યું, "તેઓએ મને એવી ધમકી પણ આપી હતી કે જો મેં હોંશિયારી બતાવવાનો પ્રયત્ન કર્યો તો તેઓ મારું અને મારી માતાનું ગળું કાપી નાખશે."
પોલીસે એફઆઈઆર નોંધી
વિદ્યાર્થીના પરિવારજનોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે કહ્યું કે તેઓએ આઈપીસી કલમ 364 (અપહરણ માટે હત્યા) અને 511 (આજીવન કેદ અથવા અન્ય કેદની સજાને પાત્ર ગુનો કરવાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે ચારેય આરોપીઓની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર