ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક એપાર્ટમેન્ટમાં 3 બાળકીઓ લગભગ 25 મિનિટ સુધી લિફ્ટમાં ફસાઈ ગઈ. મામલો ક્રોસિંગ રિપબ્લિકની એસોટેક નેક્સ્ટ સોસાયટીનો છે. ફરિયાદ મળતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધ્યો છે. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લિફ્ટમાં ફસાયેલી બાળકીઓ પણ લિફ્ટનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતી રહી, પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. આખરે 25 મિનિટ બાદ જાતે જ લિફ્ટને મેન્યુ્લી રીતે ખોલીને ફસાયેલી બાળકીઓને બહાર કાઢવામાં આવી હતી.

રિપોર્ટના અનુસાર, મામલો બુધવારે મોડી સાંજનો છે. રમતગમતના સામાનના વેપારી શિવમ ગેહલોત અહીં 20મા માળે આવેલા ફ્લેટમાં રહે છે. તેમની 8 વર્ષની તેજસ્વિનીની દીકરી ધોરણ 3માં અભ્યાસ કરે છે. તેજસ્વિની તેની મિત્ર મિશિકા અને વૈદેહી સાથે સોસાયટીના પાર્કમાં રમવા માટે જઈ રહી હતી. ત્રણેય બાળકી 20મા માળ પરથી ગ્રાઉન્ડ ફ્લોર પર જવા માટે લિફ્ટમાં જઈ રહી હતી. લિફ્ટ અચાનક 11મા માળે અટકી ગઈ હતી અને લિફ્ટની લાઈટ ચાલુ હતી. આમ છતાં લિફ્ટ નીચે જઈ રહી નહોતી. ન તો ગેટ ખોલી શકાતો હતો અને ન તો એ નીચે જઈ રહી હતી.
#Ghaziabad क्रासिंग रिपब्लिक के assotech Nest society में बीती शाम 3 मासूम बच्चियां लिफ्ट में 25 मिनट तक फंसी रही, बेहद मुश्किलात के बाद उन्हें बाहर निकाल लिया गया,AOA के अध्यक्ष और सचिव के खिलाफ FIR दर्ज हुई है।यूपी की सोसाइटी में लिफ्ट एक्ट की जरूरत है @ghaziabadpolice@UPGovtpic.twitter.com/D0IsBChls9
સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે ત્રણેય બાળકીએ પોતાના હાથ વડે લિફ્ટ ખોલવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમણે ઘણી કોશિશ કરી, પણ સફળતા ન મળી. એક બાળકી થાકીને નિરાશ થઈ જાય છે, પછી બીજી બે બાળકી પણ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતી જોવા મળે છે.
જ્યારે અન્ય રહેવાસીએ લિફ્ટને બોલાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે જાણવા મળ્યું કે લિફ્ટ 11મા માળે ફસાઈ ગઈ છે. બાદમાં મેઇન્ટેનન્સ ટીમે સ્થળ પર આવીને લિફ્ટ ખોલવાના પ્રયાસો શરૂ કર્યા હતા. લગભગ 24 મિનિટ પછી લિફ્ટને મેન્યુઅલી રીતે ખોલીને ત્રણેય બાળકીને બહાર કાઢવામાં આવી હતી.
ઘટના બાદ અન્ય બાળકો પણ ભયભીત થઈ ગયાં
સ્પોર્ટ્સના સામાનના વેપારી શિવમ ગેહલોતે જણાવ્યું હતું કે મને આ વાતની માહિતી મળતાં જ હું સોસાયટીમાં પહોંચ્યો. ત્રણેય બાળકી ખૂબ જ ડરી ગઈ હતી. તેઓ સતત રડી રહી રહી. આ ઘટના બાદ ડરી જવાને કારણે એકેય બાળકી લિફ્ટમાં ગઈ નથી. અન્ય બાળકો પણ લિફ્ટમાં જવાથી ડરી રહ્યાં છે.
રેસિડેન્ટ વેલ્ફેર એસોસિયેશનના ચેરમેન અને સેક્રેટરી સામે કેસ દાખલ
શિવમે આ મામલે રેસિડેન્ટ વેલ્ફેર એસોસિયેશન (RWA)ના ચેરમેન ચિત્રા ચતુર્વેદી અને સેક્રેટરી અભય ઝા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બુધવારે મોડી રાત્રે રિપબ્લિક ક્રોસિંગ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવી છે, જેમાં દર વર્ષે લિફ્ટ મેઇન્ટેનન્સના નામે 25 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે. આમ છતાં દરરોજ આવી ફરિયાદો સામે આવી રહી છે. રહીશોની વારંવાર ફરિયાદ બાદ પણ લિફ્ટની સમસ્યા દૂર થઈ નથી.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર