Home /News /national-international /

Ghana Parliament Viral Video: ઘાનાની સંસદમાં ઈ-પેમેન્ટ ટેક્સ મુદ્દે થયો હંગામો, એકબીજાને લાત અને મુક્કા મારતા જોવા મળ્યા સાંસદો!

Ghana Parliament Viral Video: ઘાનાની સંસદમાં ઈ-પેમેન્ટ ટેક્સ મુદ્દે થયો હંગામો, એકબીજાને લાત અને મુક્કા મારતા જોવા મળ્યા સાંસદો!

ઘાના પાર્લામેન્ટનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. (Image- Twitter)

Ghana Parliament Viral Video: ઘાનાની સંસદમાં electronic payment tax અંગેની ચર્ચા દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે સાંસદો વચ્ચે જોરદાર હાથાપાઈ થઈ ગઈ.

    અક્કરા. ઘાનાની સંસદ (Ghana Parliament)માં એક બિલ પર ચર્ચા દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચે વિવાદ થઈ ગયો. મામલો એટલો વધી ગયો કે સાંસદો વચ્ચે (Punches thrown in Ghana parliament over electronic payments tax) જોરદાર હાથાપાઈ થઈ ગઈ. સાંસદો એકબીજાને લાતો અને મુક્કા મારતા જોવા મળ્યા હતા. ઘાના પાર્લામેન્ટનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ (Ghana Parliament Viral Video) થઈ રહ્યો છે. આ ઘટના ઈલેક્ટ્રોનિક પેમેન્ટ ટેક્સ બિલને (electronic payment tax) લઈને બની છે. વિપક્ષના સાંસદોએ ઈલેક્ટ્રોનિક પેમેન્ટ ટેક્સ બિલ પરની ચર્ચા દરમિયાન હંગામો મચાવ્યો હતો. એ પછી સ્થિતિ એટલી વણસતી ગઈ કે વિપક્ષના સાંસદ ચેરમેનની ખુરશી સુધી પહોંચી ગયા અને તેમની વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ.

    ધ ગાર્ડિયનની રિપોર્ટ મુજબ, જ્યારે સાંસદો વચ્ચેની હાથાપાઈ ન અટકી, તો સિક્યોરીટીમાં તૈનાત માર્શલોએ વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો. તેમના આમ કર્યા બાદ પણ લડાઈ શાંત ન થઈ. એના પછી સદનને સ્થગિત કરવું પડ્યું હતું.

    આ બિલ અંગે થયો હતો વિવાદ

    ઘાનાની સરકાર (Ghana Government) ઈ-પેમેન્ટ, એટલે કે મોબાઈલથી થનારા પેમેન્ટ પર ટેક્સ (electronic payment tax) લગાવવા ઈચ્છે છે. એ માટે તે સોમવારે સંસદમાં બિલ લઈને આવી હતી. મંગળવારે વોટિંગ દરમ્યાન આ બિલના સમર્થન અને વિરોધમાં બરાબર વોટ પડ્યા, જેના પછી હંગામો શરુ થઈ ગયો.



    આ પણ વાંચો: હાઈટેક જાપાનમાં એક બાજુ French Friesની અછત તો બીજી બાજુ ‘એક્સ્ટ્રા દૂધ’ની કટોકટી, PMએ કહ્યું- વધારે દૂધ પીઓ

    ડેપ્યુટી સ્પીકર જોસેફ ઓસેઈ-ઓવુસુએ (Deputy Speaker Joseph Osei-Owusu) ટેક્સ પર ચર્ચા કરવા અને તાકીદે મત આપવાનું સૂચન કર્યા પછી સંસદના સભ્યો ચેમ્બરની આગળ ધસી આવ્યા હતા. જો આ બિલ પસાર થઈ જાત તો લોકોને મોબાઈલ મની પેમેન્ટ ટ્રાન્ઝેક્શન પર કુલ બિલના 1.75% ટેક્સ આપવું પડત. વિપક્ષનું કહેવું છે કે આ બિલ ઓછી આવક ધરાવતા લોકોને વધુ મુશ્કેલીમાં નાખશે.



    આ પણ વાંચો: આલિશાન હવેલીઓ, વૈભવી વેકેશન અને અઢળક સંપત્તિ, વાંચો દુબઈના ‘શાહી’ ડિવોર્સની inside story

    ત્યાંના લઘુમતી નેતા હરુના ઇદ્રીસુએ કહ્યું કે, ‘આપણે દેશને એ દર્શાવવાની જરૂર છે કે આપણી લોકશાહી વધી રહી છે અને આપણે આવા અસ્વીકાર્ય પાપોને સહન નહીં કરીએ.’

    આ બિલને સંસદમાં પાસ થવા માટે એક વોટની જરૂર છે, પરંતુ આ વોટને 18 જાન્યુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવ્યો છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Viral, Viral videos, વાયરલ વીડિયો

    આગામી સમાચાર