Home /News /national-international /પાકિસ્તાને જર્મનીને કરી ભારત વિરુદ્ધ ચઢામણી, કાશ્મીર રાગનો આલાપ શરૂ, ભારતે પણ આપ્યો વળતો જવાબ
પાકિસ્તાને જર્મનીને કરી ભારત વિરુદ્ધ ચઢામણી, કાશ્મીર રાગનો આલાપ શરૂ, ભારતે પણ આપ્યો વળતો જવાબ
પાકિસ્તાને કરી જર્મનીને કાનભંભેરણી
Kashmir Issue: જર્મનીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા કશ્મીર પ્રશ્નને લઈને ઝુકાવ્યું છે જેના કારણે નારાજ ભારતીય વિદેશ મંત્રાલયે તરત વળતો જવાબ આપ્યો હતો.
નવી દિલ્હી: પાકિસ્તાનની મીઠી વાતોમાં આવીને જર્મનીએ પણ હવે કાશ્મીર રાગનો આલાપ શરૂ કરી દીધો છે. જર્મનીના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે સંયુક્ત રાષ્ટ્રએ આગળ આવવું જોઈએ. તેમણે આ વાત પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીની ઓફર બાદ કહી હતી. ભારત સતત કહેતું આવ્યું છે કે 'કાશ્મીર' ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. આમાં અન્ય કોઈ દેશની દખલગીરી સ્વીકાર્ય નથી. જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બેયરબોકના કોલથી ભારતને એ જ વાતનું પુનરાવર્તન કરવાની ફરજ પડી છે કે 'કાશ્મીર મુદ્દો' ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શું આપ્યો જવાબ?
ભારતે શનિવારે પાકિસ્તાન અને જર્મનીના વિદેશ મંત્રી દ્વારા કાશ્મીર મુદ્દાના ઉકેલમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) સામેલ થવો જોઈએ તેવા આહ્વાનને ફગાવી દીધૂ હતું.
જમ્મુ અને કાશ્મીરને ઘણા વખતથી નિશાન બનાવવામાં આવી રહ્યું છે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે યુએનને આહ્વાન કરવાને બદલે, વૈશ્વિક સમુદાયના તમામ સંનિષ્ઠ સભ્યોની જવાબદારી છે કે તેઓ લાંબા સમયથી લડાઈ લડી રહેલા પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓનો સામનો કરવાનો પ્રયાસ કરે. જમ્મુ અને કાશ્મીરને ઘણા વખતથી નિશાન બનાવવામાં આવી રહ્યું છે.
'કાશ્મીર દાયકાઓથી આતંકવાદનો માર સહન કરી રહ્યું છે' બાગચીએ જર્મની અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓના નિવેદનોની કડક નોંધ લીધી હતી અને કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર દાયકાઓથી આતંકવાદનો ભોગ બની રહ્યું છે અને તે અત્યાર સુધી ચાલુ છે.
પાકિસ્તાની આતંકવાદ સામે અવાજ ઉઠાવવાની જરૂર
ખાસ કરીને સીમાપાર (પાકિસ્તાની) આતંકવાદ સામે અવાજ ઉઠાવવાની જવાબદારી વિશ્વની છે. બાગચી શુક્રવારે બર્લિનમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અને જર્મનીના વિદેશ મંત્રીઓ દ્વારા જમ્મુ-કાશ્મીર પર કરવામાં આવેલી ટિપ્પણીનો જવાબ આપી રહ્યા હતા.
દરેક દેશની ભૂમિકા
બર્લિનમાં, પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ શુક્રવારે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર મુદ્દાના સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ અનુસાર અને કાશ્મીરી લોકોની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખ્યા વિના દક્ષિણ એશિયામાં શાંતિ શક્ય નથી. તો જર્મનીના વિદેશ પ્રધાન અન્નાલેના બેયરબોકે જણાવ્યું હતું કે તેઓ માને છે કે વિશ્વના દરેક દેશની તકરાર ઉકેલવા અને "આપણે શાંતિપૂર્ણ વિશ્વમાં રહીએ" તેની ખાતરી કરવાની ભૂમિકા અને જવાબદારી દરેક દેશની છે.
"આંતરરાષ્ટ્રીય આતંકવાદ, ખાસ કરીને સરહદ પારના આતંકવાદને નાબૂદ કરવા માટે વૈશ્વિક સમુદાયના તમામ ગંભીર અને સંનિષ્ઠ સભ્યોની ભૂમિકા અને જવાબદારી છે," એવું બાગચીએ કહ્યું હતું.''
તેમણે એમ પણ કહ્યું કે, "સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને FATF હજુ પણ 26/11ના ભયાનક હુમલામાં સામેલ પાકિસ્તાની આતંકવાદીઓનો પીછો કરી રહ્યા છે." બાગચીએ કહ્યું, "જ્યારે દેશો સ્વાર્થ કે ઉદાસીનતાના કારણે આવા ખતરાનો સ્વીકાર નથી કરતા બલ્કે પ્રોત્સાહન આપે છે ત્યારે તેઓ શાંતિનાં ઉદ્દેશ્યને નુકસાન પહોંચાડે છે અને આતંકવાદનાં પીડિતો સાથે અન્યાય કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર