વડોદરાથી મુંબઇ માત્ર 2 કલાકમાં, જર્મનીએ આપી બુલેટથી પણ ઝડપી ટ્રેનની ઓફર

News18 Gujarati
Updated: November 24, 2018, 7:24 AM IST
વડોદરાથી મુંબઇ માત્ર 2 કલાકમાં, જર્મનીએ આપી બુલેટથી પણ ઝડપી ટ્રેનની ઓફર
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
દુનિયાની સૌથી મોટી રેલવે નેટવર્ક ભારતમાં છે, ભારતીય રેલવે છેલ્લા કેટલાક વર્ષોથી પોતાની સર્વિસ સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે જર્મનીએ રેલવે સમક્ષ એવી હાઇસ્પિડ રેલ નેટવર્કનો પ્રસ્તાવ રાખ્યો છે. જેનાથી ચેન્નઇથી મેસૂર માત્ર 2.5 કલાકમાં પહોંચી શકાશે. હાલની સ્થિતિએ 435 કિમીની યાત્રાને 7 કલાકનો સમય લાગે છે. જો રેલવે બોર્ડ જર્મનીનો આ પ્રસ્તાવ સ્વીકારે છે તો 2030 સુધીમાં વડોદરાથી મુંબઇ માત્ર 2.5 કલાકમાં પહોંચી શકાશે. ભારતમાં જર્મનીના રાજદૂત માર્ટિને આ પ્રસ્તાવની ઓફર લઇને સ્ટડી રિપોર્ટ ભારતીય રેલવે બોર્ડના ચેરમેન અશ્વની લોહાનીને સોંપી છે.

આ પણ વાંચો ધોનીનો સાત વર્ષે ખુલાસો, વર્લ્ડ કપની ફાઇનલમાં યુવી કરતા કેમ પહેલા બેટિંગમાં આવ્યો

ભારતીય રેલવે કરી રહ્યું છે સમીક્ષા

જર્મનીના પ્રસ્તાવ પર ભારતીય રેલવે બોર્ડના ચેરમેન અશ્વની લોહાની સમીક્ષા કરી રહ્યાં છે, જો આ પ્રકારના હાઇ સ્પીડ રેલ નેટવર્ક ભારતમાં આવ્યું તો લાંબી દૂરીનો ટ્રાવેલ ટાઇમ ઓછો થશે, એટલું જ નહીં ડોમેસ્ટિક ફ્લાઇટનો ઉપયોગ કરતાં મુસાફરો રેલવેનો ઉપયોગ કરવાનું પસંદ પણ કરશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 435 કિમી લાંબા ચેન્નઇ-મેસૂર રૂટ પર આ ટ્રેન અંદાજે 320 kmphની સ્પીડથી દોડશે, જેના કારણે આ રૂટ પર યાત્રાનો સમય 7 કલાકથી ઘટીને માત્ર 2 કલાક 20 મિનિટ થઇ જશે. જર્મન રાજદૂતના જણાવ્યા પ્રમાણે આ સ્ટડી સંપૂર્ણ રીતે જર્મન સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે, અને તેનો ખર્ચ પણ સરકારે ભોગવ્યો છે.

આ પ્રોજેક્ટ પર અંદાજીત ઇંફ્રાસ્ટ્રક્ચર ખર્ચ અંદાજે 1 લાખ કરોડ રૂપિયા આવશે અને રોલિંગ સ્ટોક માટે વધુમાં વધુ 150 કરોડ રૂપિયા આવશે. ચેન્નઇ-અરાક્કોનમ-બેંગલુરુ-મેસુર સુધીના સંપુર્ણ રૂટ પર 85 ટકાનો ભાગ એલિવેટેડ હશે અને 11 ટકા ભાગમાં ટનલ્સ હશે.
First published: November 23, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...