AstraZenecaની વેક્સીન પર ઈટલી, જર્મનીમાં પણ પ્રતિબંધ, જાણો શું છે કારણ

AstraZenecaની વેક્સીન પર ઈટલી, જર્મનીમાં પણ પ્રતિબંધ, જાણો શું છે કારણ
કોરોનાની બીજી લહેર વચ્ચે એસ્ટ્રાજેનેકાની વેક્સીનને લઈ ચિંતા વધી, યૂરોપના અનેક દેશોએ રોક લગાવી

કોરોનાની બીજી લહેર વચ્ચે એસ્ટ્રાજેનેકાની વેક્સીનને લઈ ચિંતા વધી, યૂરોપના અનેક દેશોએ રોક લગાવી

  • Share this:
    પેરિસ. અનેક દેશોમાં કોરોના (Coronavirus)ની બીજી લહેર મુશ્કેલી ઊભી કરી રહી છે, તો બીજી તરફ કોવિડ-19ની વેક્સીન (Covid-19 Vaccine) એસ્ટ્રાજેનેકા (AstraZeneca) પર યૂરોપ (Europe)ના અનેક દેશોમાં અસ્થાયી રીતે પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. કેટલાક દેશોમાં આ વેક્સીનના કારણે લોહી જામી જવાના રિપોર્ટ સામે આવ્યા બાદ ફ્રાન્સ (France), ઈટલી (Italy)અને જર્મની (Germany)એ તેના ઉપયોગ પર હાલ પ્રતિબંધ મૂકી દીધો છે.

    ઈટલીમાં એક 57 વર્ષીય શિક્ષકનું વેક્સીન લીધાના થોડા સમય બાદ મોત થયાના અહેવાલે અનેક આશંકાઓ ઊભી કરી દીધી છે. ઈટલીએ આ મોતની તપાસ માટે ઓટેપ્સી કરાવવા માટે કહ્યું છે.



    ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમૈનુઅલ મૈક્રોંએ કહ્યું કે, તેમના દેશમાં પણ તકેદારીના ભાગ રૂપે ઓક્સફર્ડ (Oxford University)ની એસ્ટ્રાજેનેકા વેક્સીન પર મંગળવાર સુધી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ જ દિવસે યૂરોપીયન મેડિસિન એજન્સી (European Medicine Agency) આ વેક્સીન પર પોતાનો રિપોર્ટ આપશે. તેઓએ કહ્યું કે, ફ્રાન્સને આશા છે કે ટૂંક સમયમાં જ એસ્ટ્રાજેનેકા વેક્સીન ફરીથી લોકોને આપવામાં આવશે.

    આ પણ વાંચો, COVID-19: ભારતમાં કોરોનાની બીજી લહેર? જુલાઈ બાદ એક સપ્તાહમાં 33% સુધી વધ્યા કેસ

    આ દરમિયાન, જર્મનીમાં પણ સોમવારે એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીન પર રોક લગાવી દીધી. જોકે કંપનીએ દાવો કર્યો કે આ વેક્સીનનો એવો કોઈ દુષ્પ્રભાવ નથી થયો. નોંધનીય છે કે યૂરોપના અનેક દેશો ઉપરાંત ભારતમાં કોરોનાની બીજી લહેર મુશ્કેલીનું કારણ બની ગઈ છે.

    આ પણ વાંચો, સરકારના નિર્ણયથી નારાજ ફ્રેન્ચ અભિનેત્રીએ એવોર્ડ ફંક્શનમાં સ્ટેજ ઉપર જ ઉતારી દીધા પોતાના તમામ કપડા

    ભારત (India)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 17 માર્ચે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે. મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોનાના વધતા કેસો બાદ અનેક પ્રકારની ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે.
    Published by:Mrunal Bhojak
    First published:March 16, 2021, 06:58 am

    ટૉપ ન્યૂઝ