અહીં શોક સભામાં પીરસવામાં આવી ચરસવાળી કેક, અને પછી...

News18 Gujarati
Updated: November 2, 2019, 1:11 PM IST
અહીં શોક સભામાં પીરસવામાં આવી ચરસવાળી કેક, અને પછી...
અંતિમવિધિ પછી વ્યક્તિની યાદમાં રાખવામાં આવતી પાર્ટીમાં લોકોને ચરસ સાથે કેક પીરસવામાં આવી હતી.

અંતિમવિધિ પછી વ્યક્તિની યાદમાં રાખવામાં આવતી પાર્ટીમાં લોકોને ચરસ સાથે કેક પીરસવામાં આવી હતી.

  • Share this:
અંતિમ સંસ્કાર દરમિયાન તમે ઉદાસ ચહેરાઓ જોયા હશે, પરંતુ તમે શોક સભામાં લોકોને નશામાં જોયા છે? આવી જ એક ઘટના પૂર્વ જર્મનીમાંથી બહાર આવી છે જ્યાં અંતિમવિધિ પછી વ્યક્તિની યાદમાં રાખવામાં આવતી પાર્ટીમાં લોકોને ચરસ સાથે કેક પીરસવામાં આવી હતી, જેના કારણે તમામ લોકો નશામાં ધૂત હતા.

જર્મન પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે એક વ્યક્તિના અંતિમ સંસ્કાર પછી શોક સભામાં ભાગ લેનારા લોકો કોફી અને કેક ખાવા રેસ્ટોરન્ટમાં ગયા હતા. આ સમય દરમિયાન તેને એક ચરસ કેક પીરસાઇ હતી, ત્યારબાદ ત્યાં હાજર તમામ લોકો નશામાં ધૂત થઇ ગયા હતા. 13 લોકોની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેમને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Video: મોબાઇલમાં જોતાં જોતાં રેલવેના પાટા પર પડી મહિલા, તરત જ આવી ટ્રેન અને...આ કેસની તપાસમાં જર્મન પોલીસને જાણવા મળ્યું કે તે રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીએ તેની 18 વર્ષની પુત્રીને કેક બનાવવાનું કામ સોંપ્યું હતું. તેણે કેક બનાવીને ફ્રીઝરમાં મૂકી દીધી, જ્યારે કર્મચારીની પત્ની ફ્રીઝરમાંથી કેક લાવવા ગઈ ત્યારે તેને ખોટી કેક મળી. રેસ્ટોરન્ટના કર્મચારીની પુત્રીએ આ કેક કોઇ અન્ય પ્રસંગ માટે બનાવી હતી.

આ કેસમાં પોલીસ હજુ 18 વર્ષીય યુવતીની પૂછપરછ કરી રહી છે. આ કેસ ઓગસ્ટ મહિનાનો છે પરંતુ તે હવે જાહેર કરાયો છે.
First published: November 2, 2019, 1:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading