Home /News /national-international /German Navy Chief Resigns: જર્મનીના નેવી પ્રમુખ ભારતમાં શું બોલી ગયા, કે તેમને પોતાના દેશ પહોંચતા જ રાજીનામું આપવું પડ્યું? કહ્યું- ‘ભૂલ’ થઈ ગઈ
German Navy Chief Resigns: જર્મનીના નેવી પ્રમુખ ભારતમાં શું બોલી ગયા, કે તેમને પોતાના દેશ પહોંચતા જ રાજીનામું આપવું પડ્યું? કહ્યું- ‘ભૂલ’ થઈ ગઈ
જર્મનીના નેવી પ્રમુખ કે અચિમ શોએનબેક (Kay-Achim Schonbach)ને ભારતમાં આપેલા એક નિવેદનને કારણે રાજીનામું આપવું પડ્યું છે. (Image credit- ANI)
German Navy Chief Resigns: જર્મની (Germany)ના નેવી ચીફ (Navy Chief) કે અચિમ શોએનબેક (Kay-Achim Schonbach)ને ભારત (India)માં આપેલા એક નિવેદનને કારણે રાજીનામું આપવું પડ્યું છે. શોએનબેક તાજેતરમાં જ નવી દિલ્હીની મુલાકાતે હતા અને આ દરમ્યાન એક કાર્યક્રમમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પ્રશંસા કરી નાખી.
નવી દિલ્હી. જર્મની (Germany)ના નેવી ચીફ (Navy Chief) કે અચિમ શોએનબેક (Kay-Achim Schonbach)ને ભારત (India)માં આપેલા એક નિવેદનને કારણે રાજીનામું આપવું પડ્યું છે. શોએનબેક તાજેતરમાં જ નવી દિલ્હીની મુલાકાતે હતા અને આ દરમ્યાન એક કાર્યક્રમમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પ્રશંસા કરી નાખી. નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમ્યાન શોએનબેકે કહ્યું હતું કે યુક્રેન ક્યારેય ક્રીમિયાને પાછું નહીં મેળવી શકે. તેમણે કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) વધુ સન્માનના હકદાર છે અને પુતિનને યુક્રેન મામલે સન્માન આપવામાં આવવું જોઈએ.
યુક્રેન ક્યારેય નાટો સદસ્ય નહીં બની શકે
જર્મનીના નેવી પ્રમુખ શોએનબેકને સ્વદેશ પાછા ફરતાં જ રાજીનામું આપી દેવું પડ્યું હતું. તેમણે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં રશિયા સાથેના સંબંધોને પ્રોત્સાહન આપવાની પણ વાત કરી હતી. આ ઉપરાંત, તેમણે એવું પણ કહ્યું હતું કે યુક્રેન (Ukraine) નાટોનો સભ્ય નહીં બની શકે.
ઉલ્લેખનીય છે કે આ સમયે રશિયા અને યુક્રેન વચ્ચે ભારે તણાવ (Ukraine Russia Conflict) છે અને રશિયાએ પોતાના એક લાખથી વધુ સૈનિકોને યુક્રેન બોર્ડર પર તૈનાત કર્યા છે. પશ્ચિમી યુરોપ અને અમેરિકા રશિયાના આ પગલાંનો વિરોધ કરી રહ્યા છે. શોએનબેકે પોતાના દેશથી વિપરીત નિવેદન આપ્યું જેને લીધે તેમને રાજીનામું (German Navy Chief Resigns) આપવું પડ્યું.
જર્મન નેવી ચીફ ભારતીય થિંક ટેન્ક આઈડીએસએના એક કાર્યક્રમમાં શુક્રવારે બોલી રહ્યા હતા. તેમણે કટાક્ષભર્યા સ્વરમાં કહ્યું, ‘શું રશિયા ખરેખર યુક્રેનના નાનકડા ભાગ પર કબજો કરવા માગે છે? ના, મને લાગે છે કે આ બકવાસ છે. મને લાગે છે કે પુતિન આવું જાણી જોઈને કરી રહ્યા છે. પુતિન જાણે છે કે તેઓ આમ કરી શકે છે. તેમણે કહ્યું કે ખરેખર તો પુતિન યુક્રેન સંકટ મામલે આદરને પાત્ર છે.’
જો કે, શોનબેકે તેમના નિવેદનને ‘ભૂલ’ તરીકે ગણાવ્યું હતું, પરંતુ તેમને માફ કરવામાં આવ્યા ન હતા. ટ્વિટર પર જર્મન નેવીના વડાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલના બાયોમાં 'વર્તમાનમાં ખાલી' અપડેટ કરવામાં આવ્યું છે અને શોનબેકનો ફોટો દૂર કરવામાં આવ્યો છે. હાલમાં જર્મન નેવી ચીફનું પદ ખાલી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર