નવી દિલ્હી: ધરતી પર હાલના દિવસોમાં એક નવો ખતરો મંડરાઈ રહ્યો છે. સૂર્ય પર થયેલા કેટલાય શક્તિશાળી વિસ્ફોટે ધરતી માટે ભયાનક પરિણામ લાવી શકે છે. સૂર્ય પર થયેલા એક્સ ક્લાસ સોલર ફ્લેયર એટલે કે, સૂર્ય પર થયેલ વિસ્ફોટથી ધરતીને કોઈ ખાસ અંતર નથી પડ્યું. પણ હવે આવી રહ્યો છે જિયોમેગ્નિટેક તોફાનની અસર ધરતી પર પડી શકે છે. અને તે મજબૂત તોફાન ધરતી પર આજે રાતે આવી શકે છે. આ અઠવાડીયાની શરુઆતમાં કેટલાય મધ્ય અને સૌર જ્વાળાઓના કારણે કોરોનલ માસ ઈજેક્શનનું વાદળ સૂર્યની પરત પરથી છોડ઼વામાં આવ્યું હતું જે, પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે.
જો તે ધરતી સાથે ટકરાશે તો, તેના ભયંકર પરિણામ આવી શકે છે. જો કે, રિપોર્ટમાં એવું પણ જણાવ્યું છે કે, કોઈ પણ સીએમઈ પૃથ્વી તરફ ઈશારો નથી કરતી. જેમ જેમ વાદળ નજીક આવતા જશે, તેમ તેમ સ્થિતી સ્પષ્ટ થઈ જશે. પૃથ્વી માટે ખતરાની વાત અને એટલા માટે સીએમઈ કણ ભારે માત્રામાં ચુંબકીય ઊર્જા લઈ આવશે. આ જ્યારે પૃથ્વીની ચારેતરફ અને મેગ્નેટોસ્ફીયરથી ટકરાય છે, તો મોટા પાયા પર ચુંબકીય પ્રવાહ હોઈ શકે છે. જેનાથી આજૂબાજૂના ઉપગ્રહ પ્રભાવિત થઈ શકે છે અને તેમાં રહેલા ઉપકરણોને પણ નુકસાન પહોંચાડી શકે છે. સાથે જ જો તેનાથી કોઈ ઉપગ્રહની કેન્દ્રીય સિસ્ટમ પર અસર થાય છે, તો તે દુર્ઘટનાનો શિકાર પણ થઈ શકે છે.
ધરતી માટે શું થઈ શકે છે નુકસાન
આ તોફાન ખાસ કરીને જો જી -5 શ્રેણી એટલે કે, મજબૂત હોય છે, તો તેનાથી જીપીએસને નુકસાન પહોંચાડી શકે છે. સાથે જ મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી પણ પ્રભાવિત થઈ શકે છે. સાથે જ પાવર ગ્રિડ ફેલ થવા જેવી સમસ્યા પણ ઊભી શકે છે.
એટલું જ નહીં તેને લઈને ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં પણ ખરાબી આવી શકે છે.પણ જો તે ફક્ત જી-1 શ્રેણીનું હશે, તો પછી બહું ચિંતાની વાત નથી.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર