Home /News /national-international /

Central Railway: રેલવેમાં જનરલ ટિકિટવાળાને મુસાફરી કરવાની મંજૂરી આપવાનું શરૂ, આ ચાર ટ્રેનમાં મળશે છૂટ

Central Railway: રેલવેમાં જનરલ ટિકિટવાળાને મુસાફરી કરવાની મંજૂરી આપવાનું શરૂ, આ ચાર ટ્રેનમાં મળશે છૂટ

અલબત્ત આ મંજૂરી કોરોનાની રસીના બંને ડોઝ લેનાર (Corona Vaccine) લોકોને જ મળી શકે છે (પ્રતિકાત્મક તસવીર)

Railway Ticket reservation - કોરોના મહામારીના કારણે દેશના ઘણા પ્રતિબંધ મૂકી દેવાયા હતા. જે અંતર્ગત ટ્રેનમાં પણ જનરલ ટિકિટ ધારકોની મુસાફરી પર લગામ લગાવી દેવાઈ હતી

મુંબઈ : પૂણે અને મુંબઇ (Pune-Mumbai) વચ્ચે દોડતી ચાર ટ્રેનોમાં આ મહિનાથી જનરલ ટિકિટ (General ticket) ધારકો પણ મુસાફરી કરી શકશે. આ બાબતે સેન્ટ્રલ રેલવે (Central Railway) દ્વારા નોટિફિકેશન (Notification) જાહેર કરવામાં આવી છે. સેન્ટ્રલ રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર 22 માર્ચથી જનરલ ટિકિટ ધારકો માટે આ રૂટ પર ચાર ટ્રેનોમાં જનરલ કોચ (General coaches in trains) મુકવામાં આવશે. આ કોચમાં ટિકિટના રિઝર્વેશન (Ticket reservation) કરાવ્યા વગરના મુસાફરો પણ મુસાફરી કરી શકશે.

પૂણે અને મુંબઇ વચ્ચે દોડતી 4 ટ્રેનોમાં ડેક્કન ક્વીન, સીએસએમટી-પૂણે ઇન્ટરસિટી, ઇન્દ્રયાની અને સિંહગઢ એક્સપ્રેસનો સમાવેશ થાય છે. જેમાંથી ડેક્કન-ક્વીન એક્સપ્રેસમાં 4 કોચ જનરલ ટિકિટ ધારકો માટે નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે સિંહગઢ એક્સપ્રેસમાં જનરલ ટિકિટ ધારકો માટે 6 કોચ હશે. અન્ય બે ટ્રેનોમાં આવા મુસાફરો માટે 3-3 કોચ નક્કી કરવામાં આવ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી (Corona Pandemic)ના કારણે દેશના ઘણા પ્રતિબંધ મૂકી દેવાયા હતા. જે અંતર્ગત ટ્રેનમાં પણ જનરલ ટિકિટ ધારકોની મુસાફરી પર લગામ લગાવી દેવાઈ હતી. માત્ર રિઝર્વેશન ટિકિટ ધરાવતા મુસાફરોને જ રેલ મુસાફરી કરવાની છૂટ હતી. હવે તો કોરોના સંક્રમણ (Corona Infection)નો વ્યાપ ઓછો થઈ ગયો છે, ત્યારે ધીમે ધીમે અલગ અલગ રૂટ પર જનરલ ટિકિટ ધારકોને મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી રહી છે. અલબત્ત આ મંજૂરી કોરોનાની રસીના બંને ડોઝ લેનાર (Corona Vaccine) લોકોને જ મળી શકે છે.

આ પણ વાંચો - Looteri Dulhan: કુંવારી બતાવીને કરતી હતી લગ્ન, પછી પતિને લૂટીને કરતી હતી બ્લેકમેઇલ, ઘણા લોકોને ઠગ્યા

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ રેલવેના અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે, રાજ્ય સરકારના નિર્દેશો પૂણે-મુંબઇ રેલ માર્ગ પરની જે ટ્રેનોમાં જનરલ ટિકિટવાળા મુસાફરોને મુસાફરીની સુવિધા આપવામાં આવી રહી છે ત્યાં પણ લાગુ થશે. આ નિયનો હેઠળ જનરલ ટિકિટ ફક્ત કોરોના રસીના બંને ડોઝ લેનાર મુસાફરોને જ આપવામાં આવે છે. આ ઉપરાંત યુનિવર્સલ પાસ ધરાવતા મુસાફરોને પણ ટિકિટ મળશે. રેલવે પોતાના તરફથી સરકારના આ નિયમો અને કાયદાઓમાં ફેરફાર ન કરી શકે.

હોળીના તહેવારો પર ખાસ ટ્રેન દોડાવશે સેન્ટ્રલ રેલવે

સેન્ટ્રલ રેલવેએ હોલીના અવસર પર મુંબઈના લોકોને ભેટ આપી છે. હોળીના તહેવર પર સેન્ટ્રલ રેલવે મુંબઈથી પૂણે સુધી 14 વધારાની ટ્રેનો દોડાવી રહી છે. સેન્ટ્રલ રેલવએ હોળીના પર્વ પર મુસાફરોની અનુકૂળ અને સરળ અવરજવર માટે મુંબઈ-મઉ, પુણે-કરમાલી, પનવેલ-કરમાલી અને મુંબઈ-દાનાપુર વચ્ચે 14 વધારાની વિશેષ ટ્રેનો દોડાવવાનું નક્કી કર્યું છે.
First published:

Tags: Corona latest news, Indian railways, Trains

આગામી સમાચાર