મહિલાઓ પર આર્મી ચીફનું 'વિવાદાસ્પદ' નિવેદન, ટ્વીટર યૂઝર્સે જતાવ્યો વિરોધ

News18 Gujarati
Updated: December 17, 2018, 4:16 PM IST
મહિલાઓ પર આર્મી ચીફનું 'વિવાદાસ્પદ' નિવેદન, ટ્વીટર યૂઝર્સે જતાવ્યો વિરોધ
સેના પ્રમુખ બિપિન રાવત (ફાઇલ ફોટો)

ટ્વીટર પર લોકોએ રાવતના નિવેદનને વિવાદાસ્પદ અને સેક્સિસ્ટ કહ્યું ઉપરાંત તેને દેશ માટે શરમજનક પણ ગણાવ્યું

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સેના પ્રમુખ જનરલ બિપિન રાવત દ્વારા સેનામાં મહિલાઓના કોમ્બેટ રોલ પર આપેલા નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ઘણો વિરોધ થઈ રહ્યો છે. ન્યૂઝ18ને આપેલા એક એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં જનરલ બિપિન રાવતે તેનું કારણ જણાવ્યું કે, મહિલાઓનું પહેલું કામ બાળકો ઉછેરવાનું છે અને ફ્રન્ટલાઇન પર તેઓ સહજ નહીં અનુભવે અને જવાનો પર કપડા બદલતી વખતે અંદર છૂપાઈને જોવાનો પણ આરોપ લગાવશે. એટલા માટે તેમને કોમ્બેટ રોલ માટે ભરતી ન કરવા જોઈએ.

રાવતે કહ્યું કે તેઓ સેનામાં મહિલાઓને કોમ્બેટ રોલ આપવા માટે તૈયાર છે પરંતુ કદાચ સેના તેના માટે તૈયાર નથી કારણ કે મોટાભાગના જવાન ગામના રહેવાસી છે અને તેઓ ક્યારેય નહીં ઈચ્છે કે કોઈ મહિલા તેમની આગેવાની કરે.

ટ્વીટર પર લોકોએ રાવતના નિવેદનને વિવાદાસ્પદ અને સેક્સિસ્ટ કહ્યું ઉપરાંત તેને દેશ માટે શરમજનક પણ ગણાવ્યું.First published: December 17, 2018, 2:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading