ત્રણેય સેના એક ટીમની જેમ કામ કરશે, અમે રાજકારણથી ખૂબ દૂર છીએ : CDS બિપિન રાવત

News18 Gujarati
Updated: January 1, 2020, 11:02 AM IST
ત્રણેય સેના એક ટીમની જેમ કામ કરશે, અમે રાજકારણથી ખૂબ દૂર છીએ : CDS બિપિન રાવત
સીડીએસ બિપિન રાવત.

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે જનરલ બિપિન રાવતે (Bipin Rawat)કહ્યુ કે, જે કામ સોંપવામાં આવ્યું છે તે પ્રમાણે કાર્યવાહી કરીશું.

  • Share this:
નવી દિલ્હી : જનરલ બિપિન રાવતને (General Bipin Rawat) દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (Chief of Defence Staff) તરીકે ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્રણેય સેનાના પ્રમુખ હાજર હતા. જનરલ રાવત બુધવારે એટલે કે આજે CDSનું પદ સંભાળશે. ગાર્ડ ઑફ ઑનર દરમિયાન થલ સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે, એર ચીફ માર્શલ રાકેશ કુમારસિંહ ભદૌરિયા અને નેવી પ્રમુખ કરમવિરસિંહ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સાઉથ બ્લૉકમાં ગાર્ડ ઑફ ઑનર પહેલા CDS રાવત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

જે બાદમાં પત્રકારો સાથે વાતચીત કરતા રાવતે કહ્યુ કે, 'ત્રણેય સેના એક ટીમના રૂપમાં કામ કરશે. ત્રણેય સેનાએ એકીકરણને વધારવું પડશે અને ઉત્તમ સંસાધનોની વ્યવસ્થા કરવી પડશે.' રાવતે કહ્યુ કે અમે કોઈ પણ દેશની કાર્યપ્રણાલીની નકલ નહીં કરીએ. એક સવાલના જવાબમાં બિપિન રાવતે કહ્યુ કે, અમે જે આયોજન કર્યું હોય તેને દુનિયા સમક્ષ જાહેર ન કરી શકાય.

રાજકીય પક્ષો તરફ ઝૂકાવના આક્ષેપ અંગે સીડીએસ જનરલ બિપિન રાવતે કહ્યુ કે, અમે રાજકારણથી ખૂબ દૂર છીએ. સત્તામાં જે સરકાર હોય છે તેના આદેશ હેઠળ કામ કરવાનું હોય છે.

CDS તરીકે પસંદ થયા

સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતની સોમવારે દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે પસંદગી કરવામાં આવી હતી. સીડીએસનું કામ સેના, નૌસેના અને વાયુસેનાના કામ વચ્ચે યોગ્ય તાલમેલ કરવાનું છે, તેમજ દેશની સૈન્ય તાકાતને વધારે મજબૂત કરવાનું છે. જનરલ રાવત 31મી ડિસેમ્બરથી આ પદ પર નિયુક્ત ગણાશે.

જનરલ રાવતે 31મી ડિસેમ્બર 2016ના રોજ જ સેનાનું પ્રમુખ પદ સંભાળ્યું હતું. તેઓ મંગળવારે સેવાનિવૃત્ત થયા હતા. સેના પ્રમુખ બન્યા પહેલા તેમણે પાકિસ્તાન સાથે જોડાયેલી નિયંત્રણ રેખા, ચીન સાથે જોડાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા અને પૂર્વોત્તરમાં અલગ અલગ જવાબદારી સંભાળી હતી.રક્ષા મંત્રાલયે કહ્યુ હતુ કે, 'સરકારે જનરલ રાવતને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે. જે 31મી ડિસેમ્બરથી નવા આદેશ સુધી પ્રભાવી રહેશે. જનરલ રાવતની સેવા અવધી 31મી ડિસેમ્બરથી ત્યાં સુધી વધારવામાં આવી છે જ્યાં સુધી તેઓ સીડીએસ ઓફિસમાં રહેશે.'
First published: January 1, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading