Home /News /national-international /ગેહલોત કેબિનેટ: 18 પહેલીવાર બનશે મંત્રી, નવા અને અનુભવી બંનેને મહત્વ

ગેહલોત કેબિનેટ: 18 પહેલીવાર બનશે મંત્રી, નવા અને અનુભવી બંનેને મહત્વ

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત (ફાઇલ તસવીર)

આજે 23 ધારાસભ્ય મંત્રીપદના શપથ લેશે. તેમાં 13 કેબિનેટ અને 10 રાજ્યમંત્રી સામેલ થશે

    ન્યૂઝ18 ગુજરાતી: રાજસ્થાનની અશોક ગેહલોત સરકારના મંત્રીમંડળની સમગ્ર તસવીર હવે સ્પષ્ટ થઈ ચૂકી છે. આજે 23 ધારાસભ્ય મંત્રીપદના શપથ લેશે. તેમાં 13 કેબિનેટ અને 10 રાજ્યમંત્રી સામેલ થશે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડેએ મંત્રી બનનારા ધારાસભ્યોને રવિવારે ફોન કરીને તેની માહિતી આપી છે. મંત્રી પદ માટે ફોન આવ્યા બાદ સંબંધિત ધારાસભ્યોના સમર્થકોઓ ઉજવણી કરવાની શરૂ કરી દીધી છે.

    સોમવારે શપથ લેનારા મંત્રીઓમાં બીડી કલ્લા, રઘુ શર્મા, શાંતિ ધારીવાલ, લાલચંદ કટારિયા, પ્રમોદ જૈન ભાયા, પરસાદીલાલ મીના, વિશ્વેન્દ્રસિંહ, હરીશ ચૌધરી, રમેશ મીના, માસ્ટર ભંવરલાલ, પ્રતાપસિંહ ખાચરિયાવાસ, ઉદયલાલ આંજના અને સાલેહ મોહમ્મદ સામેલ છે.

    આ ઉપરાંત ગોવિંદસિંહ ડોટાસરા, મમતા ભૂપેશ, અર્જુન બામણિયા, ભંવરસિંહ ભાટી, સુખરામ બિશ્નોઈ, અશોક ચાંદના, ટીકારમા જુલી, ભજનલાલ જાટવ, રાજેન્દ્ર યાદવ અને સુભાષ ગર્ગ પણ સોમવારે મંત્રી પદના શપથ લેશે.

    મંત્રી પદના શપથ લેવા જઈ રહેલા આ ધારાસભ્યોમાંથી બીડી કલ્લા, શાંતિ ધારીવાલ, પ્રમોદ જૈન ભાયા, પરસાદીલાલ મીના અને માસ્ટર ભંવરલાલ પહેલા પણ ગેહલોત સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. બીજી તરફ, હરીશ ચૌધરી સંગઠનમાં અનેક મહત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Ashok Gehlot, Sachin pilot, કોંગ્રેસ, રાજસ્થાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन