Home /News /national-international /

ઈન્સ્ટાગ્રામ લાઈવ સમયે ગાઝાનો વિસ્ફોટ કેમેરામાં થયો કેદ

ઈન્સ્ટાગ્રામ લાઈવ સમયે ગાઝાનો વિસ્ફોટ કેમેરામાં થયો કેદ

હુમલાની ઘટના લાઇવ વીડિયોમાં કેદ.

બુધવારે સવારે ગાઝાન્સે રિપોર્ટ આપ્યો હતો કે તેમના ઘર હલી રહ્યા છે અને આકાશમાં ઈઝરાયલ અટેકના કારણે લાઈટ જોવા મળી રહી છે.

નવી દિલ્હી:  હાલ ઇઝરાયેલ અને પેલેસ્ટાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. જેમાં પેલેસ્ટાઇનના આતંકવાદીઓએ ગાઝાથી ડઝન જેટલા રોકેટ છોડ્યા હતા. જ્યારે ઈઝરાયલે મંગળવારે તેમના પર એરસ્ટ્રાઈક કરી હતી. આ હવાઈ હુમલાને કારણે યરુશલેમમાં તણાવ વધી ગયો છે અને પવિત્ર શહેરમાં એક પ્રતિષ્ઠિત મસ્જિદમાં અથડામણ થઈ છે. આ હવાઈ હુમલામાં ગાઝામાં 24 લોકોનાં મૃત્યું થયા છે, જેમાં 9 બાળકો શામેલ છે. આ હુમલામાં યરુશલેમ અને વેસ્ટ બેન્કમાં 24 કલાકમાં 700 લોકોને ઈજા થઈ છે. જેમાંથી અત્યારે 500 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઈઝરાયલની સેનાએ કહ્યું કે, આ રોકેટ હુમલામાં 6 ઈઝરાયલના નાગરિકોને ઈજા થઈ છે.

ગઈ વખતની જેમ આ વખતે પણ ઈસ્લામ, યહૂદી અને ઈસાઈ ધર્મના પ્રમુખ પવિત્ર સ્થળ યરુશલેમ પરસ્પર વિરોધી દાવાઓથી ભડક્યું હતું. ઈઝરાયલ અને પેલેસ્ટાઇનની રાષ્ટ્રીય અને ધાર્મિક કથા આ શહેરના મૂળ સાથે જોડાયેલી છે, જેના કારણે આ પ્રકારની હિંસા થાય છે.

આ પણ વાંચો: સુરત: પૈસાની લેતીદેતીમાં લોહીયાળ મારામારીનો Live વીડિયો, બે લોકોને જમીન પર ઢાળી દીધા

બંને પક્ષો વચ્ચે તણાવ એટલો વધી ગયો છે કે ગાઝામાં લાઈવ વીડિયો સમયે એક વિસ્ફોટ થયો, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો ક્લિપ લાઈવ શોનો એક ભાગ છે, જેને લંડનની એક કોમેડિયન માયા હુસૈન હોસ્ટ કરી રહી હતી. ગાઝાની પરિસ્થિતિ પર લાઈવ શોમાં ડિસ્કશન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે એક વિસ્ફોટ થયો અને તે કેમેરામાં કેપ્ચર થયો. આ વિસ્ફોટની પરિસ્થિતિ ચાર યૂઝર લાઈવ સ્ટ્રીમિંગ પર જોવે છે. લાઈવ ચેટમાં જે ચાર લોકોએ ભાગ લીધો હતો, તે લોકોમાંથી એક વ્યક્તિના ઘરની બાજુમાં આ વિસ્ફોટ થયો હતો.

આ પણ વાંચો: રાજકોટ: પ્રેમિકા સાથે ઝઘડો થતા પ્રેમીએ તેણીની કપડાં બદલતી તસવીરો વહેતી કરી દીધી

વીડિયો શેર કરીને લખવામાં આવ્યું કે, “દરેક વ્યક્તિ જાગો! ગાઝામાં વિસ્ફોટ થઈ રહ્યા છે! પેલેસ્ટાઇનમાં આપણા નાગરિક સુરક્ષિત નથી! તે લોકો સૂતા નથી! તેમને આપણી મદદની જરૂર છે! આ દરેક વ્યક્તિ સાથે શેર કરો! આપણે બધાએ સાથે રહેવાની જરૂર છે!”
View this post on Instagram


A post shared by Maya Hussein (@mayahussein)
બુધવારે સવારે ગાઝાન્સે રિપોર્ટ આપ્યો હતો કે તેમના ઘર હલી રહ્યા છે અને આકાશમાં ઈઝરાયલ અટેકના કારણે લાઈટ જોવા મળી રહી છે. હમાસ અને ઈસ્લામિક જિહાદ દ્વારા રોકેટ છોડવામાં આવ્યા અને ઈઝરાયલી એર ડિફેન્સે તેને રોકવા માટે મિસાઈલો છોડી હતી. ઈઝરાયલયના લોકો આશ્રય માટે 70 કિમી (45 miles) દૂર ફૂટપાથ પર પહોંચ્યા હતા. ઈઝરાયલે કહ્યું કે પેલેસ્ટાઇન આતંકવાદીઓએ 100થી વધુ રોકેટ છોડ્યા હતા.

આ પણ વાંચો: સુરત: અસામાજિક તત્વોની દાદાગારી આવી સામે, બાઇક સવાર યુવકને જાહેરમાં ફટકાર્યો, વીડિયો વાયરલ

પવિત્ર રમઝાન મહિના દરમિયાન યરુશલેમમાં તણાવ જોવા મળી રહ્યો છે. ઈઝરાયલ પોલીસ અને પેલેસ્ટાઇન પ્રદર્શનકારીઓ વચ્ચે અલ-અક્સા મસ્જિદની આસપાસ હિંસા સર્જાઈ હતી.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Airstrike, Israel, Palestine, હુમલો

આગામી સમાચાર