Home /News /national-international /એક અનોખુ ગામ જ્યાં 108 વર્ષમાં એકપણ FIR નથી નોંધાઈ, લોકોએ પોલીસ સ્ટેશન પણ નથી જોયું

એક અનોખુ ગામ જ્યાં 108 વર્ષમાં એકપણ FIR નથી નોંધાઈ, લોકોએ પોલીસ સ્ટેશન પણ નથી જોયું

Bankat Village Gaya: નાની નાની બાબતે એકબીજા સાથે ઝઘડો થાય અને મામલો પોલીસ સ્ટેશનથી કોર્ટ સુધી પહોંચી જાય છે. જોકે, બિહારના એક ગામના લોકોએ છેલ્લા 108 વર્ષમાં એક પણ FIR નોંધાઈ નથી. ચોક્કસ 21મી સદીમાં બિહારનું આ ગામ આખા દેશને એક સંદેશ આપી રહ્યું છે. વાસ્તવમાં અમે ગયા જિલ્લાના અમાસ બ્લોકના બનકટ ગામની વાત કરી રહ્યા છીએ.1914માં વસેલા આ ગામનો ઈતિહાસ 108 વર્ષનો છે.

Bankat Village Gaya: નાની નાની બાબતે એકબીજા સાથે ઝઘડો થાય અને મામલો પોલીસ સ્ટેશનથી કોર્ટ સુધી પહોંચી જાય છે. જોકે, બિહારના એક ગામના લોકોએ છેલ્લા 108 વર્ષમાં એક પણ FIR નોંધાઈ નથી. ચોક્કસ 21મી સદીમાં બિહારનું આ ગામ આખા દેશને એક સંદેશ આપી રહ્યું છે. વાસ્તવમાં અમે ગયા જિલ્લાના અમાસ બ્લોકના બનકટ ગામની વાત કરી રહ્યા છીએ.1914માં વસેલા આ ગામનો ઈતિહાસ 108 વર્ષનો છે.

વધુ જુઓ ...
  ગયા. નાની નાની બાબતે એકબીજા સાથે ઝઘડો થાય અને મામલો પોલીસ સ્ટેશનથી કોર્ટ સુધી પહોંચી જાય છે. જોકે, બિહારના એક ગામના લોકોએ છેલ્લા 108 વર્ષમાં એક પણ FIR નોંધાઈ નથી. ચોક્કસ 21મી સદીમાં બિહારનું આ ગામ આખા દેશને એક સંદેશ આપી રહ્યું છે. વાસ્તવમાં અમે ગયા જિલ્લાના અમાસ બ્લોકના બનકટ ગામની વાત કરી રહ્યા છીએ.

  1914માં વસેલા આ ગામનો ઈતિહાસ 108 વર્ષનો છે. હાલમાં ગામની વસ્તી 250 જેટલી છે, પરંતુ આજે પણ અહીંના લોકો પરસ્પર ભાઈચારાથી રહે છે. નાનો ઝઘડો થાય તો તેનો ઉકેલ પંચાયત દ્વારા કરવામાં આવે છે. અહીંના લોકોએ હજુ સુધી પોલીસ સ્ટેશને જવું પડે તેવી પરિસ્થિતિનો સામનો નથી કર્યો. આ જ કારણ છે કે ગામના લોકોએ પોલીસ સ્ટેશન અને કોર્ટ નથી જોઈ. બનકટ ગામ માટે પંચાયતનો નિર્ણય આખરી છે.

  આ પણ વાંચોઃ 3 વર્ષના બાળકે તેની મમ્મી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી કહ્યું- તે મારી ચોકલેટ ચોરી કરે છે, ‘તેને જેલમાં પૂરી દો’

  આમસ બ્લોક ગયા હેડક્વાર્ટરથી 8 કિમી દૂર આવેલું આ બનકટ ગામ સંપૂર્ણપણે ગુના મુક્ત છે. આ ગામમાં મુખ્યત્વે યાદવ, ચંદ્રવંશી અને મહાદલિત સમાજના લોકો રહે છે, પરંતુ બધા એકતામાં રહે છે. તેઓ સુખ-દુઃખમાં એકબીજાનો સહારો બને છે, જે ગામની સુંદરતા છે. પરિણામે આ ગામ જિલ્લાના અન્ય ગામો માટે એક દાખલો બેસાડી રહ્યું છે કે તમે પણ પરસ્પર ભાઈચારાથી રહેશો તો સુખી થશો.

  ઘણી પેઢીઓ વીતી જવા છતાં પણ કેસ નોંધાયો નથી


  વૃદ્ધ ઉપેન્દ્ર યાદવ અને દૂધેશ્વર યાદવે જણાવ્યું કે આ ગામના લોકો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. ગામમાં સરકારી યોજનાઓનો લાભ પણ લોકોને મળી રહ્યો છે. બાળકો માટેની શાળા, આંગણવાડી કેન્દ્ર, નળ જળ યોજના, નળી ગળી યોજના, રોડ યોજનાથી ગામો સંપૂર્ણ રીતે ખુશ છે. પોતાની વિશેષતાના કારણે આ ગામની જિલ્લામાં એક અલગ ઓળખ ઉભી થઈ છે. બે-ત્રણ પેઢીઓનો અંત આવ્યો પરંતુ આજદિન સુધી એક પણ વ્યક્તિ સામે ગુનો નોંધાયો નથી.

  પંચાયત જ બધું છે, આરોપીને મળે છે આર્થિક સજા-સ્થાનિક


  વડીલ રામદેવ યાદવે કહ્યું કે ગામમાં નાના-મોટા ઝઘડાઓ પંચાયત બેસીને ઉકેલાય છે. જો આરોપો સાબિત થાય છે, તો આરોપીને નાણાકીય દંડની સજા કરવામાં આવે છે. નિયત સમય મર્યાદામાં આરોપીએ દંડની રકમ સમાજને ચૂકવવાની હોય છે. જો આરોપી સમય મર્યાદામાં પૈસા ન ચૂકવી શકે તો તેનો બહિષ્કાર કરવામાં આવે છે. તેનું બધું ખાવા-પીવાનું બંધ થઈ જાય છે. જો કે આવી સ્થિતિ હજુ સુધી એકપણ આરોપી સામે આવી નથી. સમાજમાં ગ્રામજનો દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ જરૂરિયાતમંદ અથવા આર્થિક રીતે નબળા ગ્રામજનોને મદદ કરવા માટે કરવામાં આવે છે. આ સિવાય આર્થિક સજામાંથી મળેલી રકમનો ઉપયોગ જરૂરિયાતમંદોની સારવાર કે લગ્ન માટે કરવામાં આવે છે.
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Bihar News, Crime news, એફઆઇઆર

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन