અસંખ્ય રાઉન્ડ ફાયરિંગ અને 10 લાખના ઈનામી ઝોનલ કમાન્ડર સહિત 3 નક્સલી ઠાર! જાણો એન્કાઉન્ટરની પૂરી કહાણી

પ્રતીકાત્મક તસવીર

10 લાખનો ઈનામી અને કુખ્યાત નક્સલી ઝોનલ કમાન્ડર આલોક યાદવ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

 • Share this:
  અરૂણ ચૌરસિયા, ગયાઃ બિહાર (Bihar)ના ગયામાં પોલીસે એન્કાઉન્ટર (Police Encounter)માં 10 લાખના ઈનામી એક કુખ્યાત નક્સલી સહિત ત્રણ નક્સલીઓને ઠાર માર્યા છે. મળતી માહિતી મુજબ આ પહેલા નક્સલીઓએ ફરી એકવાર મોટા હુમલાને અંજામ આપતા બે લોકોની હત્યા કરી દીધી હતી, ત્યારબાદ પોલીસે તેમનું એન્કાઉન્ટર કર્યું છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, નક્સલી સંગઠનના ઇન્દલ ગ્રુપે ગત રાત્રે બારાચટ્ટીના મહુઆરીમાં નગરપુરડીહમાં વીરેન્દ્ર યાદવ અને તેના એક સહયોગીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટનાની સૂચના પર સર્ચમાં ઓપરેશન હાથ ધરી રહેલી બારાચટ્ટી પોલીસ અને કોબ્રા 205 કંપનીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી નક્સલીઓની ઘેરાબંધી કરી. ત્યારબાદ બંને તરફથી અસંખ્ય રાઉન્ડ ફાયરિંગ થયું, જેમાં ઝારખંડ સરકારે જાહેર કરેલા 10 લાખના ઈનામી ઝોનલ કમાન્ડર આલોક યાદવ (Alok Yadav)ને ઘટનાસ્થેળ જ ઠાર મારવામાં આવ્યો છે. આ ઉપરાંત બે અન્ય નક્સલીઓ પણ ઘાયલ થયા બાદ ભાગી ગયા હતા. જોકે બાદમાં પોલીસ તે બંનેની પણ લાશો મળી આવી હતી.

  આ પણ વાંચો, નગરોટા એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા આતંકીઓને મળી હતી કમાન્ડો ટ્રેનિંગ, 30 KM ચાલીને ભારતમાં ઘૂસ્યા હતા

  મળતી જાણકારી મુજબ, એન્કાઉન્ટર દરમિયાન એક પોલીસકર્મી અને બે અન્ય ગ્રામીણ પણ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે એનએમસીએચમાં દાખલ કરવામાં આવ્યા છે. મૂળે, એન્કાઉન્ટરની આ ઘટના મહુઆરીના એ સ્થળે થઈ જ્યાં છઠ મહાપર્વના અવસરે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું હતું.

  એસએસપી રાજીવ મિશ્રાએ જણાવ્યું કે એક નક્સલી આલોકની લાશ જપ્ત કરવામાં આવી છે, જ્યારે બે અન્ય નક્સલી ઘાયલ થયા બાદ ભાગી ગયા હતા. પોલીસે તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારબાદ તે બંનેની લાશો પણ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી એક AK-47 અને એક ઇન્સાસ રાઇફલની સાથે અનેક કારતૂસ અને અન્ય વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. સુરક્ષાદળો તરફથી હજુ પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

  આ પણ વાંચો, Bharti Singh બાદ પતિ હર્ષ લિમ્બાચિયાની NCBએ કરી ધરપકડ, 18 કલાકની પૂછપરછ બાદ કાર્યવાહી

  ઉલ્લેખનીય છે કે, નક્સલીઓએ જે વીરેન્દ્ર યાદવની હત્યા કરી છે, તેઓ અને તેમનો પરિવાર નક્સલીઓના નિશાન પર શરૂઆતથી જ રહ્યો છે. થોડા વર્ષો પહેલા વીરેન્દ્ર યાદવના ભાઈની હત્યા નક્સલીઓએ સાસારામ વિસ્તારમાં કરી હતી અને તે પોતે નક્સલીઓના ભયથી પોતાનું ગામ છોડીને બારાચડ્ડી શહેરમાં રહેતા હતા, પરંતુ છઠ મહાપર્વના અવસરે તેઓ પોતાના ગામ આવ્યા હતા. નક્સલીઓએ એક સહયોગી સાથે તેમની હત્યા કરી દીધી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: