ન્યૂઝ18 ગુજરાતી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બિહારમાં બે જાહેરસભાને સંબોધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના જમુઇમાં સભા સંબોધતાં વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ ફરી એક વખત વિરોધી પાર્ટીઓને મહામિલાવટી ગણાવી છે. તેમણે કહ્યું કે, મહામિલાવટી પાર્ટી સેના પાસેથી આતંક પર પ્રહારના પુરાવા માગી રહ્યાં છે.
તેમણે કહ્યું કે, દેશમાં કેટલાક મિલાવટી નેતા પાકિસ્તાનની ભાષા બોલે છે. આ લોકોએ સમજોતા બ્લાસ્ટ જેવી આતંકવાદી ઘટનામાં પાકિસ્તાનની ભૂમિકાને ખતમ કરી 'હિંદુ આતંકવાદ' શબ્દનું ગઠન કર્યું. નક્સલીઓને સમર્થન આપનારા પણ આ લોકો જ છે. પીએમ મોદીએ કહ્યું કે, અમે દેશમાં હિંસાને પ્રોત્સાહન આપનારી આ માનસિકતાને દૂર કરીશું.
બિહારના જમુઇ બાદ પીએમ મોદી ગયા પહોંચ્યા હતા. જ્યાં જાહેરસભા સંબોધતાં પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક મિલાવટી નેતા પાકિસ્તાનની ભાષા બોલે છે. સાથે જ તેમણે કહ્યું કે, વધેલા કામ પણ હું જ પૂરા કરીશ. દુનિયાના લોકો ચોકીદારને આશીર્વાદ આપી રહ્યાં છે. મહામિલાવટી લોકો ચોકીદારથી હેરાન છે.
પીએમ મોદીએ કહ્યું કે, કામ કરનારાઓથી મહામિલાવટી લોકોને નફરત થાય છે. સાથે જ તેમણે કહ્યું કે, ખેડૂતોના ખાતામાં પહેલો હપ્તો આવી ગયો છે.
બિહારની નીતિશ સરકારને અભિનંદન આપતાં પીએમ મોદીએ કહ્યું કે, દરેક ઘરે વીજળી પહોંચાડવી કોઇ મજાક વાત નથી. બિહારમાં બહાર લાવવાના પ્રયાસો એનડીએ સરકાર કરી રહી છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર