શુક્રવારે શિવાની સલૂન પર એકલી હતી. અને તે દરમિયાન જ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી. જેનો આરોપ આરીફ પર લાગ્યો છે. શિવાની એક ટિકટૉક સ્ટાર હતી. અને તે ટિકટૉક પર ખૂબ જ સક્રિય રહેતી હતી. તેણે પોતાના અનેક વીડિયો ટિકટૉક પર શેર કર્યા છે. તેની હત્યાના કેસમાં પોલીસે આરોપી આરીફની ધરપકડ કરી છે.
શિવગંજ ગામમાં એક જ પરિવારાન 6 સભ્યો સાથે ગામના જ કેટલાક અસામાજિક તત્વોએ મારપીટ કરી.
ગયા : એક બાજુ જ્યારે વૈશ્વિક મહામારી કોરોનાથી લોકો પોતાનો જીવ બચાવવાની કોશિસમાં લાગેલા છે, ત્યારે લકડાઉનમાં કેટલાક ગુંડાતત્વોની હેવાનીયતના મામલા પણ સામે આવી રહ્યા છે. આવો જ એક મામલો ગયાના મગધ વિશ્વવિદ્યાલય પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો, જ્યાં શિવગંજ ગામમાં એક જ પરિવારાન 6 સભ્યો સાથે ગામના જ કેટલાક અસામાજિક તત્વોએ મારપીટ કરી.
આટલું જ નહી આ લોકોએ એક 9 મહિનાના માસૂમ બાળક સાથે પણ ક્રૂરતા કરી અને આ બાળકના હાથની ત્રણ આંગળીઓના નખ ઉખાડી નાખ્યા. દર્દથી પીડાઈ રહેલી માસૂમ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આ ઘટનામાં બે મહિલા બે પુરૂષ અને બે માસૂમ બાળકોને ગુંડાતત્વોએ નિશાન બનાવ્યા. આ તમામની હાલમાં સારવાર ચાલી રહી છે.
શું છે પૂરો મામલો
ઉલ્લેખનીય છે કે, પીડિત પરિવારે કોઈની પાસેથી જમીન ખરીદી હતી, જેની માપણી થઈ ગઈ હતી. પરંતુ ગુંડાતત્વો દ્વારા ઉક્ત જમીનની અવેજીમાં વધારાના પૈસા માંગવાનું શરૂ કરવામાં આવ્યું. જે પીડિત પરિવારે આપવાની ના પાડી દીધી. ત્યારબાદ ગુંડાતત્વોએ દારૂના નશામાં આ પરિવાર પર ક્રૂરતાથી હુમલો કરી દીધો.
ઘાયલોએ જણાવી ક્રૂરતાની કહાની
પીડિતા સુનિતા દેવી અને રામખેલાવન યાદવે જણાવ્યું કે, ગામના જ સંતોષ, રંજન અને પ્રમોદ સહિત 10ની સંખ્યામાં રહેલા અસમાજિકતત્વોએ ઘરમાં ઘુસી મારપીટ કરી સાથે અમારા બાળકોને પણ નિર્દયતાથી ઈંટથી માથા પર માર્યું. તો મારી 9 મહિનાની બાળકીના હાથની ત્રણ આંગળીમાંથી ખેંચી નખ ઉખાડી નાખ્યા.
તમામ આરોપી ફરાર
આ ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી આવી. ત્યારબાદ ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તો આ બાજુ તમામ આરોપી ફરાર થઈ ગયા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર