મહેણાંથી કંટાળી સમલૈંગિકનો આપઘાત, લખ્યુ- ભગવાન ભારતમાં કોઈને 'ગે' ન બનાવીશ

News18 Gujarati
Updated: July 10, 2019, 1:14 PM IST
મહેણાંથી કંટાળી સમલૈંગિકનો આપઘાત, લખ્યુ- ભગવાન ભારતમાં કોઈને 'ગે' ન બનાવીશ
અવિંશૂ પટેલની ફાઇલ તસવીર (ફેસબુક એકાઉન્ટથી)

ચેન્નાઈની બીચ પર તરતી મળી અવિંશૂ પટેલની લાશ, 1750 શબ્દોની સુસાઇડ નોટ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : મુંબઈમાં રહેનારા અવિંશૂ પટેલે સમાજથી કંટાળીને આત્મહત્યા કરી દીધી છે. તેણે પોતાની સુસાઇડ નોટમાં લખ્યું કે લોકો તેમને મહેણાંટોણાં મારતા હતા. તેને અનેક પ્રકારની માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવતો હતો. તેથી તેણે આત્મહત્યાનો રસ્તો પસંદ કર્યો. તેણે લખેલા પત્રમાં કોઈને જવાબદાર નથી ઠેરવ્યા, પરંતુ સાથોસાથ તેણે અંગ્રેજી અને હિન્દી બંનેમાં ફેસબુક પર લાંબી સુસાઇડ નોટ લખી છે.

બીચ પર તરતી મળી હતી લાશ

ચેન્નઈની નીલંકરઈ બીચ પર 3 જુલાઈએ એક નવયુવકની લાશ મળી. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ વ્યક્તિનું નામ અવિંશૂ પટેલ છે. તેની ઉંમર લગભગ 20 વર્ષ છે. તે ચેન્નઈના સ્પામાં કામ કરે છે. પોલીસે જણાવ્યું કે અવિંશૂએ બીચમાં કૂદીને જીવ આપી દીધો હતો. પોલીસ મુજબ, અવિંશૂના મિત્રો સાથે પૂછપરી કરવા અને તેના દ્વારા ફેસબુક પર લખવામાં આવેલી પોસ્ટથી એ સ્પષ્ટ થાય છે કે અવિંશૂ સમલૈંગિક હતો. એ કારણે તે માનસિક રીતે પરેશાન રહેતો હતો. તે મુંબઈનો રહેવાસી હતો. એક મહિના પહેલા જ ચેન્નઈમાં નોકરી માટે આવ્યો હતો.1750 શબ્દોની સુસાઇડ નોટ- મને છક્કો કહીને બોલાવતા હતા

અવિંશૂએ સોશિયલ મીડિયામાં 1750 શબ્દોની સુસાઇડ નોટ લખી છે. તેમાં તેણે ઘણી ગંભીર વાતો લખી છે. તેણે લખ્યું કે, મારું શરીર છોકરાનું છે, પરંતુ હું છોકરી જેઓ છું. છોકરીઓની જેમ બોલું છું. છોકરીઓની જેમ વર્તન કરું છું. તમામ લોકો મને જુએ છે. મેં અનેકવાર પ્રયાસ કર્યો કે આવું ન કરું. પરંતુ તે નૈસર્ગિક છે, સ્વાભાવિક છે. તેમાં મારી શું ભૂલ છે કે હું ગે છું.પરિવારે બળજબરીથી લગ્ન કરાવ્યા હતા

અવિંશૂના મિત્રો એન તેની સુસાઇડ નોટથી જાણી શકાય છે કે હાલમાં જ તેના બળજબરીથી લગ્ન કરવામાં આવ્યા હતા. અવિંશૂ લખે છે કે મારી પાર્ટનર મને ખોટું સમજે છે. પરંતુ હું તેની સાથે અસહજ અનુભવું છું. પરંતુ અનેકવાર મને તે તમામ કાક કરવાનું મન થાય છે જે તે કરે છે.

આ પણ વાંચો, સુરતમાં બાળકો ન થતા પતિએ ભૂવા પાસે ડામ અપાવતા પત્નીનો આપઘાત
First published: July 10, 2019, 1:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading