Home /News /national-international /સમલૈંગિક વકીલે સરકાર સામે ઉઠાવ્યા સવાલ, કહ્યું -"શબ્દોનું અર્થઘટન તમામ જાતિઓ માટે અલગ અલગ હોય"

સમલૈંગિક વકીલે સરકાર સામે ઉઠાવ્યા સવાલ, કહ્યું -"શબ્દોનું અર્થઘટન તમામ જાતિઓ માટે અલગ અલગ હોય"

ન્યાયતંત્રમાં મોટાભાગે ઉચ્ચ જાતિ અને વિજાતીય ન્યાયાધીશો

સમલૈંગિક વકીલ સૌરભ ક્રિપાલ આ દિવસોમાં ચર્ચામાં છે. દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે સુપ્રીમ કોર્ટના (Supreme Court) કોલેજિયમ દ્વારા સૌરભની ભલામણ કરવામાં આવી છે.

નવી દિલ્હી: પોતાની સમલૈંગિકતાનો ખુલ્લેઆમ સ્વીકાર કરનાર વરિષ્ઠ વકીલ સૌરભ ક્રિપાલે સરકારના વાંધાઓ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના કોલેજિયમે સૌરભને દિલ્હી હાઈકોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે. સરકારને સૌરભ ગે (સમલૈંગિક) હોવા સામે વાંધો છે. સરકારને લાગે છે કે, સૌરભ પક્ષપાતી બની શકે છે. અહીં, કોલકાતામાં સાહિત્યિક મીટ દરમિયાન સૌરભે કહ્યું કે, દરેક ન્યાયાધીશનો કોઈને કોઈ પ્રકારનો દ્રષ્ટીકોણ હશે.

આ પણ વાંચો: આ રીતે સોશિયલ મીડિયામાં રોફ જમાવતા હો તો ચેતી જજો! પોલીસ રાખી રહી છે તમારી પર નજર

સૌરભ ક્રિપાલે કહ્યું કે, તમે એક ખાસ વિચારધારા સાથે જોડાયેલા હોવાથી તમે પક્ષપાતી છો એવું કહેવું યોગ્ય નથી અને આ કારણોસર ન્યાયાધીશોની નિમણૂક અટકાવવી જોઈએ નહીં. બેન્ચ પર વિવિધતાની જરૂરિયાત અંગે, સૌરભે જણાવ્યું હતું કે “હાલમાં ભારતીય ન્યાયતંત્ર મોટાભાગે ઉચ્ચ જાતિ અને વિજાતીય ન્યાયાધીશોથી બનેલું છે… આ બધામાં ચોક્કસ પ્રકારનો પૂર્વગ્રહ છે. આવી સ્થિતિમાં, ફક્ત એટલું જ કહેવું કે તમે કોઈ ચોક્કસ વિચારધારાના છો, તેથી તમે પાત્ર નથી.

કોલેજિયમ સિસ્ટમ પર કહ્યું- બહુમતી જજો અકબંધ રહે

આ દરમિયાન તેમણે કહ્યું કે, જ્યારે તેઓ બંધારણમાં કોઈ અસ્પષ્ટ શબ્દનું અર્થઘટન કરે છે, ત્યારે અનિવાર્યપણે તે ચોક્કસ શબ્દનો અર્થ સમૃદ્ધ ઉચ્ચ જાતિના પરિવારમાંથી આવતા વ્યક્તિ માટે અલગ હોય છે અને દલિત અને સ્ત્રી માટે અલગ હોય છે. કોલેજિયમ સિસ્ટમના સવાલ પર સૌરભ ક્રિપાલે કહ્યું કે, તમે જે પણ નવી સિસ્ટમ બનાવો છો, તે જરૂરી છે કે જજોની નિમણૂકમાં જજોની બહુમતી અકબંધ રહે.
First published:

Tags: Delhi High Court, Gay man, Supreme Court