ગંભીરનો કેજરીવાલ પર હુમલો કહ્યું,'CMની સાથે સાથે ટ્રાવેલ એજન્ટ પણ બની ગયા છે'

News18 Gujarati
Updated: May 4, 2019, 8:42 AM IST
ગંભીરનો કેજરીવાલ પર હુમલો કહ્યું,'CMની સાથે સાથે ટ્રાવેલ એજન્ટ પણ બની ગયા છે'
દિલ્હીના ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર અને અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર

પૂર્વ દિલ્હીના ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર વિશે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેઓ પોતાના વિસ્તારમાં સમય ફાળવી નહીં શકે અને વિદેશમાં જ વધારે સમય રહેશે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : દિલ્હી લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે. આ સાથે જ આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યાં છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીએ ગૌતમ ગંભીર પર નિશાન સાધ્યું છે અને તેમના વિશે આકરા સ્ટેટમેન્ટ આપી રહી છે. પાર્ટી રોજ ગંભીરને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પાછલા દિવસોમાં કેજરીવાલે કહ્યું હતું કે ગંભીર પોતાના મત વિસ્તારમાં કામ નહીં કરે શકે અને તે મોટાભાગનો સમય વિદેશમાં જ રહેશે. કેજરીવાલના આ નિવેદન બાદ ગંભીરે હુમલો કર્યો છે અને કહ્યું છે કે હવે કેજરીવાલ મુખ્ય મંત્રીની સાથે સાથે ટ્રાવેલ એજન્ટ પણ બની ગયા છે.

પૂર્વ દિલ્હીમાં એક ચૂંટણી સભાને ગજાવતા ગંભીરે કહ્યું, “હું 240 દિવસ દેશની બહાર રહીશ, મારા મુસાફરીનું આયોજન કેજરીવાલ પાસે છે. મને લાગે છે હવે કેજરીવાલ મુખ્યમંત્રીની સાથે સાથે ટ્રાવેલ એજન્ટ પણ બની ગયા છે. એવા ટ્રાવેલ એજન્ટ જેમે સાડા ચાર વર્ષ કઈ નથી કર્યુ અને લોકોનો ટ્રાવેલ પ્લાન બનાવી રહ્યાં છે. ” ગંભીરે લોકોને વચન આપ્યું કે જો તેમને વોટ આપવામાં આવશે તો તે લોકોનું કામ કરશે અને પૂર્વ દિલ્હીના લોકો માટે પૂરતો સમય ફાળવશે અને સતત પ્રજાની વચ્ચે રહેશે.

આ પણ વાંચો : દેશભક્તિનાં બણગાં ફૂંકનારાં અક્ષયે કહ્યું- મારી પાસે છે કેનેડિયન પાસપોર્ટ

પાછલા જિવસોમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ક્રિકેટ રમતાં લોકોએ રાજકારણમાં આવવું જોઈએ નહીં. તેમણે કહ્યું કે ગત ચૂંટણીમાં પૂર્વ દિલ્હીના મતદારોએ મહેશ ગિરીને જીતાડ્યા હતા પરંતુ તેમણે પાંચ વર્ષ સુધી પૂર્વ દિલ્હીના લોકોને પોતાનો ચહેરો પણ દેખાડ્યો નહીં. આ વખતે ભાજપે ગિરીના સ્થાને ગંભીરને ટિકિટ આપી છે. ગંભીર મોટા ભાગનો સમય બહાર જ રહેશે અને કોમેન્ટરી કરવા માટે વિદેશમાં જ ફરશે. આ સ્થિતિમાં પૂર્વ દિલ્હીમાં લોકોનું કામ કોણ કરશે?

ઉલ્લેખનીય છે કે આ વખતે આમ આદમી પાર્ટી દિલ્હીની તમામ સાત બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કેજરીવાલે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાના ભરપૂર પ્રયાસો કર્યા પરંતુ અનેક બેઠકો બાદ પણ બંને પક્ષ વચ્ચે કોઈ સામાન્ય મત સધાયો નહીં જેના કારણે દિલ્હીમાં લોકસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે.
First published: May 4, 2019, 8:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading