Home /News /national-international /

મુસીબતમાં ગૌતમ ગંભીર, ચૂંટણી પંચના આદેશ પર દિલ્હીમાં FIR દાખલ

મુસીબતમાં ગૌતમ ગંભીર, ચૂંટણી પંચના આદેશ પર દિલ્હીમાં FIR દાખલ

ગૌતમ ગંભીરની તસવીર

પૂર્વ દિલ્હીના ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર પર પરવાનગી વગર રેલી કરવાનો આરોપ છે.

    ન્યૂઝ 18 ગુજરાતી : પૂર્વ દિલ્હીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગૌતમ ગંભીર વિરુદ્ધ રિટર્નિંગ ઑફિસરે એફઆઈઆરના આદેશ આપ્યા છે. ગંભર પર પૂર્વ દિલ્હીમાં પરવાનગી વગર રેલી યોજવાનો આરોપ છે.

    દિલ્હી પોલીસે રિટર્નિંગ ઑફિસરની ફરિયાદના આધારે ગંભીર પર કેસ નોંધાવી દીધો છે. ગૌતમ ગંભીર વિરુદ્ધ ડીપી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસને ગૌતમ ગંભીર વિરુદ્ધ આચાર સંહિતના નિયમોનો ભંગ કરવાની ફરિયાદ મળી હતી.

    અગાઉ આમ આદમી પાર્ટીની પૂર્વ દિલ્હીની ઉમેદવાર આતિશી મર્લેનાએ ગૌતમ ગંભીર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આતિશીનો આક્ષેપ હતો કે ગૌતમ ગંભીર પાસે બે વોટર આઈડી કાર્ડ છે. આતિશીએ સેક્શન 155(2) અંતર્ગત તીસ હજારી કોર્ટમાં ગંભીર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ અરવિંદ કેજરીવાલે મતદારોને ટ્વીટ કરીને અપીલ કરી હતી કે ભવિષ્યમાં અયોગ્ય ઠરે એવા વ્યક્તિને તમે વોટ ન આપતા



    દરમિયાન ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હીમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યાં છે. ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ ગંભીર અત્યારસુધીમાં રોડ શો અને સભા કરી રહ્યાં છે. ગંભીરે પૂર્વ દિલ્હીના તમામ મોટા મતવિસ્તારોમાં રોડ કરી અને જનસર્મથન મળતું હોવાનો દાવો કર્યો હતો.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Gautam Gambhir, Loksabha elections 2019, Politcs, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन