ગૌતમ ગંભીરને ધમકીભર્યો ઈમેઈલ પાકિસ્તાનથી આવ્યો હતો, તપાસમાં થયો મોટો ખુલાસો
ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકીભર્યો ઈમેઈલ પાકિસ્તાનથી આવ્યો હતો. (File Photo)
Gautam Gambhir receives death threats from ISIS: ક્રિકેટરથી રાજનેતા બનેલા ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકીભર્યો ઈમેઈલ પાકિસ્તાનથી મૂકવામાં આવ્યો હતો. હજુ પણ આ મામલે તપાસ ચાલુ છે.
Gautam Gambhir ISIS Threat Case Update: પૂર્વ ક્રિકેટર અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી (Gautam Gambhir receives death threats from ISIS) હતી, એ મેઈલ પાકિસ્તાનથી આવ્યો હતો. ગૌતમ ગંભીરે આરોપ લગાવ્યો છે કે તેમને ISIS કાશ્મીર તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પરંતુ, આ મેઇલ જે સિસ્ટમથી સેન્ડ કરવામાં આવ્યો હતો, તેનું આઇપી એડ્રેસ પાકિસ્તાનમાં મળ્યું છે.
એક રિપોર્ટ મુજબ, દિલ્હી પોલિસે Google પાસેથી જાણકારી માગી હતી. Googleએ જાણકારી આપી છે કે, તેમના મતે ગૌતમ ગંભીરને ધમકી ભર્યો ઈમેઈલ પાકિસ્તાનથી મૂકવામાં આવ્યો હતો. આઈપી એડ્રેસ પાકિસ્તાનનું મળ્યું છે.
ગૌતમ ગંભીર જ નહીં, પણ અન્ય લોકોને પણ આતંકી સંગઠન ISIS નામે ધમકી ભર્યો ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસની તપાસ દિલ્હી પોલિસ કરી રહી છે. જોકે, આ મામલે દિલ્હી પોલિસ સિવાય અન્ય એજન્સીઓ પણ નજર રાખી બેઠી છે.
ગૌતમ ગંભીરને મંગળવારે રાત્રે પહેલો ઈમેલ મળ્યો હતો જેમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ગંભીરે મંગળવારે રાત્રે જ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેના ઘરની સુરક્ષા વધારી નાખવામાં આવી હતી. પરંતુ, બુધવારે તેમને ફરી એક મેઈલ આવ્યો જેમાં લખ્યું હતું કે ‘કાલે તને મારવા ઇચ્છતા હતા, બચી ગયો, કાશ્મીરથી દૂર રહો.’ આ મેઇલ સાથે ગંભીરના ઘરની બહારનો વિડીયો પણ મૂકવામાં આવ્યો હતો. ગંભીરનો આરોપ છે કે તેને આ ધમકી આઈએસઆઈએસ કાશ્મીરે આપી હતી.
જણાવી દઈ કે ક્રિકેટરથી રાજનેતા બનેલા ગૌતમ ગંભીર અવારનવાર કોઈ મુદ્દે પોતાના બેબાક નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. ક્રિકેટ હોય કે વર્તમાન મુદ્દો, તેઓ પોતાનો મત જણાવતાં નથી ખચકાતા. ગૌતમ ગંભીરે ઘણી વખત આતંકવાદ વિરુદ્ધ નિવેદન આપ્યું છે.
થોડા દિવસ પહેલા ગૌતમ ગંભીરે બીજેપી સાંસદે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું હતું. સિદ્ધુએ ઈમરાન ખાનને પોતાના મોટા ભાઈ તરીકે સંબોધ્યા હતા એ અંગે એક ટ્વિટમાં ગંભીરે કહ્યું, ‘તમારા પુત્ર કે પુત્રીને સરહદ પર મોકલો અને પછી આતંકવાદી રાજ્યના વડાને તમારો મોટો ભાઈ કહો!’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર