Home /News /national-international /ફરી પાટા પર આવી ગાડી: ગૌતમ અદાણીની સંપત્તિમાં 5.5 અબજ ડૉલરનો વધારો, ટોપ 20 લિસ્ટમાં એન્ટ્રી
ફરી પાટા પર આવી ગાડી: ગૌતમ અદાણીની સંપત્તિમાં 5.5 અબજ ડૉલરનો વધારો, ટોપ 20 લિસ્ટમાં એન્ટ્રી
share market
ફોર્બ્સ રિયલ ટાઈમ બિલેનિયર્સ લિસ્ટમાં ગૌતમ અદાણીની સંપત્તિ ક્ષણે ક્ષણે બદલાઈ રહી છે. ગૌતમ અદાણીની નેટવર્થ આ લખાય છે ત્યારે 63.7 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.
નવી દિલ્હી: અદાણી ગ્રુપની મોટા ભાગની કંપનીના શેરમાં આજે 8 ફેબ્રુઆરીએ સતત બીજા દિવસે પણ તેજી જોવા મળી છે. અદાણી ગ્રુપની 10 કંપની શેર બજારમાં સૂચીબદ્ધ છે, જેમાં 7ના શેર આજે ચડીને બંધ થયા. આ તેજી અદાણી ગ્રુપ તરફથી 1.11 અબડ ડોલરનું દેવું સમય પહેલા ચુકવણી કરવા અને ગિરવી રાખેલા શેરને છોડાવાની જાહેરાત કર્યા બાદ આવી છે. અમુક લેંડર્સ તરફથી આવેલા સકારાત્મક નિવેદનો પણ અદાણી ગ્રુપના શેરમાં ઉથલ પાથલને શાંત કરી, જેનાથી રોકાણકારોને સેન્ટીમેન્ટ મજબૂત થયા. આ ઉપરાંત અદાણી ગ્રુપની અમુક કંપનીઓએ પાછલા દિવસે આવેલા પરિણામોમાં પણ રોકાણકારોનો ભરોસો વધારવામાં મદદ કરી છે.
અદાણીના એન્ટરપ્રાઈઝીઝના 20 ટકાની છલાંગ
અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝીઝના શેર આજે બીએસઈ પર 20 ટકા ચડીને 2159 રૂપિયાના ભાવ પર બંધ થયા. આપને જણાવી દઈએ કે, આ શેર 3 ફેબ્રુઆરીએ 1017.45 રૂપિયાના નીચલા સ્તર પર પહોંચી ગયા હતા. જે બાદ અત્યાર સુધીમાં તેમાં 100 ટકાથી વધારેની તેજી આવી ચુકી છે. અદાણી એન્ટરપ્રાઈઝીઝ કાલે 9 ફેબ્રુઆરીએ પોતાના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કરશે. બ્લૂમબર્ગના એનાલિસ્ટ્સ અનુમાન છે કે, ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની રેવન્યૂ 29,245 કરોડ રૂપિયા અને રેવન્યૂ 582.80 કરોડ રૂપિયા હોય શકે છે.
અદાણી ગ્રુપના અન્ય શેરમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન આજે 8.34 ટકા વધીને બંધ થયો. અદાણી ટ્રાંસમિશન 5 ટકા વધેલા છે. અદાણી પાવરમાં પણ 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. અદાણી વિલ્મર પણ 5 ટકા ચડીને બંધ થયા છે. તો વળી અંબૂજા સીમેન્ટ્સ 0.2 ટકા વધીને બંધ થયા છે.
અદાણી ગ્રુપના આ શેર આજે નીચે આવ્યા
આ દરમિયાન અદાણી ગ્રીન એનર્જીના શેર આજે 1.4 નીચે બંધ રહ્યો. અદાણી ટોટલ ગેસમાં 5 ટકા ઘટાડો આવ્યો. તો વળી એસીસી સીમેન્ટ્સ 1.1 નીચે બંધ થયો.
ગૌતમ અદાણીની સંપત્તિ વધી
શેરમાં ઉછાળાથી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ વધારો થયો છે. ફોર્બ્સના રિયલટાઈમ બિલેનિયર ઈંડેક્સમાં ગૌતમ અદાણીની સંપત્તિ આજે લગભગ 5.5 અબજ ડોલર વધી છે. તેની સાથે જ તે દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં 17માં સ્થાન પર આવી ગયા છે. હિંડન બર્ગના રિપોર્ટ બાદ એક સમયે તે આ લિસ્ટમાં 22માં નંબર સુધી ધડામ થયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર