ગૌરી લંકેશ મર્ડરઃ કસ્ટડીમાં પણ આરોપીએ સાક્ષીને ધમકાવવાની કરી કોશિશ

News18 Gujarati
Updated: June 30, 2018, 2:38 PM IST
ગૌરી લંકેશ મર્ડરઃ કસ્ટડીમાં પણ આરોપીએ સાક્ષીને ધમકાવવાની કરી કોશિશ
ગૌરા લંકેશની હત્યાનો આરોપી નવીન

ગૌરી લંકેશની હત્યા કેસમાં પહેલો આરોપી કેટી નવીન કુમારે 10 મહિના પહેલા આ મામલાના કથિત મુખ્ય સાક્ષીને ડરાવવા ધમકાવવી અને પુરાવા રજૂ ન કરવા માટે પ્રયત્ન કર્યા હતા.

  • Share this:
ગૌરી લંકેશની હત્યા કેસમાં પહેલો આરોપી કેટી નવીન કુમારે 10 મહિના પહેલા આ મામલાના કથિત મુખ્ય સાક્ષીને ડરાવવા ધમકાવવી અને પુરાવા રજૂ ન કરવા માટે પ્રયત્ન કર્યા હતા. નવીન કુમારે સેશન કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. જ્યાં સુનાવણીમાં તેમના ઉપર આ આરોપ લાગ્યા છે.

સરકારી વકીલ ટીએમ નરેન્દ્રએ જામીન અરજીનો વિરોત કરતા કહ્યું કે, નવીન કુમાર કસ્ટડીમાં હોવા છતાં મુખ્ય સાક્ષી ગિરીશ ઉપર દબાણ કરવા માટે કોશિશ કરી છે. કેસમાં તપાસ કરી રહેલા એસઆઈટીએ ફેબ્રુઆરીમાં નવીનની ધરપકડ કરી હતી. તે બે મહિનાથી વધારે સમયે ન્યાયિક તપાસમાં છે. નવીન કુમારે મદ્દુરમાં હિન્દુ યુવા સેનાની સ્થાપના કરી હતી. તેના સંગઠનનો પહેલો સભ્યો તેનો પિતરાઇ ભાઇ હતો જે અત્યારે સાક્ષી બન્યો છે.

એસઆઇટીના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગિરીશે મેજિસ્ટ્રેટના સામે નોંધાવેલા નિવેદન પ્રમાણે પત્રકાર ગૌરી લંકેશની હત્યાના ષડયંત્ર વિશે જાણતો હતો. નિવેદન આઈપીસીની કલમ 164 અંતર્ગત નોંધાવી છે. જ્યાં ટ્રાયલ દરમિયાન સાક્ષી તરીકે માન્ય છે. નવીન કુમારેની કાયદાકીય ટીમે એ મેજીસ્ટ્રેટ સામે પત્ર આપીને કહ્યું હતું કે, ગિરિશ પોતાનું નિવેદન પાછું ખેંચવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે, 5 સપ્ટેમ્બર 2017માં બાઇકસવાર બે લોકોએ ઓફિસથી પરત ફરતી ગૌરી લંકેશની હત્યા કરી દીધી હતી. પોલીસે આ મામલામાં છ લોકોની ધરપકડ કરી છે. ત્રણ ષડયંત્ર કર્તાઓની શોધ છે. આરોપીઓએ ગૌરી લંકેશની હત્યા એટલા માટે કરી હતી કે તેઓ તેને એન્ટી હિન્દુ માનતા હતા.
First published: June 30, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading