નવી દિલ્હી: GatiShakti-National Master Plan: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે “પ્રધાનમંત્રી ગતિ શક્તિ” નેશનલ માસ્ટર પ્લાનનું પ્રક્ષેપણ કર્યું છે. ગુજરાતમાં ગાંધીનગ ખાતે મહાત્મા મંદિર ખાતે આ અંગે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો છે. આ મામલે નવી દિલ્હી ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં પીએમ મોદીએ આ યોજનાની શરૂઆત કરાવી હતી. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા. આ યોજનાની શરૂઆતથી ભારતના વિકાસને વેગ મળશે, તેમજ દેશમાં રોજગારીની નવી તકો ઊભી થશે.
પ્રધાનમંત્રી ગતિ શક્તિ કાર્યક્રમ વિશે જણાવતા વડાપ્રધાન કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે, ગતિ શક્તિ પ્રોજેક્ટથી વિભાગીય અડચણો દૂર થશે. આ પ્રોજેક્ટ શરૂ થયા બાદ તમામ વિભાગોને એક કેન્દ્રીય પોર્ટલના માધ્યમથી એક-બીજાના પ્રોજેક્ટ અંગે માહિતી મળશે. આ ઉપરાંત મલ્ટી-મૉડલ કનેક્ટિવીટીથી લોકો, વસ્તુઓ અને સેવાઓનું આદાન-પ્રદાન માટે એકીકૃત અને વિઘ્નરહિત જોડાણ પ્રાપ્ત થશે. પીએમઓ તરફથી કહેવામાં આવ્યું છે કે ગતિ શક્તિ પ્રોજેક્ટ વ્યાપકતા, પ્રાથમિકતા, અનુકૂળતા, સમકાલીન અને વિશ્વેલષ્ણાત્મક અને ગતિશીલ હોવાના છ સ્તંભ પર આધારિક છે.
આ પ્રોજક્ટથી મોટા પ્રમાણમાં રોજગારીના અવસર ઊભા થશે, સ્થાનિક વસ્તુઓને વૈશ્વિક સ્તરે ઓળખ મળશે અને પુરવઠા શ્રેણીમાં સુધારો થશે. પીએમ ગતિ શક્તિ યોજના અંતર્ગત ભારતમાલા, સાગરમાલા, આંતરરાષ્ટ્રીય જલમાર્ગ જેવા અલગ અલગ મંત્રાલયો અને રાજ્ય સરકારોની મૂળભૂત માળખાકીય યોજનાઓ સામેલ હશે.
Delhi: PM Narendra Modi inaugurates PM GatiShakti-National Master Plan for multi-modal connectivity & new exhibition complexes of ITPO pic.twitter.com/bHDJ5xG9kx
પીએમ-ગતિ શક્તિ યોજનામાં ટેક્સટાઇલ ક્લસ્ટર, ફાર્માસ્યુટિકલ ક્લસ્ટર, રક્ષા, ઇલેક્ટ્રોનિક પાર્ક, ઔદ્યોગિક ક્લસ્ટર, ફિશિંગ ક્લસ્ટર, એગ્રી ઝોન જેવા ક્ષેત્રોમાં કનેક્ટિવીટી સુધાર સાથે ભારતીય વ્યવસાયોને વધારે પ્રતિસ્પર્ધી બનાવવા માટે કામ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજનાની વિશેષતા:
>> 'ગતિ શક્તિ યોજના' માટે કુલ 100 લાખ કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરાયું છે.
>> આ યોજના દ્વારા યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે.
>> 'ગતિ શક્તિ યોજના' ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરશે.
>> આ યોજના થકી સ્થાનિક ઉત્પાદકને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનું આયોજન છે.
>> યોજના હેઠળ નવા આર્થિક ઝોન પણ વિકસિત કરવામાં આવશે.
પીએમ મોદીએ 15મી ઓગસ્ટ કરી હતી જાહેરાત
વડાપ્રધાન મોદીએ 'ગતિ શક્તિ યોજના' અંગે આ વર્ષે 15 ઓગસ્ટના રોજ દિલ્હીના લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી. આ યોજના અંતરગ્ત દેશના યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે. આ યોજના દેશના માસ્ટર પ્લાન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો નાખવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવશે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના 16 વિભાગો સમાવવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર