વિશાખાપટ્ટનમની ફાર્મા કંપનીમાં ગેસ લીકેજથી બે લોકોનાં મોત, 4ની હાલત ગંભીર

News18 Gujarati
Updated: June 30, 2020, 9:00 AM IST
વિશાખાપટ્ટનમની ફાર્મા કંપનીમાં ગેસ લીકેજથી બે લોકોનાં મોત, 4ની હાલત ગંભીર
ગેસ લીકેજની અસર પરવાદા ફાર્મા સિટીના બે કિલોમીટર આસપાસના વિસ્તારમાં જોવા મળી રહી છે

ગેસ લીકેજની અસર પરવાદા ફાર્મા સિટીના બે કિલોમીટર આસપાસના વિસ્તારમાં જોવા મળી રહી છે

  • Share this:
હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ (Visakhapatnam) સ્થિત એક ફાર્મા કંપનીની ફેક્ટરીમાં ઝેરી ગેસ લિક (Gas Leak at Pharma Company) થવાનો મામલો સામે આવ્યો છે. મળતી જાણકારી મુજબ, ગેસ લીકેજના કારણે અત્યાર સુધીમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે. તેમને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના મંગળવાર સવારે બની. પ્રશાસેન આસપાસના ગામોને ખાલી કરાવી દીધા છે. પરવાદા ફાર્મા સિટીના બે કિલોમીટર આસપાસના વિસ્તારમાં ગેસ લીકેજની અસર જોવા મળી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું કે, ગેસ લીકેજ પરવાદા ફાર્મ સિટીના લાઇફ સાયન્સની ફેક્ટરમાં થયો. મળતી માહિતી મુજબ અહીં ઓછામાં ઓછા 30 લોકો કામ કરી રહ્યા હતા. ઝેરી ગેસના કારણે ચાર લોકોની તબિયત બગડી ગઈ છે. તેમાંથી એકની સ્થિતિ ગંભીર બનેલી છે. તમામને ગજુવાકા પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ, મૃતકોની ઓળખ નરેન્દ્ર અને ગૌરી શંકર તરીકે થઈ છે.

ફાર્મા કંપનીના અધિકારી હાલમાં લીકેજ સાઇટ પર હાજર છે. પરવાદા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ઉદય કુમારે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે, જે બે લોકોનાં મોત થયા છે, તેઓ દુર્ઘટના સમે સાઇટ પર હાજર હતા. હાલ સ્થિતિ કાબૂમાં છે. ગેસ બીજે ફેલાયો નથી.

આ પણ વાંચો, 59 ચાઇનીઝ Apps પર કેમ લાગ્યો પ્રતિબંધ? કેન્દ્ર સરકારે જણાવ્યું આ મોટું કારણ

ઉલ્લેખનીય છે કે, બે મહિનામાં ગેસ લીકેજની આ બીજી ઘટના છે. આ પહેલા એલજી પોલિમરની કેમિકલ ફેકટીમાં 7 મેના રોજ એક મોટી ગેસ લીકેજ દુર્ઘટના થઈ હતી. જેમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયા હતા.

આ પણ વાંચો, દુનિયાની સૌથી મોટી કંપની આપી રહી છે 20 હજાર લોકોને નોકરી, ધોરણ-12 પાસ પણ કરી શકે છે અરજી


 ઉપરાંત અનેક પશુઓનાં પણ મોત થયા હતા. આ પ્રકારના ગેસ લીકેજ (રાયગઢ, છત્તીસગઢમાં એક પેપર મિલમાં) અને એક બોયલર બ્લાસ્ટ (નેવેલી, તમિલનાડુ)માં થયા.
First published: June 30, 2020, 8:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading