ઉત્તર પ્રદેશ : ગેસ સિલેન્ડર ફાટતાં બે માળનું મકાન ધ્વસ્ત, 10 લોકોનાં મોત, 12 ઘાયલ

News18 Gujarati
Updated: October 14, 2019, 10:17 AM IST
ઉત્તર પ્રદેશ : ગેસ સિલેન્ડર ફાટતાં બે માળનું મકાન ધ્વસ્ત, 10 લોકોનાં મોત, 12 ઘાયલ
સિલેન્ડર બ્લાસ્ટ બાદ લાગેલી આગથી લોકોને બચાવવા વધુ લોકો મકાનમાં ઘૂસ્યા ત્યારે જ મકાન થયું ધ્વસ્ત

સિલેન્ડર બ્લાસ્ટ બાદ લાગેલી આગથી લોકોને બચાવવા વધુ લોકો મકાનમાં ઘૂસ્યા ત્યારે જ મકાન થયું ધ્વસ્ત

  • Share this:
મઉ, ઉત્તર પ્રદેશ : મોહમ્દાબાદ પોલીસ સ્ટેશનની હદના વલીદપુર ગામમાં રાંધણગેસનો સિલિન્ડર (Gas Cylinder) ફાટવાથી બે માળનું મકાન ધ્વસ્ત થઈ ગયું. આ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત થયા છે, જ્યારે ડઝનથી વધુ લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે. દુર્ઘટનામાં 12 લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર જિલ્લા હૉસ્પિટલમાં ચાલી રહી છે. સૂચના મળતાં પહોંચેલી પોલીસ (Police) અને ફાયરબ્રિગેડ (Fire Brigade)ની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.

પોલીસનું કહેવું છે કે મોતનો આંકડો વધી શકે છે. દુર્ઘટનામાં ઘાયલ 15 લોકોને સારવાર માટે જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. સારવાર દરમિયાન ત્રણ અન્ય લોકોના પણ મોત થયા. જે સમય આ દુર્ઘટના બની તે સમયે મકાનમાં લગભગ બે ડઝન લોકો હાજર હતા. હાલ રાહત કાર્ય યુદ્ધ સ્તરે ચાલી રહ્યું છે.

ઘટના સવારે સાડા સાત વાગ્યાની છે. સિલેન્ડર ફાટ્યા બાદ મકાનમાં આગી લાગી ગઈ. જેને જોઈ આસપાસના લોકો મકાનની અંદર ઘૂસ્યા. ત્યારબાદ મકાન ધ્વસ્ત થઈ ગયું. હજુ સુધી 10 લોકોનાં મોત થયાની પુષ્ટિ થઈ છે. હાલ જેસીબીની મદદથી કાટમાળને હટાવવાનું કામ ચાલુ છે. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ પણ હાજર છે જેથી ઘાયલોને વહેલી તકે સારવાર પૂરી પાડી શકાય.મુખ્યમંત્રીએ ડીએમ, એસએસપીને ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા

મઉમાં થયેલા આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)એ જિલ્લાના જિલાધિકારી અને એસએસપીને ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપયા છે. સાથોસાથ કહ્યુ કે, ઘાયલોને દરેક શક્ય મદદ પૂરી પાડવી.

(ઇનપુટ : આનંદ મિશ્રા)


આ પણ વાંચો,

અહીં બાળકોને કુપોષણથી બચાવવા માટે ગરમ સળિયાના ડામ અપાય છે!
PM મોદી Instagram પર ફૉલોઅર્સના મામલે દુનિયાના નંબર વન નેતા બન્યા
First published: October 14, 2019, 9:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading