અવૈધ સંબંધ: પતિ રાત્રે શૌચ માટે બહાર ગયો, તો પત્નીએ પ્રેમીને ફોન કરી ઘરે બોલાવી લીધો, પછી...

પત્ની અને પ્રેમીને પતિએ રંગેહાથ ઝડપ્યા

પત્નીએ પ્રેમીને ઘરે બોલાવ્યો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધવાની કોશિશ કરી. આ દરમિયાન જ, પતિ ઘરે આવી ગયો અને બંનેને રંગરલીયા મનાવતા રંગે હાથે પકડ્યા.

  • Share this:
    ગઢવા : ઝારખંડના ગઢવામાં પતિ -પત્ની અને વોનો મામલો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે પતિ શૌચ કરવા માટે ઘરની બહાર ગયો ત્યારે પત્નીએ પ્રેમીને ઘરે બોલાવ્યો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધવાની કોશિશ કરી. આ દરમિયાન જ, પતિ ઘરે આવી ગયો અને બંનેને રંગરલીયા મનાવતા રંગે હાથે પકડ્યા. આ પછી ગ્રામજનોની મદદથી પ્રેમીને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. પ્રેમીએ જણાવ્યું કે, તે છેલ્લા બે મહિનાથી પત્નીના સંપર્કમાં હતો.

    જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના સંગ્રહે ગામમાં પતિ મોડી રાત્રે શૌચ માટે ઘરની બહાર ગયો હતો. આ દરમિયાન પત્નીએ તેના પ્રેમીને ફોન કરીને ઘરે બોલાવ્યો અને તેની સાથે ગેરકાયદેસરનો સંબંધ બાંધવા લાગી. આ દરમિયાન પતિ ત્યાં આવ્યો અને પત્નીને બીજા કોઈ સાથે સંબંધ બાંધતી વખતે રંગે હાથે પકડી લીધી. સ્થળ પર પતિનો હંગામો સાંભળી ગ્રામજનોનું ટોળું એકઠું થઈ ગયું. ગ્રામજનોએ પ્રેમી સૂરજને પકડીને પોલીસને સોંપ્યો હતો.

    પતિએ કહ્યું કે, તે રાત્રે શૌચ કરવા માટે ઘરની બહાર ગયો હતો. તે જ સમયે, પત્નીએ તેના પ્રેમીને તેના ઘરે બોલાવ્યો. અને ગેરકાયદે સંબંધો રાખવા લાગ્યા. જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેણે બંનેને રંગે હાથે પકડ્યા. પ્રેમીએ જણાવ્યું કે, તે મહિલાના ઘરે પ્રસાદ લેવા આવ્યો હતો. અને મહિલાના કહેવાથી તેણે ગેરકાયદે સંબંધો બનાવવાનું શરૂ કર્યું. તે છેલ્લા બે મહિનાથી મહિલાના સંપર્કમાં હતો. પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પતિ પત્ની ઔર વો નો કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીએ 2013માં જે યુવક સાથે લગ્ન કરી બે સંતાન ને જન્મ આપ્યો તે જ પત્ની સાથે પતિએ બેવફાઈ કરી છે. પત્ની હોવા છતાંય તેની જાણ બહાર લગ્નના આઠ વર્ષ બાદ આ પતિએ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતાં અને તેની બીજી પત્ની સાથે રહેવા લાગ્યો હતો. યુવતી પાસે મેરેજ સર્ટિફિકેટ આવતા જ શબક શીખવાડવા તેણે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

    આ પણ વાંચોરાજકોટમાં ચેતવણીરૂપ કિસ્સો : માતાએ ફોન ન આપતા દીકરીએ કર્યો આપઘાત, 'ન્હાઈને બહાર આવી તો પુત્રીને લટકતી જોઈ'

    શહેરના મેઘાણી નગરમાં રહેતી 26 વર્ષીય યુવતી મૂળ મધ્યપ્રદેશની રહેવાસી છે. આ યુવતીના લગ્ન વર્ષ 2013માં થયા હતા. લગ્ન બાદથી જ તે તેના સાસરે રહેવા આવી હતી અને પતિ, જેઠ, જેઠાણી, દિયર, દેરાણી અને સાસુ સાથે રહેતી હતી. લગ્ન જીવનમાં આ યુવતીએ એક દીકરી અને એક દીકરા ને જન્મ આપ્યો હતો. ગત જુલાઈ માસમાં આ યુવતીનો પતિ મજૂરી કામે જવું છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. બાદમાં તેનો પતિ ઘરે આવતો નહિ અને અન્ય કોઈ જગ્યાએ રહેતો હતો જેની જાણ આ યુવતીને નહોતી.
    Published by:kiran mehta
    First published: