સારા સમાચાર! માઉથવોશથી કોગળા કરવાથી કોરોના સંક્રમણથી બચી શકાય છે!

News18 Gujarati
Updated: August 11, 2020, 4:31 PM IST
સારા સમાચાર! માઉથવોશથી કોગળા કરવાથી કોરોના સંક્રમણથી બચી શકાય છે!
પ્રતિકાત્મક તસવીર

એક અધ્યનમાં દાવો કરવામાં આવ્યો છે કે જેના મતે માઉથવોશથી કોગળા કરવાથી મો અને ગળામાં રહેલા વાયરસ કણ ઘટી શકે છે અને સંભવત કેટલાક સમય માટે કોવિડ-19ના પ્રસારના જોખમને ઓછું કરી શકે છે

  • Share this:
બર્લિન : કોરોના વાયરસ (Coronavirus)ને બજારમાં ઉપલબ્ધ માઉથવોશ (Gargling with Mouthwash)ના ઉપયોગથી નિષ્ક્રીય કરવામાં આવી શકે છે. એક અધ્યનમાં દાવો કરવામાં આવ્યો છે કે જેના મતે માઉથવોશથી કોગળા કરવાથી મો અને ગળામાં રહેલા વાયરસ કણ ઘટી શકે છે અને સંભવત કેટલાક સમય માટે કોવિડ-19 (Covid-19)ના પ્રસારના જોખમને ઓછું કરી શકે છે. જોકે આ રિસર્ચમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે માઉથવોશથી કોગળા કરવા માસ્ક પહેરવા જેવું છે. આ સંક્રમણની દવા નથી પણ તેનાથી બચવાની એક રીત છે.

જર્મનીના રુહર યૂનિવર્સિટી બોચમ (Ruhr University Bochum in Germany)ના અનુસંધાનકર્તાઓ સહિત અન્યએ કહ્યું કે કોવિડ-19ના કેટલાક દર્દીઓના ગળા અને મો માં વાયરસના કણ કે વાયરસ લોડની અત્યાધિત માત્રા જોવા મળી શકે છે. વાયરસના સંક્રમણનો મુખ્ય માર્ગ સંક્રમિત વ્યક્તિના ઉધરસ, છીંકવા કે વાત કરવા દરમિયાન તેમના શ્વાસના કણથી સીધા સંપર્કમાં આવવાથી અને પછી તેનો સંપર્ક સ્વસ્થ વ્યક્તિના નાક, મો કે આંખથી પ્રસરે છે. અધ્યયનમાં એ વિશે પણ સાવચેત કર્યા છે કે માઉથવોશ કોરોના સંક્રમણના સારવાર માટે ઉપયુક્ત નથી અને ના આનાથી કોરોના વાયરસ સંક્રમણથી બચી શકાય છે.

આ પણ વાંચો - પુતિનની જાહેરાત - રશિયાની કોવિડ-19 વેક્સીનને મળી મંજૂરી, મારી પુત્રીને આપ્યો પ્રથમ ડોઝ

અનુસંધાનકર્તાનું માનવું છે કે અધ્યયનના પરિણામ સંક્રમણના એ રીતના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે અને સંભવત દંત ચિકિત્સા માટે પ્રોટોકોલ વિકસિત કરવામાં મદદગાર થઈ શકે છે.

તેમણે કહ્યું કે આ વિચારનું સમર્થન કરે છે કે કોગળા કરવાથી લારમાં વાયરસના કણ ઘટે છે અને તેનાથી સાર્સ-સીઓવી-2નો પ્રસાર ઘટી શકે છે. આ અધ્યયન જર્નલ ઓફ ઇંફેક્શસ ડિજિજેજમાં પ્રકાશિત થયું છે.
Published by: Ashish Goyal
First published: August 11, 2020, 4:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading