Home /News /national-international /Garba Video: મુંબઈ એરપોર્ટ પર મુસાફરોએ કર્યો ગરબા, ફ્લાઈટના કેબિન ક્રૂ મેમ્બર્સે પણ ઠુમકા લગાવ્યા
Garba Video: મુંબઈ એરપોર્ટ પર મુસાફરોએ કર્યો ગરબા, ફ્લાઈટના કેબિન ક્રૂ મેમ્બર્સે પણ ઠુમકા લગાવ્યા
મુંબઈ એરપોર્ટ પર મુસાફરોએ કર્યો ગરબા
Mumbai Airport Garba Video: મુંબઈ એરપોર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મુસાફરો ફ્લાઈટના કેબિન ક્રૂ મેમ્બર્સ સાથે ગરબા કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ડીજે નિખિલ ચિનાપાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો.
મુંબઈ: દેશભરમાં નવરાત્રીની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે ગરબા અને દાંડિયાના ઘણા ફોટા અને વીડિયો સામે આવી રહ્યા છે. મુંબઈ એરપોર્ટનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં મુસાફરો ફ્લાઈટના કેબિન ક્રૂ મેમ્બર્સ સાથે ગરબા કરતા જોવા મળી રહ્યા છે. થોડા દિવસો પહેલા બેંગ્લોર એરપોર્ટનો આવો જ એક વીડિયો પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયો ફેમસ ડીજે નિખિલ ચિનપાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોમાં લોકોનું એક જૂથ ગરબા રમતું જોવા મળી રહ્યું છે. વીડિયો શેર કરતા નિખિલ ચિનાપાએ લખ્યું કે, ’Breaking news: this is happening at Mumbai Airport right now’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં આ વીડિયોને 2 લાખથી વધુ વ્યૂઝ, 900થી વધુ રિ-ટ્વીટ અને 8 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા નિખિલ ચિનપાના વીડિયો પર ટિપ્પણી કરવામાં આવી હતી અને લખ્યું હતું કે, 'નિખિલ, આનંદ અને ઉત્સવમાં જોડાવા બદલ આભાર. તમને પર્વની શુભકામનાઓ'
યુઝર્સે ફની કોમેન્ટ કરી:
સોશિયલ મીડિયા યુઝર્સે વાયરલ વીડિયો પર ખૂબ જ ફની કમેન્ટ કરી છે. RA નામના યુઝરે લખ્યું કે, 'આવું તમામ એરપોર્ટ પર જોવું રોમાંચક રહેશે. મહા નવમીની શુભકામનાઓ. તો એક યુઝરે મજાકમાં કહ્યું કે’Gujju kahi bhi shuru hojate hai’
મુંબઈ એરપોર્ટ પર મુસાફરોએ કર્યો ગરબા
ભોપાલ એરપોર્ટનો પણ વીડિયો પણ વાયરલ થયો હતો:
આ પહેલા ભોપાલના રાજા ભોજ એરપોર્ટનો એક વીડિયો વાયરલ થયો હતો. ત્યાં કોઈ કારણસર ફ્લાઇટ મોડી પડી હતી. આ દરમિયાન, એરલાઇન સ્ટાફની સાથે મુસાફરો અને CIFની મહિલા કર્મચારીઓએ જોરદાર ગરબા રમ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર