Home /News /national-international /અહો આશ્ચર્યમ! ગેરેજના કામદારે જીતી 71 કરોડની લોટરી, સાત પેઢીની ગરીબી એક ક્ષણમાં જ થઈ દૂર

અહો આશ્ચર્યમ! ગેરેજના કામદારે જીતી 71 કરોડની લોટરી, સાત પેઢીની ગરીબી એક ક્ષણમાં જ થઈ દૂર

ગેરેજમાં કામ કરતા કતહર હુસૈનને મોબાઈલ પર લાઈવ શો દરમિયાન કરો઼ડોની લોટરી જીતવાની માહિતી મળી હતી.

તમિલનાડુના એક વ્યક્તિએ 71 કરોડ રૂપિયાની લોટરી જીતી છે. આ વ્યક્તિએ તેના મિત્રો પાસેથી દાન લઈને આ લોટરીની ટિકિટ ખરીદી હતી. લોટરી જીત્યા બાદ વ્યક્તિએ આ રકમ પોતાના પાર્ટનર સાથે શેર કરવાનું કહ્યું છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Tamil Nadu, India
તમિલનાડુ : તમિલનાડુના રહેવાસી કતહર હુસૈનને 71 કરોડ રૂપિયાની લોટરી લાગી છે. કતહરે આ લોટરી તેના જન્મદિવસે ખરીદી હતી. તે દુબઈમાં એક કારના ગેરેજમાં કામ કરે છે. ત્યાં તેમનો પગાર લગભગ 33 હજાર રૂપિયા છે. જોકે, લોટરીની ટિકિટ ઘણી મોંઘી હતી. આવી સ્થિતિમાં કતહરે મિત્રો પાસેથી ડોનેશન લઈને આ લોટરીની ટિકિટ ખરીદી હતી. આટલી મોટી રકમ જીત્યા બાદ કતહરે કહ્યું કે તે આ રકમ તેના મિત્ર સાથે શેર કરશે.

બ્રિટિશના એક અખબાર કતહર હુસૈનની વાર્તા પ્રકાશિત કરી છે. કતહર તમિલનાડુ રાજ્યનો છે. તેઓ રજા પર ભારત આવ્યા બાદ આ લોટરી જીતી હતી. આ લોટરી ઓનલાઈન ખોલવામાં આવી હતી. વિશ્વભરના કરોડો લોકોએ તેને જોયું. કતહર પણ લોટરી ઓપન કરવા માટે ઓનલાઈન જોડાયેલો હતો. અને તેણે પોતે લોટરી જીતવાના સમાચાર પણ ઓનલાઈન જોયા હતા. જોકે, આ શોના હોસ્ટ ભારતમાં હોવાથી તેમનો સંપર્ક કરી શક્યો ન હતો. આ કારણે લાખો લોકો શો દરમિયાન કતહરને લાઈવ વિનર બનતા જોઈ શક્યા ન હતા. ત્યારબાદ લોટરીના આયોજકો કતહરનો સંપર્ક કર્યો હતો.

કતહર લગભગ પાંચ વર્ષથી શારજાહમાં રહે છે. તે કાર ગેરેજમાં મેનેજર તરીકે કામ કરે છે. કતહર કહે છે કે તેનો પરિવાર ઘણો ગરીબ છે અને તે તમિલનાડુમાં ભાડાના મકાનમાં રહે છે. તેની યોજના આ પૈસાનો ઉપયોગ પોતાના માટે ઘર બનાવવા અને પરિવારને દુબઈ લઈ જવાનો છે.

આ પણ વાંચો :  આ છે દુનિયાનું સૌથી અનોખું ઝાડ, કાપશો તો નીકળશે માણસની જેમ લોહી, લોકો માને છે ચમત્કાર

જન્મદિવસ પર જ મળી સૌથી મોટી સરપ્રાઈઝ

કતહરે આ ટિકિટ તેના જન્મદિવસ પર ખરીદી હતી. તેણે કહ્યું કે દુબઈમાં લોટરીની ટિકિટ ખૂબ મોંઘી છે. આવી સ્થિતિમાં તેની પાસે તેને ખરીદવાના પૈસા નહોતા. પરંતુ તેના મિત્ર દેવરાજે લોકો પાસેથી પૈસા ઉછીના લઈને કતહર માટે લોટરીની ટિકિટ ખરીદી હતી.

દુનીયાનો સૌથી મોટો લોટરી  વિજેતા

દુબઈમાં છેલ્લા 30 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટી લોટરી જીત છે. જે અંગે કતહર કહે છે કે તેણે કલ્પના પણ નહોતી કરી કે તે આટલી મોટી રકમ જીતી શકશે. તેણે કહ્યું કે તે ભારતમાં તેના મિત્રના ઘરે આ લોટરી શો ઓનલાઈન જોઈ રહ્યો હતો જ્યારે તેને ખબર પડી કે તે વિજેતા છે. કતહર કહે છે કે આ જીત બાદ તેની લાઈફ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે તેની યોજના નોકરી છોડીને આ પૈસાથી પોતાનો વ્યવસાય શરૂ કરવાની છે.
First published:

Tags: Lottery, Lottery news, Tamilnadu

विज्ञापन