Gangwar: મંદિરમાં સરપંચની ગોળીઓથી વિંધીને કરી હત્યા, બાઈક ઉપર આરોપી ફરાર

Gangwar: મંદિરમાં સરપંચની ગોળીઓથી વિંધીને કરી હત્યા, બાઈક ઉપર આરોપી ફરાર
ઘટના સ્થળની તસવીર

crime news: સાથીઓએ ડઝનથી પણ વધારે ગોળીઓ ચલાવી હતી. જેમાંથી અડધો ડઝનથી વધારે ગોળીઓ સરપંચને વાગી હતી. જેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

 • Share this:
  પ્રદિપ સાહૂ, ચરખી દાદરીઃ પાછલા બે વર્ષથી બે જૂથો વચ્ચે ચાલેલા ગેંગવોરના (gangwar) પગલે જિલ્લાના સાહૂવાસ ગામના (sahuwas village sarpanch) સરપંચ સંદીપ કુમારની બાઈક ઉપર આવેલા લોકોએ ફાયરિંગ કરીને હત્યા (Firing) કરી હતી. માનવામાં આવે છે કે હત્યારાઓ એક બાઈક ઉપર સવાર થઈ ને આવ્યા હતા. હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. મૃતક સંદીપ સરપંચની લાશ ગામની પહાડી ઉપર સ્થિત એક મંદિરમાં (temple) મળી હતી. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની (cctv footage) ફૂટેજ તપાસીને અજ્ઞાત લોકો સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.

  ઉલ્લેખનીય છે કે અનેક વર્ષોથી બે પક્ષોમાં ગેંગવોર ચાલી રહી છે. આ કડીમાં સાહૂવાસના ગામના સરપંચ સંદીપની શનિવારે કપૂરી પહાડી સ્થિત એક મંદિરમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હત્યાની જાણ થતાં જ પીએસપી બલી સિંહ સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પોલીસ મૃતક સંદીપની બોલેરો જીપ ઘટના સ્થળે મળી હતી. બે નાળી લાયસન્સ રિવોલ્વર ઉપરાંત કારતૂસ મળી હતી.  સંદીપ સરપંચના પરિવારને પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવી છે. આમ છતાં પણ સંદીપની દિનદહાડે ગોળીઓછી છલ્લી કરી હત્યા કરી દીધી હતી. ઘટના સ્થળે એફએસએલની ટીમો બોલાવવામાં આવી છે. પોલીસે મંદીરમાં લાગેલા સીસીટીવી ફૂટેજ કબ્જે લીધા છે. અજ્ઞાત લોકો સામે હત્યાને કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દી છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફિલ્મી સીન જેવો Video! કુખ્યાત હારુનશાએ છરો બતાવ્યો તો સામે PSIએ રિવોલ્વર તાકી, ઘર્ષણ બાદ વોન્ટેડને દબોચી લીધો

  આ પણ વાંચોઃ-સેલ્ફીએ ખોલી પતિની પોલ! વટ સાવિત્રી વ્રતની પૂજા કરી પત્નીએ લીધી પતિ સાથે સેલ્ફી, ગેલેરી જોતા જ પત્ની ચોંકી ગઈ

  આ પણ વાંચોઃ-જંગલમાં એડવેન્ચરના બહાને પ્રેમિકાએ પ્રેમી સોનૂ પટેલના હાથ, પગ, મોંઢું બાધ્યા, પથ્થર વડે છૂંદી નાખ્યું માથું, કેમ કરી હત્યા?

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્વરૂપવાન એરહોસ્ટેસના બેડ પર રૂમ પાર્ટનર નો મિત્ર નશામાં ધૂત થઈ સુઈ ગયો, ને પછી યુવતી સાથે..

  આ પણ વાંચોઃ-પતિએ કર્યું એવું કારસ્તાન કે પત્ની અને સાળી બહાર કોઈને મોંઢું દેખાડવાના લાયક ના રહ્યા

  ડીએસપી બલી સિંહના જણાવ્યા પ્રમાણે બાઈક ઉપર સવાર થઈને અજ્ઞાત યુવકો દ્વારા સરપંચ સંદીપની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઘટના સ્થળે અનેક કારતૂસ મળ્યા હતા. આ સંબંધમાં પોલીસે હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે પરિજનોના નિવેદન ઉપર કાસની ગેંગના સાથીઓ ઉપર હત્યાનો કેસ નોંધી કરી છે.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરિવારજનોએ નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રદીપ કાસની ગેંગના સાથીઓએ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેના સાથીઓએ ડઝનથી પણ વધારે ગોળીઓ ચલાવી હતી. જેમાંથી અડધો ડઝનથી વધારે ગોળીઓ સરપંચને વાગી હતી. જેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
  Published by:ankit patel
  First published:June 14, 2021, 16:15 IST

  ટૉપ ન્યૂઝ