કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુર શૂટઆઉટ કેસ (Kanpur Shootout Case)માં ગેંગસ્ટર વિકાસ દુબે (Gangster Vikas Dubey)નું એન્કાઉન્ટર થયા બાદ હવે એક નવો વળાંક આવ્યો છે. વિકાસ દુબેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવનાર રાહુલ તિવારી ગુમ થઈ ગયો છે. રાહુલ દ્વારા નોંધવામાં આવેલી FIRના આધારે 3 જુલાઈએ પોલીસની ટીમ વિકાસ દુબેને પકડવા માટે બિકરૂ ગામ ગઈ હતી. ડીએસપી દેવેન્દ્ર મિશ્રાના નેતૃત્વમાં ગયેલી પોલીસ ટીમ પર હુમલો થયો હતો જેમાં ડીએસપી મિશ્રા સહિત 8 પોલીસકર્મી શહીદ થયા હતા. આ મામલામાં મુખ્ય આરોપી વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ હવે નવી જાણકારી સામે આવી રહી છે.
ગેંગસ્ટર વિકાસ દુબેની વિરુદ્ધ FIR નોંધાવનાર રાહુલ તિવારીના પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ તે ગુમ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પોલીસે કહ્યું કે રાહુલ તિવારી ફરિયાદી હોવા ઉપરાંત આ ઘટના સાથે જોડાયેલા મામલાનો મુખ્ય સાક્ષી છે, જેના કારણે આ ઘટના બની. કાનપુરના વરિષ્ઠ પોલીસ અધીક્ષક દિનેશ કુમાર પી. એ કહ્યું કે રાહુલને જીવને ગંભીર ખતરો છે. ડેપ્યૂટી એસીપી સુકર્મ પ્રકાશના નેતૃત્વમાં એક ટીમ તેની શોધખોળ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, રાહુલ તિવારીની માતા સુમન દેવીએ જણાવ્યું કે, રાહુલને છેલ્લીવાર તેમણે 2 જુલાઈની રાત્રે વાત કરી હતી. તેણે ફોન પર ડરેલા અવાજમાં વાત કરી, ત્યારબાદ પોતાની પત્ની, બાળકો અને ભાભીની સાથે ગુમ થઈ ગયો. નોંધનીય છે કે, પોલીસની તપાસ મુજબ બિકરૂ પાસેના જડેપુર નિવાડા ગામનો રહેવાસી રાહુલ તિવારી, મોનિકા નિવાડા ગામમાં પોતાના સાસરીયાથી સંબંધિત જમીનની ડીલ કરવા માંગતા હતા, જે આસપાસના વિસ્તારમાં પણ સ્થિત છે.
આ પણ વાંચો, મોટી બેદરકારીઃ કોરોના દર્દીનો મૃતદેહ સગા-વહાલા રિક્ષામાં લઈ ગયા રાહુલની પત્નીની બહેનોએ પ્રસ્તાવિત વેચાણનો વિરોધ કર્યો. તેમાંથી એક (જે બિકરૂમાં રહે છે) પક્ષે મામલામાં વિકાસ દુબેના હસ્તક્ષેપની માંગ કરી. પોલીસ તપાસ અનુસાર, રાહુલ તિવારીએ 1 જુલાઈએ દુબે દ્વારા જાહેરમાં ધમકી આપવામાં આવી અને મારઝૂડ કરી. આગામી દિવસ તેઓએ ચૌબેપુરના તત્કાલીન સ્ટેશન અધિકારી વિનય તિવારીને ક લેખિત ફરિયાદ આપી હતી. તેના આધારે પોલીસ વિકાસ દુબે સામે કાર્યવાહી કરવા ગઈ હતી જ્યાં અંધાધૂંધ ફાયરિંગમાં 8 પોલીસકર્મી શહીદ થયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર