મીડિયા સામે સરેન્ડર કરી શકે છે ગેંગસ્ટર વિકાસ દુબે, નોઇડા ફિલ્મ સિટીમાં એલર્ટ

News18 Gujarati
Updated: July 8, 2020, 9:41 PM IST
મીડિયા સામે સરેન્ડર કરી શકે છે ગેંગસ્ટર વિકાસ દુબે, નોઇડા ફિલ્મ સિટીમાં એલર્ટ
ગેંગસ્ટર વિકાસ દુબે

કાનપુરમાં 8 પોલીસવાળાની હત્યાનો આરોપી ગેંગસ્ટર વિકાસ દુબે (Vikas Dubey)સરેન્ડર કરી શકે છે

  • Share this:
નોઇડા : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુરમાં 8 પોલીસવાળાની હત્યાનો આરોપી ગેંગસ્ટર વિકાસ દુબે (Vikas Dubey)સરેન્ડર કરી શકે છે. રિપોર્ટ છે કે વિકાસ દુબે મીડિયા સામે આત્મસમર્પણ કરી શકે છે. સૂચના મળતા જ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. દિલ્હી-એનસીઆરના વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે. કહેવામાં આવે છે કે નોઇડા ફિલ્મ સિટીમાં પોલીસ ઘણી ફોર્સ તૈનાત કરવામાં આવી છે. નોઇડા ફિલ્મ સિટી વિસ્તારમાં ઘણા મીડિયા હાઉસ છે. વિકાસ દુબે ડ્રામાટિકલી પોલીસ સામે સરેન્ડર કરી શકે છે.

ચૌબેપુરના પૂર્વ SO વિનય તિવારી અને બીટ પ્રભારી કે.કે શર્માની ધરપકડ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં (Kanpur) વિકરુ ગામ શૂટઆઉટ (Shootout) મામલામાં સસ્પેન્ડ (Suspended) કરવામાં આવેલા ચૌબેપુરના પૂર્વ એસઓ વિનય તિવારી (Vinay Tiwari) અને બીટ પ્રભારી કે.કે શર્માની (KK Sharma) ધરપકડ (Arrest) કરી લીધી છે. અથડામણના સમયે પોલીસની ટીમનો જીવ જોખમમાં મુકવા અને સ્થળ પરથી ફરાર થઈ જવાની સાથે અપરાધી વિકાસ દુબે (Vikas Dubey) સાથેના સંબંધમાં તેમની ધરપકડ કરી છે. આઈજી મોહિત અગ્રવાલ (IG Mohit Agarwal) અને એસએસપી દિનેશ કુમાર પી (SSP Dinesh Kumar P)એ ધરપકડની પુષ્ટિ કરી છે. બંનેને જેલમાં મોકલી દીધા છે.

આ પણ વાંચો - મોટી કાર્યવાહી : ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીની 329 કરોડની સંપતિ જપ્ત

આરોપ છે કે ચોકી ઈન્ચાર્જ કે.કે શર્માએ રેડની જાણકારી લીક કરી હતી. કે.કે શર્મા મામલાના વિવેચક હતા અને રેડ પર ગયા ન હતા. કે.કે શર્માને ખબર હતી કે ખૂની ખેલ ખેલાવાનો છે. જ્યારે સિપાહી રાજીવે વિકાસના ઈરાદા વિશે એસઓ વિનય તિવારીને જણાવી દીધું હતું. જાણકારી હોવા છતાં પણ એસઓ વિનય તિવારીએ કોઈને એલર્ટ કર્યા ન હતા.
વિનય તિવારીની ભૂમિકા રહી સંદિગ્ધ

અત્યાર સુધીના તપાસમાં એસઓ વિનય તિવારીની ભૂમિકા શંકાસ્પદ સાબિત થઈ છે. સાથે આ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે કે તેમણે 2-3 જુલાઈની રાત્રે વિકાસ દુબેના ઘર પર રેડ પાડવા જઈ રહેલી પોલીસ ટીમની (Police Team) ઇર્ન્ફોમેશન લીક કરી હતી. પોલીસની જ બાતમી પછી જ વિકાસ દુબેએ પોતાના હથિયારબંદ ગુંડાઓની સાથે મળીને 8 પોલીસકર્મીઓને મોતના ધાટ ઉતારી દીધા હતા.
Published by: Ashish Goyal
First published: July 8, 2020, 9:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading