Home /News /national-international /Siddhu Moose Wala Murder Case: સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસમાં સામેલ ગેંગસ્ટર ટીનૂ માનસા પોલીસ કસ્ટડીમાંથી ફરાર

Siddhu Moose Wala Murder Case: સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસમાં સામેલ ગેંગસ્ટર ટીનૂ માનસા પોલીસ કસ્ટડીમાંથી ફરાર

સિદ્ધૂ મૂસેવાલા - ફાઇલ તસવીર

Siddhu Moose Wala Murder Case: સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, સિદ્ધૂ મૂસેવાલાના મર્ડર કેસમાં સામેલ ગેંગસ્ટર ટીનૂ માનસા પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો છે.

    ચંદીગઢઃ સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસમાં પ્રોડક્શન વોરન્ટ પર પંજાબ લાવવામાં આવેલો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ખાસ વ્યક્તિ દિપક કુમાર ઉર્ફે ટીનૂ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો છે. એવું કહેવાઈ રહ્યુ છે કે, કપૂરથલા જેલમાંથી પૂછપરછ માટે પોલીસ માનસા લઈને આવતી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, મોડી રાતે તેણે પોલીસ સામે દાવો કર્યો હતો કે, તે એવી જગ્યાએ રેડ પડાવી શકે છે કે ત્યાંથી હથિયાર મળી શકે. સૂત્રોનું કહેવું છે કે, પોલીસ તેને હાથકડી પહેરાવ્યા વગર એક અંગત કારમાં રેડ માટે લઈ જઈ રહી હતી ત્યારે તે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો.

    પોલીસની કામગીરી શંકાસ્પદ


    એવું પણ કહેવાઈ રહ્યુ છે કે, દીપક ટીનૂએ મૂસેવાલા હત્યાકાંડમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, મૂસેવાલાની હત્યાના બે દિવસ પહેલાં જ તેની લોરેન્સ બિશ્નોઈ સાથે વાતચીત થઈ હતી. દીપક ટીનૂ એ કેટેગરીનો ગેંગસ્ટર છે. તે પંજાબ, રાજસ્થાન, યુપી અને હરિયાણાની કેટલીક ગુનાહિત ઘટનાઓમાં આરોપી છે. આ ઘટના પછી હવે પોલીસ કાર્યવાહી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. આ મામલે કોઈપણ પોલીસ અધિકારી હવે કંઈ જ બોલવા તૈયાર નથી. આ વાતનો ખુલાસો પણ કોઈ કરવા તૈયાર નથી કે અંગત વાહનમાં જ રેડ પાડવા કેમ લઈ જઈ રહ્યા હતા. ત્યારે તેની સાથે કેટલા પોલીસ અધિકારીઓ હતા. જો પોલીસવાળા પાસે હથિયાર હતા તો તેને ભાગતા કેમ રોક્યો નહીં.

    આ પણ વાંચોઃ સિદ્ધૂ મૂસેવાલાના મર્ડર કેસ મામલે ચોંકાવનારો ખુલાસો

    ટીનૂ પર 35થી વધુ કેસ દાખલ


    એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, દીપક કુમાર ઉર્ફે ટીનૂ પર હરિયાણા, પંજાબ, ચંદીગઢ, રાજસ્થાન, દિલ્હીમાં હત્યા, હત્યાના પ્રયાસ સહિત 35 વધુ કેસ દાખલ થયેલા છે. હાલ તો તે 2017થી જેલમાં છે. ત્યાં છેલ્લા 11 વર્ષથી લોરેન્સ બિશ્નોઈના કોન્ટેક્ટમાં છે. તેણે ભિવાનીમાં બંટી માસ્ટરની હત્યા કરી હતી, ત્યાં પંજાબમાં ગેંગસ્ટર લવી દિયોડાની ગોળી મારીને હત્યા કરી હતી. દીપકડ પછી તેનો નાનો ભાઈ ચિરાગ પણ નશીલા પદાર્થોની તસ્કરી તેમજ ગાડી છીનવવા મામલે પકડાઈ ગયો હતો.


    પંજાબમાં એલર્ટ જાહેર કર્યુ


    સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસમાં સામેલ ગેંગસ્ટર ટીનૂ માનસાની પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયા પછી સમગ્ર પંજાબમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Punjabi singer siddhu moosewala, Siddhu moosewala

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन