ગેંગસ્ટર રવિ પૂજારીની ધરપકડ, ગુજરાતમાંથી કરોડો રૂપિયાની ખંડણી વસૂલી

ગેંગસ્ટર રવિ પુજારી

ભારતીય એજન્સીઓના ઈનપુટ પર સેનેગલમાં રહેતા ડોન રવિ પૂજારીને ઝડપી લેવામાં આવ્યો છે

  • Share this:
    ભારતની એજન્સીને મોટી સફળતા મળી છે. ગેંગસ્ટર અને અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી દક્ષિણ આફ્રિકાના સેનેગલમાંથી ઝડપાઈ ગયો છે. ભારતીય અજન્સીઓએ ટેક્નિકલ અને હુમન ઈન્ટેલિન્જસના મદદથી રવિ પૂજારીને ઝડપી પાડ્યો છે.

    પ્રાપ્ત માહીતિ અનુસાર, ભારતીય એજન્સીઓના ઈનપુટ પર સેનેગલમાં રહેતા ડોન રવિ પૂજારીને ઝડપી લેવામાં આવ્યો છે, રવિ પૂજારી પર ભારતીય એજન્સીઓ છેલ્લા ઘણા સમયથી નજર રાખી રહી હતી, રવિ પૂજારીના નામે ઈન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ પણ બહાર પાડવામાં આવેલી હતી. આખરે ટેક્નિકલ અને હુમન ઈન્ટેલિન્જસના મદદથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે.

    તમને જણાવી દઈએ કે, રવિ પૂજારીને મોટા ગેંગસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. રવિ પૂજારી પહેલા છોટા રાજન ગેંગ સાથે જોડાયો હતો.2000ની સાલમાં બેંગકોકમાં છોટા રાજન પર હુમલા પછી જ્યારે રાજન ગેંગમાં ફૂટ પડી ત્યારે તે અલગ થઈ ગયો હતો. તેણે પોતાની ગેંગ બનાવી હતી અને બિલ્ડરો, પત્રકારો, બોલીવૂડ સ્ટાર્સને પૈસા માટે ધમકાવવાનુ શરુ કર્યુ હતુ. તેણે ગુજરાતના કેટલાએ બિઝનેસમેનો પાસેથી પણ ખંડણી વસુલ કરી છે. વિલિયમે જ રવિ પૂજારીનુ લોકેશન અધિકારીઓને આપ્યુ હતું અને એ પછી ઈન્ટરપોલ થકી રવિ પૂજારી સામે રેડ કોર્નર નોટિસ કાઢવામાં આવી હતી.

    રવિ પૂજારીની દાઉદ સાથે સમજૂતી થઈ હતી. પહેલા તો રવિ પૂજારીનું અસ્તિત્વ છે કે નહી તે સવાલ હતો. તમને જણાવી દઈએ કે નાર્કોટિક્સના ધંધામાં આજે પણ દાુદનો દબદબો છે. જેના કારણે રવિ પૂજારીએ દાઉદ સાથે હાશ મિલાવી દીધો હતો.

    2016માં ઈસ્ટ આફ્રિકામાં સેટ થઈ ગયો હતો રવિ પૂજારી, તેણે ત્યાં હોટલ અને રેસ્ટોરન્ટ ખોલી હતી. મહારાજા અને નમસ્તે ઈન્ડિયાની ચેઈન આફ્રિકામાં ખોલી હતી. તેની પાસેથી નાઈજિરીયન પાસપોર્ટ પણ મળી આવ્યો છે. તેણે 2018માં ઝાંઝિબાર ખાતે કર્યું સ્થળાંતર કર્યું અને ઝાંઝિબારથી નાર્કોટેસ્ટનો કરતો ધંધો કરતો હતો.

    સૂત્રો અનુસાર, તે સમયે જ તે દાુદ સાથે ફરી સંપર્કમાં આવ્યો. ઝાંઝિબારમાં બારતીય એજન્સીઓની મજબૂત પકડ પૂજારીને દેખાઈ ગઈ હતી. ત્યારબાદ તે સેનેગલ ખાતે રહેવા જતો રહ્યો. હમણાં જ થોડા સમય પહેલા દેશના સિમેન્ટ ઉત્પાદક માલિકને ખંડણી માટે ધમકી ભર્યા ફોન કર્યા હતા. રવિ પોતાની સાથે 4 ગનમેન રાખતો હતો. તે હંમેશા એસયૂવી કારમાં જ ફરતો હતો. તેણે ગુજરાતમાંથી કરોડો રૂપિયાની ખંડણી વસુલી હતી, જેને લઈ તે ગુજરાત એટીએસની રડારમાં તો હતો જ. અત્યાર સુધીમાં તે દેશના 45 મોટા માથાઓને ધમકી આપી ચુક્યો છે.

    રવિ પૂજારી ખંડણી માટે હંમેશા VOIPથી ફોન કરતો હતો જેથી ફોન ટ્રેસ ન થાય. તમને જણાવી દઈએ કે, રવિ પૂજારીની પુત્રી એશ્વર્યા અમેરિકામાં ભણે છે, જેને મળવા અમેરિકા ગયો હતો. ત્યારથી એજન્સીઓના રડાર પર આવી ગયો હતો. સેનેગલથી પહેલા રવિ પૂજારીનું લોકેશને બુર્કીના ફાસોમાં મળ્યું હતું. ત્યાર બાદ એજન્સીઓએ તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. રવિ પૂજારી સેનેગલમાં ટોની ફર્નાન્ડિસના નામથી રહેતો હતો. ટેક્નિકલ અને ઈન્ટેલિજન્સની મદદથી તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

    ઉલ્લેખનીય છે કે, રવિ પૂજારી પર ભારતમાં ધમકી આપીને ખંડણી ઉઘરાવાના, અપહરણ કરવાના, હત્યા કરવાના, બ્લેકમેઈલ કરવાના, છેતરપીંડીના અસંખ્ય કેસ નોંધાયેલા છે. તે મૂળ કર્ણાટકનો છે પરંતુ મુંબઈમાં રહીને તે લોકોને ધાક-ધમકી આપીને પૈસા પડાવતો હતો. બાદ તે દેશ છોડીને ફરાર થઈ ગયો હતો અને વિદેશથી ફોન પર ધમકી આપીને પોતાના સાગરિતોની મદદથી પૈસા પડાવતો હતો.
    Published by:kiran mehta
    First published: