Home /News /national-international /

જેલની અંદર 'ડૉન'ની બર્થડે પાર્ટી, કેક કાપ્યા બાદ ચિકન-મટનની દાવત!

જેલની અંદર 'ડૉન'ની બર્થડે પાર્ટી, કેક કાપ્યા બાદ ચિકન-મટનની દાવત!

સીતામઢી જેલની અંદર કેદીઓની સાથે બર્થડે પાર્ટી ઉજવતો પિન્ટૂ તિવારી

વીડિયો વાયરલ થયા બાદ જેલતંત્રએ પગલાં લેતા ચાર ગાર્ડને સસ્પેન્ડ કરી દીધા છે

    બિહારની જેલોની અંદર યોજાતી પાર્ટી અને પિકનિક ઉજવણીની વાત જગજાહેર છે. ક્યારેક કોઈ જેલમાં ચિકન-મટન પાર્ટીની તસવીરો આવે છે તો ક્યારેક ડાન્સ અને સેલ્ફીવાળી તસવીરો. કંઈક આવી જ તસવીરો સામે આવી છે સીતામઢી જેલથી જ્યારે એક ડૉનની બર્થડે પાર્ટી ઉજવવામાં આવી. આ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ પાર્ટી સીતામઢી જેલમાં કેદ કુખ્યાત પિન્ટૂ તિવારીના જન્મદિવસે ઉજવવામાં આવી હતી. વીડિયો વાયરલ થયા બાદ જેલતંત્રએ પગલાં લેતા ચાર ગાર્ડને સસ્પેન્ડ કરી દીધા છે.

    પિન્ટૂ તિવારીની સાથે છે વધુ બે કુખ્યાત

    બર્થડે પાર્ટીના આ વીડિયોમાં કુખ્યાત ધીરજ જાયસવાલ અને સત્યેન્દ્ર કુમાર પણ જોવા મળે છે. પિન્ટૂ તિવારી દરભંગાના એન્જિનિયર ડબલ મર્ડર કેસમાં સીતામઢી જેલમાં કેદ છે. સૌથી પહેલા પિન્ટૂ કેક કાપે છે. આ દરમિયાન કેકની બાજુમાં મીઠાઈઓથી ભરેલી ટ્રે પણ જોવા મળે છે, જેને કેક કાપ્યા બાદ કેદીઓમાં વહેંચવામાં આવે છે. બર્થડે પાર્ટી બાદ ત્યાંના કેદીઓને ચિકન પાર્ટી પણ આપવામાં આવી અને પંગત પણ લાગી. આ દરમિયાન કેદીઓએ ચિકન-ભાત અને સલાડની જાયફત માણી અને સમગ્ર પાર્ટીનો મોબાઇલ ફોનમાં વીડિયો પણ ઉતારવામાં આવ્યો.

    આ પણ વાંચો, ...જ્યારે પાકિસ્તાની MQM પાર્ટીના ચીફે ગાયું, સારે જહાં સે અચ્છા'

    કેદીઓએ ઉતાર્યો પાર્ટીનો વીડિયો

    કેકથી લઈને મીઠાઈ બાદ ડૉનની આ પાર્ટીમાં માછલી અને મટનની દાવત પણ થાય છે અને ડૉનના ખાસ સાથી પાર્ટીની મજા માણે છે. વીડિયોને લઈને ફરી એકવાર સીતામઢી જેલતંત્ર પર સવાલ ઊભા થઈ રહ્યા છે. જોકે, વીડિયોની સત્યતાની નેટવર્ક-18 પુષ્ટિ નથી કરતું. હાલ આ તપાસનો વિષય છે. આ બધા વચ્ચે સવાલ એ ઊભો થાય છે કે જેલમાં કેદીઓની ઈચ્છા મુજબની વસ્તુઓ મળી કેવી રીતે ગઈ.

    સીતામઢી જેલમાં બર્થડે પાર્ટી દરમિયાન મટન ખાતા કેદીઓ


    પિન્ટૂ તિવારી કોણ છે?

    પિન્ટૂ તિવારી ઉર્ફે પિન્ટૂ જ્હા વિસ્તારનો કુખ્યાત અપરાધી છે. ત્રણ વર્ષથી આ અપરાધીને જુર્મનો બેતાજ બાદશાહ કહેવામાં આવે છે. તે દરભંગામાં થયેલા ડબલ એન્જિનિયર મર્ડર કાંડનો આરોપી છે. મળતી જાણકારી મુજબ, સીતામઢી જેલમાં તેની મરજી મુજબ કામ થાય છે. પિન્ટૂ તિવારી માર્યા ગયેલા કુખ્યાત અપરાધી સંતોષ જ્હાનો શૂટર હોવાનું પણ કહેવાય છે.

    (ઈનપુટ- રાકેશ રંજન)

    આ પણ વાંચો, દિગ્વિજયનો દાવો : મુસ્લિમથી વધુ બિન-મુસ્લિમ કરી રહ્યા છે ISI માટે જાસૂસી
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Birthday party, Jail, Sitamarhi jail, બિહાર, વાયરલ વીડિયો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन