Home /News /national-international /જેલમાં બંધ ગેંગસ્ટર દીકરા માટે માતાએ માંગ્યું બૂલેટપ્રૂફ જેકેટ અને ગાડી, કોર્ટે શું કહ્યું
જેલમાં બંધ ગેંગસ્ટર દીકરા માટે માતાએ માંગ્યું બૂલેટપ્રૂફ જેકેટ અને ગાડી, કોર્ટે શું કહ્યું
આ અરજીમાં અધિકારીઓને જેલની અંદર અને બહાર તેમના પુત્રને બુલેટ-પ્રૂફ જેકેટ પૂરા પાડવાની માંગ કરવામાં આવી હતી
Punjab News : અરજદાર હરજીત કૌરે પણ પોતાના પુત્ર જગ્ગુ ભગવાનપુરિયા માટે બુલેટપ્રુફ કારની વ્યવસ્થા કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી, તેcણે કહ્યું હતું કે, તેcના પુત્રના વિરોધી ગેંગસ્ટર્સ તેના પર હુમલો કરી શકે છે
ચંદીગઢ : પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે (Punjab Haryana High court) સોમવારે દિલ્હીની તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર (Gangster) જગ્ગુ ભગવાનપુરિયા (Gangster Jaggu Bhagwanpuria)ની માતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આ અરજીમાં અધિકારીઓને જેલની અંદર અને બહાર તેમના પુત્રને બુલેટ-પ્રૂફ જેકેટ ( bullet proof jacket) પૂરા પાડવાની માંગ કરવામાં આવી હતી. પોતાની અરજીમાં ગેંગસ્ટરની માતાએ દલીલ કરી હતી કે, તેના પુત્રને કોર્ટમાં હાજર થવા કે પ્રોડક્શન વોરંટના આધારે જેલમાંથી બહાર કાઢવામાં આવે છે. જે દરમિયાન દુશ્મનોના હાથે તેના જીવને ગંભીર ખતરો છે. જેથી જગ્ગુ ભગવાનપુરિયાને બુલેટ પ્રુફ જેકેટ પહેરીને જેલની બહાર લઈ જવો જોઈએ.
અરજદાર હરજીત કૌરે પણ પોતાના પુત્ર જગ્ગુ ભગવાનપુરિયા માટે બુલેટપ્રુફ કારની વ્યવસ્થા કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેણે કહ્યું હતું કે, તેમના પુત્રના વિરોધી ગેંગસ્ટર્સ તેમના પર હુમલો કરી શકે છે. પંજાબ પોલીસ ભગવાનપુરિયાનું એન્કાઉન્ટર કરી દેશે તે શક્યતાઓને પણ નકારી શકાય નહીં. પોતાની અરજીમાં ગેંગસ્ટરની માતાએ કહ્યું હતું કે, કોર્ટે રાજ્ય સરકાર અને તિહાર જેલ પ્રશાસનને જગ્ગુ ભગવાનપુરિયાની સુરક્ષાની જવાબદારી વરિષ્ઠ પોલીસ અધિકારીને સોંપવાનો નિર્દેશ આપવો જોઈએ.
યાચીએ જણાવ્યું હતું કે, જ્યારે વિક્કી મિદ્દુખેરાની હત્યાના કેસમાં પોલીસને સફળતા મળી ન હતી, ત્યારે આ કેસમાં યાચીના પુત્રને ફસાવવામાં આવ્યો હતો. યાચીએ જણાવ્યું હતું કે તેમના પુત્ર સામે અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાં તેમને ટૂંક સમયમાં જ નિર્દોષ જાહેર કરવામાં આવશે. તેમનો પુત્ર તપાસમાં જોડાવા તૈયાર છે. અરજદારે કોર્ટ પાસે તેના ગેંગસ્ટર પુત્રને જેલની બહાર લઈ જવામાં આવે તો પરિવાર અથવા વકીલનું લોકેશન શેર કરવા નિર્દેશ પણ માંગ્યો હતો. વરિષ્ઠ એડવોકેટ આર એસ રાયે તેમના સાથીદારો ગૌરવ ગર્ગ ધુરીવાલા અને પ્રથમ શેઠી સાથે આ અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આ અરજીને કોર્ટના અધિકારક્ષેત્રની બહાર ગણાવી હતી.
કોર્ટે ફગાવી અરજી
આ કેસની સુનાવણી કરતા જસ્ટિસ મંજરી નહેરુ કૌલે કહ્યું કે, અરજદારનો પુત્ર હાલ નવી દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. જસ્ટિસ કૌલે કહ્યું, "તેથી આ અદાલત પ્રાર્થના મુજબ કોઈ પણ નિર્દેશ પસાર કરવાનું ટાળશે કારણ કે અરજદારનો પુત્ર આ અદાલતના અધિકારક્ષેત્રની બહારની જેલમાં બંધ છે." સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં જગ્ગુ ભગવાનપુરિયાનું નામ સામે આવ્યા બાદ પંજાબ પોલીસ તેને પ્રોડક્શન વોરંટ પર લઈ જઈને તેની પૂછપરછ કરી શકે છે. આ કારણોસર તેની માતાએ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અરજી કરી હતી. ગેંગસ્ટર જગ્ગુને ડર છે કે જો તેને તિહાર જેલમાંથી બહાર લાવવામાં આવશે, તો તેની હત્યા કરવામાં આવી શકે છે અથવા પોલીસ તેનું એન્કાઉન્ટર કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર