ઝુંઝુનું : રાજસ્થાનના (rajasthan)ઝુંઝુનુંના નવલગઢ વિસ્તારમાં ગેંગરેપની (Gang rape in rajasthan)ક્રુર ઘટના સામે આવી છે. અહીં બે સગી બહેનો સાથે સાત યુવકોએ ગેંગરેપ (Gang rape)કર્યો છે. આરોપી ઘણા સમયથી આ બહેનોનું શોષણ કરી રહ્યા હતા. આ કારણે નાની બહેન ગર્ભવતી બની હતી. આ સંબંધમાં પીડિતાના ભાઈએ સાત યુવકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ નોંધીને એક આરોપીની પૂછપરછ માટે અટકાયત કરી છે. ત્રણ-ચાર અન્ય યુવકોની પણ આ મામલામાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસના રિપોર્ટમાં પીડિતાના ભાઈએ જણાવ્યું કે છેલ્લા દોઢ વર્ષથી આ આરોપી તેની બહેનો સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો. આરોપીઓએ પહેલા મોટી બહેનનો આપત્તિજનક વીડિયો બનાવ્યો હતો પછી તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી હતી. આરોપીઓએ ધમકી આપી હતી કે જો કોઇને જાણ કરી તો વીડિયો વાયરલ કરી દઇશું. આરોપીઓએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા મોટી બહેન પર દબાણ બનાવ્યું કે તારી નાની બહેનને બોલાવ તો તારો પીછો છોડી દઇશું.
આરોપીઓમાં નવલડી નિવાસી વિક્કી કાયમખાની, અસલમ ઉર્ફે મોન્ટી, જાવેદ કાયમખાની, શફીક, સુમિત ઉર્ફો ટોની રણવાં, કૈરુ ગામનો વિકાસ જાટ અને ચેલાસીનો ધોલુ ખા સામેલ છે. પીડિતાના ભાઇનો આરોપ છે કે આ તેની બહેનો સાથે દુષ્કર્મ કરતા રહ્યા છે. આરોપીઓએ ફેબ્રુઆરી 2021માં એક લગ્ન દરમિયાન તેની નાની બહેન સાથે સામુહિક દુષ્કર્મ કર્યું. તે સમયે તે સગીરા હતી. આ પછી પણ આરોપી શોષણ કરતા રહ્યા હતા. જેના કારણે તે ગર્ભવતી બની હતી. નાની બહેન ધોરણ-10માં ભણે છે. જોકે ગર્ભવતી હોવાના કારણે તે પરીક્ષા આપી શકી ન હતી.
23 એપ્રિલે પેટમાં દુખાવો થતા પરિવારજનોને જાણ થઇ
ગર્ભવતીની ખબર પડતા આરકોપી ધોલુ ખા એ તેને ગર્ભપાત માટે ગોળી લાવી આપીને હતી અને ધમકી આપી હતી કે જો કોઇને જણાવ્યું તો તે જાનથી મારી નાખશે. નાની બહેનને 23 એપ્રિલે પેટમાં દુખાવો થયો તો પરિવારજનોને આ મામલે જાણ થઇ હતી. પોલીસે આરોપીઓ સામે પોક્સો એક્ટ અને એસસી-એસટી એક્ટની કલમ અંતર્ગત કેસ નોંધી તપાસ શરુ કરી છે. પોલીસે પીડિત બન્ને બહેનોનું મેડિકલ કરાવ્યું છે. પોલીસે મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર