Home /News /national-international /શું પ્રિયંકા ગાંધીની મદદથી સપા-બસપા અને ભાજપની ગેમ પલટી દેશે કોંગ્રેસ?

શું પ્રિયંકા ગાંધીની મદદથી સપા-બસપા અને ભાજપની ગેમ પલટી દેશે કોંગ્રેસ?

પ્રિયંકા ગાંધી (PTI)

પ્રિયંકા ગાંધીની રાજકીય એન્ટ્રી બાદથી હવે દરેક એવો સવાલ કરી રહ્યા છે કે શું એક મજબૂત દાવેદારી રજૂ કરવાનો દાવો કરનારી કોંગ્રેસથી ભાજપને ફાયદો મળશે?

  (પ્રાંશૂ મિશ્રા)

  લોકસભા ચૂંટણીના ઠીક પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાને આગળ કરીને 2019નો સૌથી મોટો દાવ રમ્યો છે. રાજકારણમાં પ્રિયંકાની એન્ટ્રીએ યૂપીના રાજકીય સમીકરણનો ફરી એકવાર ગૂંચવાડામાં મૂકી દીધા છે. યૂપીમાં ભાજપ અને સપા-બસપાના ગઠબંધનની વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. પરંતુ પ્રિયંકાની એન્ટ્રીએ હવે મુકાબલો ત્રિકોણીય બનાવી દીધો છે.

  પ્રિયંકા ગાંધીની રાજકીય એન્ટ્રી બાદથી હવે દરેક એવો સવાલ કરી રહ્યા છે કે શું એક મજબૂત દાવેદારી રજૂ કરવાનો દાવો કરનારી કોંગ્રેસથી ભાજપને ફાયદો મળશે? શું કોંગ્રેસના આ પગલાથી માયાવતીને નુકસાન થશે? શું દલિત વોટ બેંક માટે કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે પ્રિયંકા ગાંધી 'ટ્રંપ કાર્ડ' સાબિત થઈ શકશે? જો રાજકીય સમીકરણો પર નજર નાખીએ તો એવી સ્થિતિ બનતી જોવા મળી રહી છે કે કોંગ્રેસના આવવાથી કદાચ ભાજપ અને સપા-બસપા ગઠબંધનને સીધી રીતે ફાયદો થઈ શકે છે.

  યૂપીમાં કોંગ્રેસનું ફોકસ દલિત અને ઓબીસી વોટ પર છે, જે અત્યાર સુધી બસપાનો વોટ બેન્ક છે અને સતત વિખેરાઈ રહ્યો છે. આ વોટ બેન્કને સાધવા માટે દેશની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસે યૂપીમાં દલિત અને ઓબીસી સમાજને સંબોધિત કરવાનો પ્લાન બનાવ્યો છે. કોંગ્રેસે એક તરફ ગુજરાતમાં પાટીદાર નેતા હાર્દિક પટેલને પોતાના પક્ષમાં કરી દીધો છે. હવે યૂપીમાં દલિત નેતા ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણને ખુલ્લું સમર્થન કરી રાજકીય પક્ષોમાં હલચલ મચાવી દીધી છે.


  કોંગ્રેસ મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ગાંધી સોફ્ટ હિન્દુત્વના માર્ગે ચાલવા લાગ્યા છે. ગંગાથી મોટી વસતીની આસ્થાને ધ્યાનમાં રાખીને તેઓએ ચૂંટણીને ધ્યાને લઈ યૂપીમાં નદી કિનારાની જનતા સાથે રૂબરૂ થવાનો પ્લાન બનાવ્યો અને ગંગા યાત્રા પર જવાની છે. 18થી 20 માર્ચ સુધી તેઓ અલાહાબાદથી વારાણસી સુધી ગંગામાં મોટર બોટથી જળ યાત્રા દરમિયાન વચ્ચે-વચ્ચે રોકાશે. આ દરમિયાન પ્રયાગરાજ અને બનારસમાં લોકો સાથે મુલાકાત કરશે. તેના માટે કોંગ્રેસે ચૂંટણી પંચની મંજૂરીની માંગી છે.

  આ પણ વાંચો, પૂર્વ UPમાં હાર્દિક, પશ્ચિમમાં ચંદ્રશેખર સાબિત થઈ શકે છે કોંગ્રેસના ટ્રમ્પ કાર્ડ

  મૂળે, પ્રિયંકા ગાંધીનો આ પ્લાન બિન-યાદવ પછાત સમુદાય સુધી પોતાની પહોંચ બનાવવા માટે છે. તેમાંથી મોટાભાગના અતિ પછાત વર્ગ આવે છે, જે આર્થિક રીતે પછાત છે અને નવી અર્થવ્યવસ્થામાં સમાન રૂપથી બની રહેવા માટે મથી રહ્યા છે.

  કોંગ્રેસની અત્યાર સુધીની રણનીતિમાં આવેલા આ ફેરફારથી માયાવતી અને અખિલેશ યાદવની ચિંતા વધારી દીધી છે. બીજી તરફ, ભાજપ પણ ઘણું ચિંતામાં છે. સમાજવાદી પાર્ટીના સિનિયર નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, યૂપીની ચૂંટણી લડાઈમાં આક્રમક તરીકે એન્ટ્રી કરી કોંગ્રેસે અમારા રાજકીય સમીકરણ બગાડી દીધા છે. પહેલા નબળી કોંગ્રેસ પાર્ટી ભાજપની વોટ બેન્ક કાપવા અને તોડવાનું જ કામ કરી રહી હતી. પરંતુ જાતિય સમીકરણ પર ફોકસ કરીને કોંગ્રેસ હવે સપા-બસપા માટે પણ પડકાર બની શકે છે.


  તેઓએ કહ્યું કે, જો કોંગ્રેસ યૂપીમાં દલિત, ઓબીસી અને લઘુમતી મતદારોને સાધવામાં સફળ થઈ જાય છે તો ઘણું રસપ્રદ હશે. કારણ કે, છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં યૂપીમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે.

  આ પણ વાંચો, OPINION: રાજકારણમાં ત્રીજી પેઢીના પ્રવેશનો અર્થ શું?

  બીજી તરફ, સપા-બસપા ગઠબંધનના સૂત્રોએ ભાર મૂકતાં કહ્યું કે કોંગ્રેસ માયાવતીના વોટ બેન્કમાં તરાપ મારવામાં સક્ષમ નહીં હોય. તે માયાવતીની વોટ બેન્કને તોડી નહીં શકે, જેમાં મોટાભાગના દલિત કે પછી અન્ય પછાત વર્ગ સામેલ છે. આ ગઠબંધનમાં મુસ્લિમ વોટ બેન્કનું સંયોજન પણ છે જે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીનું સમર્થન કરે છે.

  નોંધનીય છે કે, વર્ષ 2009માં કોંગ્રેસે 21 સીટો જીતી હતી. પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં આ આંકડો બે પર પહોંચી ગયો અને કોંગ્રેસ માત્ર સોનિયા ગાંધીની રાયબરેલી અને રાહુલ ગાંધીની અમેઠી સીટ બચાવી શક્યું હતું. એટલું જ નહીં, કોંગ્રેસનો વોટ શેર પણ અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે 7.5 ટકા પર આવી ગયો હતો.

  આ પણ વાંચો, દેશમાં કોંગ્રેસ તરફી માહોલ,ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો જીતીશું: સાતવ

  બીજી તરફ, 2017ની વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીની સાથે ગઠબંધનમાં લડનારી કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી લોકસભા ક્ષેત્રોમાંથી 10 વિધાનસભા સીટોમાંથી માત્ર ચાર ઉપર જ જીત મેળવી શકી હતી.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Lok Sabha Elections 2019, Priyanka Gandhi Vadra, ઉત્તર પ્રદેશ, કોંગ્રેસ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन