Home /News /national-international /સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ બાદ પંજાબમાં ગેંગવોરની આશંકા : નીરજ બવાના અને ભૂપ્પીના નિશાને છે બિશ્નોઈ ગેંગ
સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ બાદ પંજાબમાં ગેંગવોરની આશંકા : નીરજ બવાના અને ભૂપ્પીના નિશાને છે બિશ્નોઈ ગેંગ
sidhu moose wala murder : પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કોણે કરી અને આ શૂટર્સ કોણ હતા ? તેનો જવાબ તો હજી પોલીસ શોધી રહી છે પરંતુ શંકાની સોય લોરેન્સ બિશ્નોઈ ગેંગ (lorens bishnoi Gang) પર આવીને અટકી છે.
sidhu moose wala murder : પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કોણે કરી અને આ શૂટર્સ કોણ હતા ? તેનો જવાબ તો હજી પોલીસ શોધી રહી છે પરંતુ શંકાની સોય લોરેન્સ બિશ્નોઈ ગેંગ (lorens bishnoi Gang) પર આવીને અટકી છે.
sidhu moose wala murder : સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ પંજાબ (Punjab) માં ગેંગવોરની દહેશત ફેલાઈ છે. સિક્યોરિટી એજન્સીઓ, તપાસ એજન્સીઓ અને ગુપ્તચર એજન્સીઓની સાથે-સાથે સ્થાનિક પોલિસે પણ ગેંગવોર ફાટી નીકળવાની આશંકા વ્યકત કરી છે. જૂના સાથીની હત્યાનો બદલો લેવા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગે મૂસેવાલાની હત્યા કરાવી હતી, જેને પગલે હવે નીરજ બવાના ગેંગ અને બંબીહા ગ્રુપ સિદ્ધુ મૂસેવાલાના મોતનો બદલો લેવાની ધમકી આપી રહ્યા છે. ગેંગસ્ટર ભૂપ્પી રાણા ગેંગે ફેસબુક પર સિદ્ધુ મૂસેવાલાની હત્યા અંગે માહિતી આપનારને 5 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. બંબીહા ગ્રૂપ સાથે સંકળાયેલ ભૂપી સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ છે.
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કોણે કરી અને આ શૂટર્સ કોણ હતા ? તેનો જવાબ તો હજી પોલીસ શોધી રહી છે પરંતુ શંકાની સોય લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર આવીને અટકી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તિહાર જેલમાં લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ પણ કરી છે. બિશ્નોઈ ગેંગના ગોલ્ડી બ્રારે (બહાડે) પણ ફેસબુક પર આ હત્યાકાંડની જવાબદારી સ્વીકારી છે તેથી બિશ્નોઈ ગેંગ હવે નીરજ બવાના ગેંગ અને બંબીહા ગ્રુપના નિશાના પર છે. આવી સ્થિતિમાં પંજાબ અને તેની આસપાસના રાજ્યોમાં આ ગુનેગારો વચ્ચે લોહિયાળ સંઘર્ષ વધે તેવી આશંકા છે.
આ હત્યાકાંડ પછી લોરેન્સ ગેંગે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે વિકી મિડ્ડુખેડાનો બદલો લેવા માટે સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. હકીકતમાં ગયા વર્ષે બંબીહા ગેંગ દ્વારા વિકીની હત્યા કરવામાં આવી હતી. બિશ્નોઈ ગેંગનો આરોપ છે કે સિદ્ધુ મૂસેવાલાએ આ હત્યા કેસમાં આરોપીઓને મદદ કરી હતી.
વિકી મિડૂખેડાની હત્યાના થોડા દિવસો બાદ જાણવા મળ્યું હતું કે, આ હત્યા પાછળ મૂસેવાલાના મેનેજર શગનપ્રીતનો હાથ હતો અને તે ઓસ્ટ્રેલિયા ભાગી ગયો હતો. ત્યારથી સિદ્ધુ મૂસેવાલા બિશ્નોઈ ગેંગના નિશાના પર આવી ગયા હતા. પરંતુ કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે મૂસેવાલા પર હુમલો કરવો એટલું સરળ નહોતું.
આ મર્ડરને અંજામ આપવા માટે લોરેન્સ બિશ્નોઈએ કેનેડામાં બેઠેલા ગોલ્ડી બ્રારને આ કામ સોંપ્યુ હતું. ગોલ્ડી કેનેડામાં હોવા છતાં, લોરેન્સ બિશ્નોઈ ગેંગનું મોટા ભાગનું કામ સંભાળે છે. લોરેન્સે જેલમાંથી જ ગોલ્ડીને મેસેજ મોકલ્યો હતો. ત્યારબાદ સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવા માટે શૂટર્સની શોધ કરવામાં આવી અને અંતે આ સનસનાટીભર્યા હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો.
બે દિવસમાં જ આપશે જવાબ
પંજાબમાં થયેલી સિદ્ધુ મુસેવાલાની હત્યાના પગલે નીરજ બવાના ગેંગે બદલો લેવાની ધમકી આપી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ફેસબુક પોસ્ટમાં, ગેંગે માત્ર બે દિવસમાં પરિણામ આપવાની પણ ધમકી આપી છે. FB માં શેર કરવામાં આવેલી આ પોસ્ટ 'નીરજ બાવાના દિલ્હી એનસીઆર' નામની ફેસબુક પ્રોફાઇલ દ્વારા અપલોડ કરવામાં આવી હતી. આ ગેંગે પંજાબી ગાયક મનકીરત ઔલખને સિદ્ધુની હત્યા માટે જવાબદાર ગણાવ્યા છે.
લકી પટિયાલ બંબીહા ગ્રુપની કમાન છે. ખંડણી અને હત્યાનો આરોપી લકી આર્મેનિયાથી ગેંગ ચલાવી રહ્યો છે. નીરજ બવાના અને બંબીહા ગેંગ સાથે મળીને કામ કરે છે. જો કે સિદ્ધુ મુસેવાલાને હત્યારાઓ સુધી પહોંચાડવા પોલીસની તપાસ ચાલી રહી છે, પરંતુ ગેંગસ્ટર્સ વચ્ચે ચાલી રહેલી આ ધમકીઓને કારણે ગેંગ વોર થવાની શક્યતા વધી ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર