હાથરસ કાંડ બાદ બલરામપુર ગેંગરેપ પીડિતાના પણ રાત્રે જ કર્યા અંતિમ સંસ્કાર

News18 Gujarati
Updated: October 1, 2020, 7:50 AM IST
હાથરસ કાંડ બાદ બલરામપુર ગેંગરેપ પીડિતાના પણ રાત્રે જ કર્યા અંતિમ સંસ્કાર
કોલેજમાં ફી ભરવા ગયેલી યુવતી પર બે યુવકોએ આચર્યું દુષ્કર્મ, હૉસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ થયું મોત

કોલેજમાં ફી ભરવા ગયેલી યુવતી પર બે યુવકોએ આચર્યું દુષ્કર્મ, હૉસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ થયું મોત

  • Share this:
સર્વેશ કુમાર સિંહ, બલરામપુરઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં હાથરસ કાંડ (Hathras gang rape case)માં પીડિતાના મોત અને તેના અંતિમ સંસ્કારને લઈને ઊભા થયેલો વિવાદ હજુ શાંત પડ્યો નથી અને અન્ય એક ગેંગરેપ પીડિતાનું મોત થતાં પ્રશાસનમાં ગભરાટનો માહોલ છે. અહીં પણ રાત્રે જ પોલીસે પીડિતાના મૃતદેહના અંતિમ સંસ્કાર કરાવી દીધા. બલરામપુરમાં ગેંગરેપ (Balrampur gang rape case)નો ભોગ બનેલી કોલેજ સ્ટુડન્ટના મોત બાદ હોબાળો મચી ગયો છે. પીડિતાના ભાઈની ફરિયાદ પર પોલીસે બે લોકોની સામે દુષ્કર્મ અને હત્યાનો કેસ નોંધી લીધો છે. ઘટના ગૈંસડી પોલીસ સ્ટેશન હદના મઝૌલી ગામની છે. ગત મંગળવારે પચપેડવાની એક ડિગ્રી કોલેજમાં એડમિશન માટે પીડિતા ફી ભરવા માટે ગઈ હતી.

આ જ દિવસે સાંજે લગભગ 7 વાગ્યે સ્ટુડન્ટ બેભાન અવસ્થામાં એક રિક્ષા ચાલક તેના ઘરની પાસે છોડીને જતો રહ્યો. પીડિતાને લઈ પરિજનો હૉસ્પિટલ ગયા, ત્યારે રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. પરિજનોનો આરોપ છે કે કોલેજથી પરત ફરતી વખતે પીડિતાનું અપહરણ કરવામાં આવ્યું અને તેની સાથે ગૈંસડી કસ્બાના એક રૂમમાં ગેંગરેપ કરવામાં આવ્યો. આ ઘટના બાદથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. પોલીસે પીડિતાના ભાઇની ફરિયાદના આધારે બે યુવકોની ધરપકડ કરી લીધી છે. ગૈંસડી બજારના જે રૂમમાં ગેંગરેપ કરવામાં આવ્યો છે તે રૂમની બહાર પીડિતાના ચંપલ મળ્યા છે. જે રિક્ષાથી પીડિતાને તેના ઘરે પહોંચાડવામાં આવી, તે રિક્ષા પણ તે ઘરની સામે મળી છે.

આ પણ વાંચો, હાથરસ પીડિતાનો હાલ સાંભળી પવન જલ્લાદે ગુસ્સામાં કહ્યું- હજુ મારા હાથોમાં ઘણી તાકાત છે

પોલીસને મળેલી જાણકારી મુજબ, જે રૂમમાં પીડિતા સાથે ગેંગરેપની ઘટના થવાની વાત કરવામાં આવી રહી છે, તે એક કરિયાણાની દુકાનની પાછળનો રૂમ છે. ફરિયાદ મુજબ કરિયાણાની દુકાન ચલાવનરા યુવક જ આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ છે. ગેંગરેપ બાદ જ્યારે પીડિતાની હાલત બગડવા લાગી ત્યારે યુવકોએ નજીકના એક ખાનગી ડૉક્ટરને સારવાર માટે બોલાવ્યા, પરંતુ ડૉક્ટરે રૂમમાં એકલી યુવતીને જોઈ સારવાર કરવાની ના પાડી દીધી. ડૉક્ટરએ યુવકોને તેના ઘરના સભ્યોને સૂચના આપવાની વાત કહી.

આ પણ વાંચો, હાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું, પોલીસે રાતે જ કરી દીધા અંતિમ સંસ્કાર

રાત્રે જ કરી દીધા અંતિમ સંસ્કારબલરામપુર એસપી દેવરંજન વર્માએ કહ્યું કે, ગૈંસડી બજારમાં બે યુવક પીડિતાની સારવાર કરાવવા માટે ડૉક્ટરને બોલાવીને લાવ્યા હતા. તે બંને યુવકોએ યુવતીની સાથે દુષ્કર્મ આચર્યું અને તેની હાલત ખરાબ થતાં રિક્ષાથી તેના ઘરે મોકલી દીધી. એસપીએ કહ્યું કે પીડિતાના ભાઈની ફરિયાદના આધારે કેસ નોંધી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે પીડીતાના મૃતદેહને તેના ગામમાં લઈ જવામાં આવ્યો જ્યાં પહેલાથી જ મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે જ પીડિતાના દેહના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.
Published by: Mrunal Bhojak
First published: October 1, 2020, 7:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading