Dholpur latest news: ધૌલપુરના કંચનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટનામાં દબંગોએ એક દલિત મહિલા પર તેના બાળકો અને પતિની સામે નગ્ન અવસ્થામાં બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના બાદ આરોપીઓ પીડિતાના પરિવારને માર મારીને ત્યાંથી ભાગી ગયા હતા.
રાજસ્થાન (Rajasthan)ના ધોલપુર (Dholpur) જિલ્લાના કંચનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધ્રૂજાવી નાંખે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં દબંગોએ દલિત મહિલા (Dalit woman) સાથે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી અને તેના પતિ અને બાળકોની સામે નગ્ન અવસ્થામાં ગેંગરેપ (Gang rape) કર્યો હતો. જે બાદ દબંગો તેમને માર મારીને ત્યાંથી ભાગી ગયા હતા. પીડિતાએ આ મામલે અડધો ડઝન લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પીડિતાની જાણ પર પોલીસે ગેંગરેપ અને મારપીટ સહિત અન્ય ગંભીર કલમો હેઠળ કેસ નોંધીને આરોપીઓની શોધ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી એકપણ આરોપી પોલીસના હાથે ઝડપાયો નથી.
પોલીસના જણાવ્યા અનુસાર આ હૃદયદ્રાવક ઘટના બે દિવસ પહેલા બની હતી. પીડિતાએ નોંધાવેલા રિપોર્ટમાં તેણે જણાવ્યું છે કે તે 15 માર્ચે સાંજે લગભગ 6 વાગે સરસવનો પાક લણ્યા બાદ પતિ અને બાળકો સાથે ઘરે પરત ફરી રહી હતી. પરંતુ રસ્તામાં ગામના અડધો ડઝનથી વધુ દબંગ લોકોએ તેનો રસ્તો રોકી લીધો હતો. બદમાશોએ પહેલા તેના પતિને હથિયારની અણીએ માર માર્યો હતો.
આ ઘટના બાદ પીડિતાનો આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો
રિપોર્ટ અનુસાર તે પછી બંને આરોપીઓએ પીડિતાને કપડાં ઉતાર્યા બાદ તેના પતિ અને બાળકોની સામે ગેંગરેપને અંજામ આપ્યો હતો. જે બાદ આરોપી પીડિતા અને તેના પરિવારને માર મારીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ પીડિતાનો આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પીડિતાએ જણાવ્યું કે સ્થાનિક કંચનપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
પીડિતાનું નિવેદન લીધા બાદ મેડિકલ કરવામાં આવશે
કેસની તપાસ કરી રહેલા ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ વિજય કુમાર સિંહે કહ્યું કે પીડિતાએ આપેલા રિપોર્ટના આધારે આરોપી વિરુદ્ધ ગેંગરેપનો ગુનો નોંધવામાં આવ્યો છે. પીડિતાનું નિવેદન લીધા બાદ મેડિકલ કરવામાં આવશે. પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે લગભગ ત્રણ વર્ષ પહેલા અલવર જિલ્લાના થાનાગાજી વિસ્તારમાં આવી જ એક ભયાનક ઘટના સામે આવી હતી. ત્યારે બાઇક પર જઇ રહેલા એક યુગલને રસ્તામાં કેટલાક યુવકોએ અટકાવ્યા હતા. બાદમાં તેના પતિને માર માર્યો હતો અને તેને બંધક બનાવી લીધો હતો. બદમાશોએ તેના પતિની સામે જ તેની પત્નીને ઉતારીને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. બદમાશોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. થાનાગાજી રેપ કેસનો પડઘો દેશભરમાં સંભળાયો હતો. ત્યારબાદ તેના પર ખુબ રાજનીતિ થઈ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર