દિલ્હી: અદાવતની એક હચમચાવતી ઘટના સામે આવી છે. એક સગીરે પિતા સાથેની મારપીટનો બદલો લેવા માટે એક ખતરનાક રીત અપનાવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) કેમેરા કેદ થઇ છે. સીટીટીવી ફૂટેજમાં સગીરનું આ કૃત્ય (crime) જોઇને લોકો પણ ચોંકી ઉઠ્યા છે. આ સગીરે પિતાને માર મારનારા શખ્સની આંખોમાં ગોળી મારી (firing) બદલો લીધો છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સ્થિતિ ગંભીર છે. આ ઘટનાની તપાસ કરતી પોલીસ પણ ટાબેરીયાઓનું આ કૃત્ય જોઇ ચોંકી ઉઠી હતી અને ચારેય યુવકોની ધરપકડ કરાઇ છે. ચારેય આરોપી સગીર હોવાનું કહેવાઇ રહ્યું છે.
સીસીટીવીમાં જોઇ શકાય છે કે, સાંજે 5 વાગ્યે લગભગ ચાર યુવકો આવે છે. જ્યારે જાવેદ બાજુની તરફ બેસેલો હોય દેખાય છે. તેને જોતાં જ એક યુવક ફાયરિંગ કરે છે. ઘાયલ વ્યક્તિ સમજે તે પહેલાં જ ગોળી તેની આંખમાં વાગે છે અને તે ઘાયલ થતાં ઢળી પડે છે.
#WATCH | Delhi: 4 minor boys apprehended for firing at a man in Jahangirpuri on 15th July. The man has been hospitalised. Case u/s 307 IPC registered. Accused say that the man had beaten up father of one of the minors 7 months back & they had come to take revenge.
આ ચોંકાવનારી ઘટના દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં બની છે. જહાંગીરપુરી એચ-3 પાર્ક પાસે જાવેદ નામના શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જાવેદને ગોળી વાગતાં ચારેય યુવકો ત્યાંથી ભાગી ગયા હતા. જોકે, પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરી લીધી છે. સાથે જ હુમલામાં વપરાયેલી પિસ્તોલ પણ કબ્જે કરી છે.
જાવેદના પરિવારજનોનો આરોપ છે કે, જહાંગીરપુરી એ-બ્લોક વિસ્તારમાં રહેતા બાબુ, મોનુ અને કેટલાક લોકો સાથે જાવેદનો પહેલા પણ ઝઘડો થયો હતો. જે બાદ તેમણે અગાઉ પણ તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારનો આરોપ છે કે બાબુ અને મોનુ જહાંગીરપુરીમાં સટ્ટો ચલાવે છે અને તેમણે જ ત્રણ સાગીરોને મોકલીને આ ઘટનાને અંજામ આપ્યો છે.
પોલીસ અનુસાર, મુખ્ય આરોપીએ જણાવ્યું હતું કે જાવેદે સાત મહિના પહેલા તેના પિતા સાથે મારપીટ કરી હતી. તેણે તેનો બદલો લીધો છે. પોલીસ ટીમ આરોપીઓના ઉંમર સંબંધિત રિપોર્ટ પણ કરાવશે, જેથી તેઓ સગીર છે કે નહીં તે જાણી શકાય.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર