Home /News /national-international /જેમ્સ બોન્ડના મૂવીની મોડસ ઓપરેન્ડીથી જુગાર રમાતો, સ્પેશિયલ લેન્સ-માઇક્રો ચિપનો ઉપયોગ

જેમ્સ બોન્ડના મૂવીની મોડસ ઓપરેન્ડીથી જુગાર રમાતો, સ્પેશિયલ લેન્સ-માઇક્રો ચિપનો ઉપયોગ

બેંગલોર પોલીસે જુગારીઓની એક ગેંગને પકડી પાડી છે. જે ખાસ કોન્ટેક્ટ લેન્સ, QR કોડ કાર્ડ દ્વારા તેમના વિરોધીઓના પત્તા જોઈ લેતા હતા અને પછી તેમને હરાવીને સટ્ટો જીતતા હતા. છેલ્લા બે વર્ષમાં આવો બીજો કેસ છે.

બેંગલોર પોલીસે જુગારીઓની એક ગેંગને પકડી પાડી છે. જે ખાસ કોન્ટેક્ટ લેન્સ, QR કોડ કાર્ડ દ્વારા તેમના વિરોધીઓના પત્તા જોઈ લેતા હતા અને પછી તેમને હરાવીને સટ્ટો જીતતા હતા. છેલ્લા બે વર્ષમાં આવો બીજો કેસ છે.

    બેંગ્લોરઃ યશવંતપુર પોલીસે એક જુગાર રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટની ટેક્નોલોજીનો દૂરુપયોગ કરીને દરેક ગેમ જીતતું હતું. આ રેકેટના સભ્યો દરેક ગેમ જીતવા માટે ખાસ કોન્ટેક્ટ લેન્સ અને માઇક્રોચિપ્સ વડે કાર્ડ સ્કેન કરતા હતા. અત્યાર સુધીમાં આવી ટેક્નોલોજી જેમ્સ બોન્ડની ફિલ્મોમાં જ બતાવવામાં આવી હતી. જો કે, છેલ્લા બે વર્ષમાં આ બીજો કેસ છે. અગાઉ 2020માં, RT નગરના ઇમરાન બિન ઇસ્માઇલની બેંગલોર સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવી ટેક્નિકનો ઉપયોગ કરીને ગેરકાયદેસર આવક કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. બેંગ્લોર પોલીસે જુગારીઓને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું, પરંતુ દર વખતે નવી અને હાઈટેક ટેક્નોલોજી તેમને ચોંકાવી દે છે.

    પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ કે, લગભગ એક અઠવાડિયા પહેલા મહંતેશ અને રમેશની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ સાદા પત્તાનો જુગાર રમતા ઝડપાયા હતા. તેમાં એક QR કોડ એમ્બેડ કરવામાં આવ્યો હતો અને નેનો ચિપ લગાવવામાં આવી હતી. તેને કારણે જુગારીઓ જાણી શકતા હતા કે, તેમના વિરોધીઓ પાસે કયા કાર્ડ છે. આમ તેઓ દાવ જીતી જતા હતા.

    આ પણ વાંચોઃ મેરઠમાં હાઈ પ્રોફાઈલ જુગારધામમાંથી ગુજરાતના વેપારી સહિત 43ની ધરપકડ

    કોન્ટેક્ટ લેન્સની મદદથી કાર્ડના QR કોડને સ્કેન કરતા હતા


    મહંતેશ અને રમેશની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે, તેઓ કાર્ડ પર બનાવેલા QR કોડને સ્કેન કરીને અને કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરીને અન્ય ખેલાડીઓને હરાવતા હતા. આ કાર્ડ સામાન્ય માણસ માટે સામાન્ય કાર્ડ જેવા હતા, પરંતુ તે ચતુરાઈથી બદલવામાં આવ્યા હતા. તેમાં નેનો ચિપ હતી અને કાર્ડના કવર પર બનાવેલી ડિઝાઇનમાં QR કોડ છુપાયેલો હતો. આ QR કોડને સ્કેન કરવા માટે જુગારીઓ ખાસ લેન્સ પહેરતા હતા. તેના દ્વારા તેઓ જાણી લેતા હતા કે, ટેબલ પર અન્ય ખેલાડીઓના કયા કાર્ડ છે. ત્યારબાદ તે જીતવા માટે ચાલ રમતો હતો. પોલીસે કહ્યુ કે, આ જુગારીઓને ખબર હતી કે આખા રૂમમાં સ્પાય કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આનાથી તે કાર્ડ વિશે માહિતી મેળવતો હતો અને તે તેના ખેલાડીઓને આપતો હતો. તેઓ અલગ-અલગ ટેબલ પર જતા અને રમત જીતવાનો પ્રયાસ કરતા. આ લોકો ઈયરપીસ દ્વારા પણ માહિતી મેળવતા હતા અને ત્યારબાદ તેઓ પોતાની હરકતો કરતા હતા.


    આરોપીઓ સાથે રમ્યા બાદ આખી ગેમ સમજાઈ


    પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યુ હતુ કે, આ જુગારીઓની ટેક્નિક સમજવા માટે અમે આરોપીઓ સાથે આ ગેમ રમી અને આ લોકો કોઈ પણ રમતમાં કેવી રીતે જીતતા હતા તે સમજ્યા. આરોપીઓ તેમના કામમાં નિષ્ણાંત છે અને તેઓ સરળતાથી કોઈને પણ પટાવી શકે છે. તેમની પાસેથી હાઈટેક લેન્સ મળી આવ્યા છે, જે ઓનલાઈન ખરીદવામાં આવ્યા હતા. આ સાધનોના ઉત્પાદકો અને વિતરકોને દિલ્હી અને રાજકોટમાં શોધી કાઢવામાં આવ્યા છે. પોલીસ અગાઉ પકડાયેલા ઈમરાન અને તાજેતરમાં પકડાયેલા બે આરોપીઓ વચ્ચેની કડી પણ શોધી રહી છે, કારણ કે તેમની મોડસ ઓપરેન્ડી સમાન છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Bangalore, Gambling Raids

    विज्ञापन
    विज्ञापन