કશ્મીરમાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેત ઇચ્છે છે 'ગુપકર ગેંગ', શું સોનિયા અને રાહુલ પણ કરે છે સમર્થન- અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહ (ફાઇલ ફોટો)

પોતાની ટ્વિટમાં અમિત શાહ લખે છે કે, 'ગુપકર ગેંગ ભારતનાં તિરંગાનું અપમાન કરે છે, શું સોનિયાજી અને રાહુલ ગુપકર ગેંગનાં આવા કાર્યોનું સમર્થન કરે છે? તેમને દેશની જનતાની સામે તેમનું સ્ટેડ સ્પષ્ટ કરવું જોઇએ'

  • Share this:
    નવી દિલ્હી: જમ્મૂ- કશ્મીર (Jammu Kashir)નાં રાજકીય દળને ગુપકર મુખપત્ર ગઠબંધન (Gupkar Alliance)માં કોંગ્રેસ (Congress)નાં શામિલ થવા અંગે ભાજપ સતત વિપક્ષી દળ પર હુમલા કરે છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપનાં પૂર્વ અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા ટ્વિટ કરી છે અને તેમને ગુપકર ગેંગ નામ આપી દીધુ છે.

    પોતાની ટ્વિટમાં અમિત શાહ લખે છે, 'ગુપકર ગેંગ ગ્લોબલ થઇ રહી છે, 'કોંગ્રેસ અને ગુપકર ગેંગ જમ્મૂ કશ્મીરને ફરી આતંકનાં યુગમાં લઇ જવા ઇચ્છે છે. તે દલિતો, મહિલીઓ અને આદિવાસીઓનો તે અધિકાર છીનવી લીધો છે. જમ્મૂ કશ્મીરમાં અંતરરાષ્ટ્રીય તાકાતે હસ્તક્ષેપ કરે છે. શું સોનિયાજી અને રાહુલજી ગુપકર ગેંગનાં આવાં પગલાંનું સમર્થન કરે છે? તેમને દેશની જનતા માટે સામે આવી પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઇએ.'

    અમિત શાહએ એક બાદ એક ટ્વિટ્સમાં લખ્યું છે કે, 'કોગ્રેસ અને ગુપકર ગેંગ જમ્મૂ-કશ્મીરને ફરી આતંકનાં યુગમાં લઇ જવા ઇચ્છે છે, તે દલિતો, મહિાલઓ અને આદિવાસીઓનાં અધિકાર છીનવી લેવાં ઇચ્છે છે. જે આપણને કલમ- 370 હટાવી દીધી છે. આજ કારણ છે કે દેશની જનતા તેમને દરેક જગ્યાએ રિજેક્ટ કરી રહી છે. '



    ગૃહ મંત્રીએ આની સાથે લખ્યું છે કે, 'જમ્મૂ -કશ્મીર હમેશાંથી ભારતનો આતંરિક ભાગ રહ્યો છે. ભારતરનાં લોકો રાષ્ટ્રહિતની વિરુદ્ધ બનેલાં કોઇ અપવિત્ર 'ગ્લોબલ ગઠબંધન'ને સહન નહીં કરે. આ તો ગુપકર ગેંગ દેશનાં મૂડની સાથે ચાલે નહીં તો લોકો તેમને ડુબાડી દેશે.'



    શું છે ગુપકર? -ગુપકર ઘોષણા નેશનલ કોન્ફ્રેસ અધ્યક્ષે ગુપકર સ્થિત આવાસ પર 4 ઓગસ્ટ, 2019નાં થયેલી એક સર્વદલીય બેઠક બાદ પ્રસ્તાવ જારી કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પાર્ટિઓને સર્વ સમ્મતિથી નિર્ણયલ લીધો છે. જમ્મૂ-કશ્મીરની ઓળખ, સ્વાયત્તતા અને તેમને વિશેષ દરજોને સંરક્ષિત કરવાં માટે તે મળીને ખાસ પ્રયાસ કરશે.

    આપને જણાવી દઇએ કે, કોંગ્રેસ હાલમાં જ ગુપકર ઘોષણામાં શામેલ થઇ છે. જે બાદ તે, પીડીપી, નેશનલ કોન્ફરન્સની સાથે DDCની ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, PDP અધ્યક્ષ મુફ્તી ગઠબંધનની ઉપાધ્યક્ષ છે અને નેશનલ કોન્ફરન્સનાં ફારુક અબ્દૂલા તેનાં અધ્યક્ષ છે.
    Published by:Margi Pandya
    First published: