ગાંધીજીને પહેલાથી જ થઈ ગયો હતો હત્યાનો આભાસ!

News18 Gujarati
Updated: October 1, 2018, 11:27 PM IST
ગાંધીજીને પહેલાથી જ થઈ ગયો હતો હત્યાનો આભાસ!
ગુજરાત સહિત દેશભરમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સૌથી ગાંધીજી સાથે જોડાયેલા કેટલાક રોચક કિસ્સાઓ.

ગુજરાત સહિત દેશભરમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સૌથી ગાંધીજી સાથે જોડાયેલા કેટલાક રોચક કિસ્સાઓ.

  • Share this:
સંજય શ્રીવાસ્તવ, News18Hindi 

ગુજરાત સહિત દેશભરમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સૌથી ગાંધીજી સાથે જોડાયેલા કેટલાક રોચક કિસ્સાઓ.

શું ગાંધીજીને મૃત્યુનો પૂર્વાભાસ થઈ ગયો હતો? કદાચ એમને લાગવા લાગ્યું હતું કે તેમની હત્યા થઈ શકે છે. મૃત્યુ પહેલાથી તેઓ સતત આ વિશે વાત કરવા લાગ્યા હતા. તેઓ 79 વર્ષના થયા હતા અને દેશ આઝાદ થવાનો હતો. વિભાજન પણ નક્કી થઈ ગયું હતું. ઓઆખલીમાં તોફાનો ભડકી રહ્યાં હતાં. ગાંધીજી ડરવા લાગ્યા હતાં કે જીવનભરની મહેનત પર પાણી ન ફરી જાય. તેમણે નોઆખલીમાં સહયોગી નિર્મલ બોસને કહ્યું,' હું નિસ્ફળ બનીને મરવા નહીં માંગતો, સફળ વ્યક્તિની છાપ છોડીને દુનિયામાંથી વિદાય લેવા માંગુ છું.'

'ધ લાઈફ એન્ડ ડેથ ઓફ મહાત્મા ગાંધી'ના લેખક રોબર્ટ પેને કહ્યું કે, 'હત્યાના એક મહિના પહેલા તેમણે ઘણીવાર મૃત્યુની વાતો કરી કે સહયોગીઓ પણ હેરાન થઈ ગયા હતાં. તેમણે એ પણ કહ્યું હતું કે તેમની હત્યા કોઈ હિંદુ જ કરશે કારણ કે મુસલમાનોને તેમની હત્યા કરીને કોઈ ફાયદો ન હતો.'

આઝાદી મળ્યાં પછી જ્યારે દેશના બે ટુકડા પડી ગયા હતાં ત્યારે ફરીથી દેશમાં તોફાનો થઈ રહ્યાં હતાં. રોબર્ટ પેન લખે છે કે, સપનાઓમાં તે પોતાની જાતને આતંકી યુવાનોની ભીડમાં વચ્ચે પોતાને જોતા હતાં. એકવાર તેમણે સપનામાં બાને જોયો, તે તેમના જ રૂમમાં હતાં અને તેમને એકીટશે જોઈ રહ્યાં હતાં. 9 જાન્યુઆરી 1948માં તેમણે કહ્યું કે, મારી ભગવાનને પ્રાથના છે કે મારી મૃત્યુ વીરતાપૂર્વક થાય, જો આવું થશે તો મારી જીત થશે.

અસહ્ય ઠંડીમાં બહાર પથારી
13 જાન્યુઆરીના રોજ ગાંધીજીએ જીવનના અંતિમ ઉપવાસ શરૂ કર્યા હતાં. ત્યારે તે પોતાની સરખામણી એવા માણસ સાથે કરતાં હતાં જે માણસ અસાધ્ય બીમારીઓથી પીડાતી હોય. ધીરે ધીરે મૃત્યુ તરફ વધી રહ્યા હોય. તેઓ મરવા માટે જાણે તત્પર હોય તેવું રજૂ કરતાં હતાં. જાન્યુઆરીમાં સામાન્યરીતે દિલ્હીમાં ઘણી ઠંડી હોય છે. ત્યારે પણ તેમણે પોતાની પથારી બહાર બગીચામાં નખાવી દીધી હતી.

હત્યાના પ્રયત્ન થવા લાગ્યા
17 જાન્યુઆરીએના રોજ તેમણે ઉપવાસ પુરા કર્યા. ત્યાર બાદ જ્યારે તે સવારે પ્રાર્થનાસભા કરી રહ્યાં હતાં ત્યારે અચાનક ત્યાં વિસ્ફોટ થયો. વિસ્ફોટથી ડરેલા મનુબેનને ગાંધીજીએ કહ્યું, તમે ત્યારે શું કરશો જ્યારે તમને કે મને કોઈ આવીને ગોળી મારી દેશે? ગાંધીજીને આભાસ થઈ ગયો હતો કે તેમને મારવાનો આ અસફળ પ્રયાસ હતો. આખો દિવસ તેમની સાથે રહેનારા બૃજલાલ ચાંદીવાલાએ કહ્યું કે હું જોતો હતો તેઓ દિવસેને દિવસે જીવન પ્રત્યેની રૂચિ ગુમાવી રહ્યાં હતાં.

મારા મોંમાંથી અંતિમ શબ્દો રામ રામ નીકળે
22 જાન્યુઆરીના રોજ મનુબેનને ગાંધીજીએ તેમની પાસે બેસાડ્યા અને કહ્યું , મારી ઈચ્છા છે કે હું હત્યારાઓની ગોળીઓ ઝીલતો તારા ખોળામાં મરું, મારા મુખમાંથી રામ રામનો જાપ થઈ રહ્યો હોય અને ચહેરા પર મુસ્કાન હોય. ગાંધીજીની હત્યા થઈ ત્યારે આવું જ બન્યું જેવું તે ઈચ્છતા હતાં.

નિધન પહેલાની રાત પહેલા જ મૃ્ત્યુની વાત
નિધનના એક દિવસ પહેલાની રાત જ્યારે મનુબેન તેમના માથામાં મસાજ કરી રહી હતી ત્યારે ગાંધીજીએ ફરી મૃત્યુ વિશે વાત કરી. ગાંધીજીએ ગંભીરતાથી તેમને કહ્યું કે જો હું કોઈ લાંબી બીમારી કે નાના અમથા વાગવાથી મરી જાવ તો તું આખા સંસારને મોટે મોટેથી કહેજે કે આ જુઠ્ઠો મહાત્મા હતો. જો પહેલા જેવો વિસ્ફોટ ફરી થાય અને મને કોઈ ગોળી મારી દે તો અને એની ગોળી મારી વસ્ત્ર વગરની છાતી પર વાગે તો અને મારા મોંમાંથી આહને બદલે રામ રામ નીકળે તો જ તમે સમજજો કે હું સાચ્ચો મહાત્મા છું.
First published: January 30, 2018, 11:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading